વેજ દમ હાંડી બનાવવાની રીતચ – dum handi recipe

શાકને બનાવવા માટેની જરૂરી સામગ્રી
પનીર ના ક્યૂબ 3-5
વટાણા ૨ કપ
મીઠું
કાજુ 4-5
પાણી ½ કપ
એલચી 2-3
બટેટા 3
ટામેટા 5
ફૂલ ગોબી 1
ઘી 1 ચમચી
આખા ધાણા 1 ચમચી
જીરું 1 ચમચી
લવીંગ 4
મરી 5-6
મસાલાને બનાવવાની રીત
સેઝવન ચટણી 1 ચમચી
આદુ લસણની પેસ્ટ 1 ચમચી
પાણી 4-5 ચમચી
ધાણા પાવડર 2 ચમચી
લાલ મરચું પાવડર 2 ચમચી
હળદર ¼ ચમચી

દમ હાંડી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી
લીલાં મરચાં 5
બટર ૧ ચમચી
લીલાં ધાણા 2 ચમચી
તેલ 2 ચમચી
જીરું 1 ચમચી
તેજ પત્તા 1
દૂધ ૧ કપ
સ્વાદ પ્રમાણે મીઠું

વેજ દમ હાંડી બનાવવાની રીત

શાક બનાવવાની રીત
શાક ને બાફવા માટે સૌથી પહેલાં બટેટા અને ગાજર ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખીલ્યો. હવે ફૂલ ગોબી ના મોટા ટુકડા કરી લ્યો. હવે તેને પણ પ્લેટ માં રાખી લ્યો. હવે એક ડુંગળી છોલીલ્યો.હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા,જીરું, લવિંગ, મરી,તજ અને એલચી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ટામેટા , બટેટા, ડુંગળી, ગાજર, ફૂલ ગોબી ના ટુકડા, પનીર ના ક્યૂબ, કાજુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો.હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને બંધ કરીને બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.

મસાલા ની પેસ્ટ બનાવવા માટેની રીત

એક કટોરીમાં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, સેઝવાન ચટણી,આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.

વેજ દમ હાંડી ની ગ્રેવી બનાવવા માટેની રીત

હવે કુકર ઠંડું થઈ ગયું હસે હવે તેમાં થી બટેટા, ફૂલ ગોબી, ગાજર અને પનીર ને અલગ એક પ્લેટ માં કાઢી લ્યો.
એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બાફેલાટામેટા માંથી છાલ કાઢી ને તેમાં નાખો. હવે તેમાં ડુંગળી,કાજુ અને મસાલા નું પાણી નાખો. હવે તેને સરસ થીપીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
બટેટા અને ગાજર ના ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક હાંડી મૂકો. હવે તેમાં તેલ નાખો.હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંતેજ પત્તા નાખો. હવે તેમાં મસાલા ની પેસ્ટ બનાવી ને રાખી હતીતે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંમલાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં વટાણા, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, પનીર ની ક્યૂબ અને ફૂલ ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણાસુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હાંડીને ઢાંકી દયો. હવે તેને રોટલી ના બાંધેલા લોટ કિનારી પર લગાવી ને સિલ કરી દયો. હવે તેને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયારછે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ દમ હાંડી. ગરમા ગરમ વેજ દમહાંડી નું શાક ખાવાનો આનંદ માણો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે..

Leave a Comment