આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે લોકોનું પેટ સાફ થતું નથી. એવા લોકો માટે કેટલા ઘરગથ્થુ ઉપચાર દર્શાવેલા છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. મોટાભાગના વ્યક્તિઓને મળ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે પેટ સાફ ન થવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. મોટાભાગની વ્યક્તિઓને સતત પેટમાં ચૂકવતી હોય છે મોટાભાગના વ્યક્તિઓને અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ રહેતી હોય છે. મોટાભાગે વ્યક્તિઓને પેટ સાફ ના થવાથી કબજિયાત સમસ્યા થતી હોય છે. આપણે જોયું છે કે અને કદાચ અનુભવ્યુ પણ હશે કે મોટાભાગના વ્યક્તિઓ દિવસમાં ત્રણથી ચાર વાર ટોયલેટ જતા હોય છે અને છતાં પણ તેમનો પેટી બરાબર રીતે સાફ થતું નથી. પેટ સાફ ન થવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે.
આધુનિક સમયમાં મોટાભાગની વ્યક્તિઓ પોતાની તરફ જીવનશૈલી અને ખરાબ ભોજન ના કારણે આ સમસ્યાનો સામનો કરતી હોય છે. મોટાભાગે વ્યક્તિઓ બજારમાં મળતા તીખા, તળેલા અને મેદાયુક્ત ખોરાકનું સેવન વધુ પડતું કરતા હોય છે. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ વધે છે.
માટે આજે અમે તમને પેટ સાફ કરવા માટેના ઘરેલુ ઉપચાર બતાવીશું. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ ઉપાય કરવા માટે તમારી તમારા વજન પ્રમાણે એરંડિયાનું તેલ લેવાનું છે.
જો તમારું હોય જાન 50 કિલોગ્રામ જેટલું હોય તો, આ ઉપાય કરવા માટે તમારે 50 ગ્રામ જેટલું એરંડિયાનું તેલ લેવાનું છે. આ રીતે વજન પ્રમાણે એરંડિયાનું તેલ લેવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એરંડિયાના તેલને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેને સવારે સેવન કરવાનું છે. આ ઉપાય કરવાથી 10 જ મિનિટમાં તમારી ટોયલેટ જોવું પડશે અને યોગ્ય રીતે પેટ પણ સાફ થઈ જશે. આયુર્વેદિક શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તમે પાણી પીવો છો, ત્યારે સહેજ હૂંફાળૂ પાણી પીવું જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે 10 થી 15 મિનિટે હુંફાળું ગરમ પાણીનું સેવન કરવાનું છે.
જ્યારે તમે આયુર્વેદિક ઉપાય કરશો ત્યારે દિવસમાં ત્રણથી ચાર વખત ટોયલેટ જવું પડશે. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં રહેલો વધારાનો બધો જ કચરો મળ દ્વારા બહાર નીકળી જશે. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી તમારા આંતરડા કાચ જેવા સાફ થઈ જશે. પેટની યોગ્ય સફાઈ થવાથી પેટ સંબંધિત દરેક પ્રકારની સમસ્યા માંથી પણ છુટકારો મળશે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જ્યારે પણ તમે આ ઘરગથ્થુ ઉપચાર કરો ત્યારે ખૂબ જ હળવો ખોરાક લેવો જોઈએ. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાથી અનેક પ્રકારની નાની મોટી શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
આ ઉપરાંત તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટે અન્ય બીજી વસ્તુઓનું સેવન પણ કરી શકો છો જે આ મુજબ છે.
પાલક –
પાલકમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે.
દહીંનું સેવન –
દહીં આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. દહીં કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે.
દૂધ અને ઘી પીવો –
દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવો. દૂધ અને ઘી કબજિયાત માટે રામબાણ છે. આ ઉપાય અપનાવવાથી કબજિયાતમાં બહુ જલ્દી આરામ મળે છે.
છાશ પીવી –
કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે, જો તમે આ છાશમાં 1/2 ચમચી જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ખાઓ છો, તો તે કબજિયાતથી રાહત આપશે તેમજ પેટને ઠંડુ કરશે.
ત્રિફળા પાવડર –
ત્રિફળા પાવડરનું સેવન કરવાથી તમારા શરીરમાં ઘણા ફાયદા થાય છે. ઘણા ઘરોમાં, આ પાવડર વૃદ્ધો દ્વારા નિયમિતપણે પીવામાં આવે છે. એક ચમચી ત્રિફલા પાવડર, ત્રણ વિશેષ ઓષધીય ગુણધર્મ ધરાવતા ફળોને પીસીને તૈયાર કરવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
અંજીરનું સેવન –
અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે. સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે.
પૂરતું પાણી પીઓ –
દરરોજ પૂરતું પાણી પીઓ. દરરોજ લગભગ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. લીંબુ અને કાળું મીઠું નાખીને સવારે ખાલી પેટ તેને હૂંફાળું પીવું જોઈએ. તેનાથી તમને કબજિયાતમાંથી રાહત મળશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની મહત્વની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.