આજે લગભગ દરેક વ્યક્તિ માટે એમના વધતા જતા વજનને કાબુમાં રાખવું એ સૌથી મુશ્કેલ કામ બની ગયું છે. લોકો પોતાનું વજન કંટ્રોલમાં કરવા માટે જુદી જુદી જાતના ડાયટ પણ ફોલો કરતા હોય છે ઉપરાંત પરસેવો પાડીને વર્કઆઉટ પણ કરતા હોય છે તેમ છતાં ધાર્યું પરિણામ મળતું નથી. જો તમે પણ તમારા વધતા જતા વજનને કાબુમાં રાખવા માંગો છો તો તમારો આહાર ઘટાડવાને બદલે એમાં જરૂરી ફેરફાર કરો. આહારમાં ફેરફાર કરીને તમે તમારા વધતા વજનને કાબુમાં રાખી શકશો
આપણા આહારમાં સામેલ રોટલી એ આહારનો ખૂબ જ મહત્વની ભાગ છે જે ભૂખને કાબુમાં રાખે છે. જ્યારે પણ આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે 4 5 રોટલી ખાઈ લઈએ છીએ એટલે વજન વધવાનું જોખમ પણ વધી જાય છે. પણ હવેથી તમારે તમારા ભોજનમાં એવા લોટની રોટલીનું સેવન કરવાનું છે જે રોટલી ગમે તેટલી ખાઓ પણ એનાથી વજન વધાવનું જોખમ ન રહે
ભોજનમાં એવા લોટનો સમાવેશ કરવો જે તમારી ભૂખની સાથે સાથે તમારા વજનને પણ કાબુમાં રાખે. વજનને કાબુમાં રાખવા માટે તમારે એવા લોટનું સેવન કરવું જોઈએ જે સરળતાથી પચી જાય અને એનો ટેસ્ટ પણ સારો હોય. તો હવે તમને એમ થાય કે એવો તે વળી કયો લોટ. તો તમને જણાવી દઈએ કે અમે જૂઆરના લોટની વાત કરી રહ્યા છે. જુવારના લોટની બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે
જુવારની રોટલીના ફાયદા :
જુવારનો લોટ એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા શરીરને એકદમ ફિટ રાખે છે અને તમારા વજનને પણ કાબુમાં રાખે છે. તો ચાલો જાણી લઈએ કે જુવારનો લોટ કેવી રીતે ફાયદાકારક છે અને કેટલા પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ
વજન ઘટાડવા માટે જુવારની રોટલી :
જે લોકોને પોતાના વધતા વજનની સતત ચિંતા રહે છે અને જેઓ એમનું વજન ઓછું કરવા માગે છે તેમણે જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવી જોઈએ. જુવારનો ફાઈબરથી ભરપૂર હોય છે તેમજ તેમાં ઉચ્ચ પ્રોટીન પણ હોય છે.આ લોટ ભૂખ મટાડે છે અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. યાદ રાખો કે જો તમે લો કેલરી લોટમાંથી બનાવેલી રોટલીનું સેવન કરો છો તો તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો.
તમને જણાવી દઈએ કે એક વાટકી જુવારના લોટમાં આશરે 2 ગ્રામ ફાઈબર અને 22 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે, જે તમારા પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. ઘઉં અને મેંદાના લોટનો ઉપયોગ કરવાનો બદલે રોટલી બનાવવા માટે જો તમે જુવારના લોટનો ઉપયોગ કરશો તો તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકશો
જો તમે જુવારની રોટલી ખાવાની સાથે સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ અને યોગ કરો છો તો તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. જો તમે આહારમાં કાર્બોહાઇડ્રેટસ પદાર્થોનું સેવન કરો છો તો તમારું વજન વધવા લાગે છે એટલે તમારા ઓછા કાર્બોહાઇડ્રેટસ હોય એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. અને જુવારમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ નહિવત હોય છે એટલે ઘઉંના લોટની રોટલીનો બદલે જુવારના લોટની રોટલી ખાવી જોઈએ
શું જુવારનો લોટ ગ્લુટેન ફ્રી છે :
તમને જણાવી દઈએ કે જુવારના લોટમાંથી બનેલી રોટલી ગ્લુટેન ફ્રી હોય છે. એટલા માટે આ રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી બને છે. સુગરના દર્દીઓએ આ લોટની રોટલીનું સેવન કરવું જોઈએ, આનાથી તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે
ફિટ રહેવા માટે ખાવી જોઈએ કેટલી રોટલી :
જે લોકો તેમના વજનને કાબુમાં રાખવા માંગે છે, તેઓએ શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે એક ટાઇમના ભોજનમાં માત્ર 4 રોટલીનું સેવન કરવું જોઈએ. યાદ રાખો આનાથી વધુ રોટલી ખાવાથી વજન વધી શકે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન અવશ્ય લો.
આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે