ગળો ના ફાયદા નામથી તમે અપરિચિત હોવ એવું તો ન જ બને. એના ઔષધીય ગુણો વિશે વધતા ઓછા અંશે આપણે સૌ જાણીએ જ છીએ. એમાંય લીમડાના વૃક્ષ ઉપર ચડેલી ગળો અમૃત સમાન માનવામાં આવે છે . ગળો સ્વાદમાં તીખી અને કડવી હોય છે પણ પચવામાં મીઠી છે. ગળોની તાસીર ગરમ હોય છે. તરસ , બળતરા , પ્રમેહ , ઉધરસ , પાંડુ , કમળો તમામ ચામડીના રોગો , તાવ , ગાંઠિયો વા , કરમિયા , ઊલટી , શ્વાસ રોગો , મસા , પેશાબની અટકાયત તથા હૃદયરોગને મરડાને મટાડવાની તાકાત ગળો ધરાવે છે. ગળોથી યાદશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે . લીમડો કે અન્ય કોઈ વૃક્ષ પર ચડેલી તાજી ગળો લાવી, તેની ઉપરની પાતળી છાલને દૂર કરી લેવી અને એના સૂડીથી નાના નાના ટુક્ડા કરી, એને જરાક ટચકા મારી છાંયે સૂકવવી. એ પછી એનું બારીક ચૂર્ણ કરવું. હવે ગળોના આ ચૂર્ણને રોજ ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવું જો તમને જૂનો તાવ રહેતો હોય તો રોજ સવાર-સાંજ ૧-૧ ચમચી આ ચૂર્ણ પાણી સાથે લેવું.
ગળો ના ફાયદા
ડાયાબીટીસ
ગળોમાં સુગર ઓછું કરવાના ગુણ રહેલા છે જેથી ડાયાબીટીસના દર્દીઓ માટે ગળો ખુબ જ લાભકારી નીવડે છે . ગલોમાં લોહીમાં સુગરનું પ્રમાણ ઘટાડવાના ગુણ રહેલો છે જેના લીધે શરીરમાં ઈન્સુલીનની સક્રિયતા વધે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ કંટ્રોલમાં આવી જાય છે. જેથી ડાયાબીટીસના દર્દીઓ માટ્વિ ગળોનું સેવન ખૂબ જ લાભદાયી સાબિત થાય છે
ડેન્ગ્યું: ગળોમાં એવા ઔષધીય ગુણો રહેલા છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જેના કારણે તમારું શરીર ઘાતક રોગો સામે લડી શકે છ. મેલેરિયા અને ડેન્ગ્યું જેવા રોગો પણ ગળોના સેવનથી નાથી શકાય છે. ગળો આ રોગનું વાયરલ ઇન્ફેકશન રોકે છે.
ડાયાબિટીશના દર્દીઓએ આ ચૂર્ણની એક એક ચમચી પાણી સાથે લેવું. જો તમે આ ચૂર્ણ શુદ્ધ મધ સાથે લેશો તો એ વધુ ફાયદાકારક નીવડશે. ગળોના આ ચૂર્ણ જેટલી જ હળદર અને આમળાનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને લેવાથી પણ ખૂબ જ ગુણદાયી બની શકે છે
જે સ્ત્રીઓનું શરીર ધોવાતુ હોય એમને ગળોનું રોજ સેવન કરવું જોઈએ.
ટીબી
ટીબીના દર્દીઓએ રોજ ૧-૧ ચમચી ગળોનું ચૂર્ણ દૂધ સાથે દિવસમાં બે વખત લેવુ જોઈએ.
આમવાત ગળોના ચૂર્ણમાં એટલા જ ભાગનો સૂંઠનો પાઉડર મિસક કરીને સવાર સાંજ પાણી સાથે લેવું.
અસ્થમા દમ
ગળોનો ઉપયોગ અસ્થમાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ થાય છે, આપણે જોયું કે ગળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે શ્વાસ સંબંધિત તકલીફો દુર થાય છે અને અસ્થમાના લક્ષણો ઓછા થાય છે.
સાંધાનો વા
ગળોમાં એન્ટી ફ્લેમેટરી ગુણ રહેલો હોય છે, આ ઉપરાંત સાંધાનો સોજાથી ઓછા કરવાના એન્ટી અર્થરાઈટીક અને દુખાવામાં રાહત આપતા એન્ટી ઓસ્ટીયોપોરાટીક જેવા પ્રભાવશાળી ગુણ પણ હોય છે જેના પરિણામે ગઠીયો વા દુર થાય છે.
આંખની બીમારી: ગળો તમારી આંખો સંબંધી સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. ગળોમાં ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણ હોય છે. જે આંખોની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગનો નાશ કરે છે. જેમાં આંખની આંજણી, કમળો, આંખમાંથી પાણી પડવું અને મોતિયો જેવી બીમારીઓનો સમાવેશ થાય છે.
મોતિયો
1 ગ્રામ મધ અને 1 ગ્રામ સિંધવ મીઠા સાથે 10 મિલી ગળોના રસને સારી રીતે ભેળવીને આંખમાં પાંપણો પર આંજવાની અંધાપો, સોજો, ચીપડા, સફેદ અને કાળો મોતિયો બંધ દુર થાય છે.
કમળો
ગળોના પાંદડાનો રસ કમળાના દર્દીઓ માટે અકસીર સાબિત થાય છે. ગળોમાથી રસ કાઢીને આ રસ પીવાથી કમળો મટે છે અને એ સાથે કમળામાં આવતો તાવ અને દુખાવાથી પણ રાહત મળે છે.
અપચો
ગળો અપચાની સમસ્યા પણ દૂર કરે છે.. પાચન સંબંધી સમસ્યામાં કબજિયાત, એસીડીટી અને અપચો વગેરેથી પરેશાન વ્યક્તિઓ જો ગળોનું સેવન કરે તો એમને એમની આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. દરરોજ અડધી ચમચી ગળોનું ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી કબજિયાત, અપચો અને એસીડીટી જેવી તકલીફમાં રાહત મળે છે.
એનીમિયા
જો શરીરમાં લોહિની કમી હોય તો શરીર રોગોનું ઘર બની જાય છે. એમાંય સ્ત્રીઓમાં એનિમિયા જેવી તકલીફ વધુ જીવ મળે છે. આવી સ્ત્રીઓ ગળોનું સેવન કરે તો લોહીની ઉણપ દૂર થાય છે. બે ત્રણ ચમચી ગળોના રસને મધ કે પાણી સાથે લેવાથી એનિમિયા દૂર થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
તો હવે તમે પણ આજથી જ ગળોનું સેવન કરી દેજો. અને અમે જણાવેલી આ માહિતી તમને ગમી કે નહીં એ અંગે અભિપ્રાય આપવાનું ચુકતા નહિ.