વ્હાઇટ ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
- સીંગદાણા 5 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- બેસન 3 ચમચી
- પાણી 2 ચમચી
લસુની મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મેથી 250 ગ્રામ
- તેલ 1 ચમચી
- લસણ ની કડી 8
- મીઠું
શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
- જીરું 1 ચમચી
- ઝીણું સુધારેલું આદુ ½ ઇંચ
- ઝીણા સુધારેલા ટામેટા 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ 3 ચમચી
- ઝીણું સુધારેલું લસણ 1 ચમચી
- આખા લાલ મરચાં 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણું સુધારેલું લીલું મરચું 1
- હળદર 1 ચમચી
- લાલ મરચું પાવડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- ગરમ પાણી ½ કપ
- ઘી 2 ચમચી
મેથી નું શાક બનાવવાની રીત
લીલી મેથી નું શાક બનાવવા માટે મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં લીલી મેથી સાફ કરીને રાખી હતી તે નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મેથી ને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો
ગ્રેવી બનાવવા માટેની રીત
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યોહવે તેમાં સફેદ તલ, એક ચમચી જેટલું સેકેલું બેસન અને બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં સેકીને રાખેલા સીંગદાણા ના ફોતરા કાઢી ને નાખો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.
મેથી નું શાક નો વઘાર કરવાની રીત
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.સુની મેથી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું આદુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ધીમા તાપે પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક ચમચી જેટલુ ઘી નાખો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી લસુની મેથી નું શાક. હવે તેને બાજરા, જુવાર કે મકાઈ ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ લસુની મેથી નું શાકનો આનંદ માણો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે