vitamin b12 ની ઉણપને વગર દવાએ આ આયુર્વેદિક રીતથી કરો દુર

vitamin b12

આજના લેખમાં અમે vitamin b12 ની ઉણપ હોય અથવા તો શરીરમાં વિટામીન B12 નું પ્રમાણ ઓછું હોય તો, શુદ્ધ શાકાહારી ખોરાક લઈને આ ઉણપને કઈ રીતે દૂર કરી શકાય એ વિશેની માહિતી આપીશું.

વિટામીન B12 ની ઉણપને દૂર કરવા માટે મોટાભાગે તેના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, તથા તેની ટેબલેટ પણ આપવામાં છે, પરંતુ જો તમારે ઇન્જેક્શન કે દવાઓ ન લેવી હોય તો, આપણે ઘરમાં ઉપલબ્ધ એટલે કે રસોડામાં રહેલી વસ્તુઓ દ્વારા વિટામીન B12 મેળવી શકીએ છે.

વિટામિન બી 12 લક્ષણો

જે લોકો માંસાહારી હોય છે, તેમને વિટામીન B12 ની સમસ્યા થતી નથી, પરંતુ શાકાહારી લોકોમાં સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. માંસ અને મટનમાં વિટામિન B12 વધુ માત્રામાં રહેલું હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે, માંસ જેટલું કે એના કરતાં પણ વધુ વિટામીન B 12 અમુક પદાર્થોમાં પણ જોવા મળે છે. તો ચાલો એના મૂળ સ્ત્રોત વિશે જાણીએ.

વિટામીન B12 આપણા ચેતાતંત્રમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં રક્તકણોનું નિર્માણ કરવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે. તમને વિટામિન B 12 ની ઉણપ હોય તો લાલ રક્ત કણોનું પ્રોડક્શન ખૂબ જ ઘટી જાય છે. જેના લીધે શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે. B12 ની ઉણપના કારણે મુખ્ય સમસ્યાઓ જેવી કે ચક્કર આવવા, અશક્તિ લાગવી, થાક લાગવો, નબળાઈ આવી જવી, ત્વચાને લગતી સમસ્યા થવી, ચામડી પીળી થવા લાગવી અને એનીમિયા જેવી સમસ્યા પણ થાય છે.

vitamin b12.

તેની ઉણપથી સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, ત્વચા પણ ડલ થઈ જાય છે, તો ક્યારેક સ્કિન પર કાળા ચાઠા પણ પડી જાય છે.

વિટામિન B12ની ઉણપના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર પણ આવે છે, ખાસ કરીને જ્યારે તમે કામ કરો છો ત્યારે આવું વધુ થાય છે. આવું તમારા શરીરમાં રક્ત કણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો, એના કારણે થાય છે. વિટામિન B12નું અન્ય એક લક્ષણ છે, દ્રષ્ટિ નબળી થવી કે, ધૂંધળું દેખાવું. B12ની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો જ્ઞાન તંતુઓ જે આંખ સાથે જોડાયેલા છે તેને નુકસાન થાય છે.

વિટામિન બી 12 ના સ્ત્રોતો | વિટામિન બી 12 ની દવા

સોયાબીન :-

સોયાબીનમાં B12 ભરપૂર માત્રામાં રહેલું હોય છે. એના માટે તમે સોયામિલ્ક, ટોફુ કે સોયાબીન ખાઈ શકો છો.

મગફળી :-

મગફળી પણ સરળતાથી મળી રહે છે. મગફળીને પણ તમે આગલા દિવસે સવારે પલાળીને બીજા દિવસે તેનું સેવન કરી શકો છો. તેના પણ ફણગા ફૂટે છે. જો ક્યારેક એવું બને કે તેના ફણગાના ફૂટે તો પણ કંઈ વાંધો નથી, પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

દૂધ અને દહીં :-

વિટામીન B12 ની વાત કરવામાં આવે તો દૂધ અને દહીં પણ એના માટે મુખ્ય સ્ત્રોત છે. દૂધ અને દહીમાં પણ ભરપૂર માત્રામાં B12 રહેલું હોય છે. જો તમે રોજ એક વાટકી જેટલું મોળું દહીંનું સેવન કરો તો, એમાંથી સારા પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.

બ્રાઉન રાઈસ :-

બ્રાઉન રાઈસ શરીરમાં વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે. આ ચોખામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. તો આપણે વ્હાઈટ રાઈસની જગ્યાએ બ્રાઉન ચોખાનો ઉપયોગ કરવો જોઈએ. આ ચોખામાં ઉપર રહેલું બ્રાઉન કલરનું પડ વિટામીન B12નો ભરપૂર ભંડાર છે, માટે આ બ્રાઉન કલરના ચોખાની ખીચડી બનાવીને તેને મોળા દહીં સાથે પણ ખાઈ શકાય આ રીતે મોળું દહીં નાખીને ખાવાથી બમણો ફાયદો થાય છે.

મગ :-

મગમાં સૌથી વધુ B12 રહેલું હોય છે, પરંતુ તેનું કઈ રીતે સેવન કરવું, એના વિશેની માહિતી તમને જણાવીએ તો, એના માટે મગની સૌપ્રથમ રાત્રે પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેને ખાવા જોઈએ. જેમ બને તેમ મગ ના ફણગા વધુ ફૂટે તેમ વધારે લાભદાયક હોય છે. કારણ કે ફણગામાં સૌથી વધારે B12 નો સ્ત્રોત રહેલો હોય છે. ઉપરાંત બીજું કઠોળ પણ તમે પણ ફણગાવીને ખાઈ શકો છો. ઉપરાંત મોટાભાગે તો કઠોળમાં મગનો જ ઉપયોગ કરવો. દરરોજ સવારે તમે નિયમિતપણે એક વાટકી જેટલા મગનું સેવન કરી શકો છો. એનાથી ક્યારેય પણ B12 ની ઉણપ થશે નહીં.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- દવા વગર શરદી-કફ અને ઉધરસને મટાડો કરો આ ઉપાય

અમને આશા છે કે આજની માહિતી તમને જરુરથી ઉપયોગી થશે.

Leave a Comment