કમરના દુખાવા મહિલાઓને મોટાભાગે કમરની પીડા થતી હોય છે. કંમર ની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય છે. કમર ની સમસ્યા થવાથી સ્ત્રીઓ ઘરનું કામકાજ પણ સરખી રીતે કરી શકતી નથી. ઘણી વખત તો દુઃખાવો એટલો વધી જાય છે કે, એના કારણે બેડ માંથી ઉભા પણ થઇ શકાતું નથી. સ્ત્રીઓમાં કમરની તકલીફ થવાના ઘણાં બધાં કારણો જવાબદાર હોઈ શકે છે.
સૌથી પહેલું કારણ હોર્મોનનું અસંતુલન, શરીરમાં કેલ્શિયમની ઉણપ, ત્રીજુ વધુ પડતું કામ કરવાને કારણે, આરામ મળતો ન હોય ત્યારે ઘણા લોકો કમરના દુખાવામાંથી રાહત મેળવવા માટે ગોળીઓ ખાતા હોય છે. પરંતુ જો તમે કમર ની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ અને ગોળીઓ ખાવા ઇચ્છતા નથી તો તમે ઘરેલુ ઉપચાર કરીને રાહત પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો આજે એનો રામબાણ ઉપાયો વિશે જાણીએ.
કમરના દુખાવા ની દેશી દવા | કમર દર્દ નો ઈલાજ
હર્બલ બામ વડે મસાજ કરવો – કમરનો દુખાવો વારંવાર થવાથી તમે એવા ઉપાય વિશે વિચારો જે ખૂબ ઝડપથી રાહત આપે. એના માટે તમે ઘરે જ બનાવેલા બામનો ઉપયોગ કરી શકો છો. ઘરે બનાવેલો હર્બલ બામ ખૂબ જ ઝડપથી દુખાવાને ઓછો કરે છે. આ બામ લઇને તમારી પીઠને પર મસાજ કરવો. આ બામ ગરમી પેદા કરે છે અને પીડા દૂર કરવા માટે મદદરૂપ થાય છે.
બામ બનાવવાની રીત – એક વાટકી ફુદીનાનું તેલ લેવું. તેમાં અજમો નાખો. ત્યાર પછી બંનેને ગેસ પર ગરમ કરો. તેમાં થોડું પાણી ઉમેરવું. આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી, ડબ્બામાં બોટલમાં ભરી લેવું. આ બામ જ્યારે દર્દ થાય તે સમયે લગાવવું.
મહુડાના તેલથી માલિશ કરવી – મોહુડાના તેલ માં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે. જેના કારણે એ તેલ થી માલિશ કરવાથી જૂનામાં જૂનો દુખાવો પણ દૂર થઈ જાય છે. જો તમને સતત પીઠ પર દુખાવો થતો હોય તો, તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં આ તેલથી કમર અને પીઠ પર માલિશ કરવી જોઈએ.
મહુડાના તેલ માં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે માટે તે સ્નાયુઓમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સોજો ઉપરાંત દુખાવો પણ દૂર કરે છે. તમારે મહુડાના તેલનો ઉપયોગ કરવા માટે બીજું કંઈ વધુ કરવાની જરૂર હોતી નથી. તમારે ફક્ત મહુડાનું તેલ લેવાનું છે અને તેને થોડું ગરમ કરીને કમર અને પીઠ પર માલિશ કરવી.
લવિંગ માંથી બનાવેલી બામ – જો તમને નિયમિત પીઠ અને કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય તો, તમારે લવિંગ માંથી બનાવેલા બામનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે. જે દર્દથી રાહત મેળવવામાં ખૂબ જ મદદ કરે છે. લવિંગ ના બામ ને ગાયના ઘીમાં બનાવવામાં આવે છે. જે ઓમેગા 6 થી ભરપુર છે.
તે તમારા હાડકા અને સ્નાયુઓમાં ભેજ લાવવા માટે લુબ્રિકન્ટ નું કામ કરે છે. તે તમારા હાડકાં લવચીકતા લાવે છે અને પીડા દૂર કરે છે. આ બામ બનાવવા માટે તમારે ફક્ત બે વસ્તુઓ નો ઉપયોગ કરવાનો હોય છે. જેમા ગાયનું ઘી અને લવિંગ નો પાવડર નાખીને મિક્સ કરીને પકાવવું. તે જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે ડબ્બામાં બંધ કરીને ફ્રીઝમાં રાખી દેવું. જો તમે ઈચ્છો તો તેને બહાર પણ રાખી શકો છો. આ બામ વડે કમર પર મસાજ કરવો.એનાથી તરત જ દુખાવામાં રાહત મળે છે.
નીલગીરીના તેલનો ઉપયોગ કરવો – હૂંફાળા પાણીથી ભરેલી ડોલમાં નિલગિરીના તેલના થોડા ટીપા નાખવા. આ પાણીથી દરરોજ સ્નાન કરવું. આ પાણીથી તમારી કમરને ભીંજવવી. આ રીતે આ તેલનો ઉપયોગ કરવાથી તમારી ચેતા અને સ્નાયુઓને આરામ મળે છે, અને પીઠ અને કમરનો દુખાવો પણ દૂર થઇ જાય છે.
કમર ના દુઃખવાના અન્ય ઘરગથ્થુ ઉપચાર પણ તમે કરી શકો છો, જે આ પ્રમાણે છે.
જાયફળને પહેલાં પાણીમાં પલાળો, પછી તેને ઘસીને તલના તેલ સાથે મિક્સ કરવું. ત્યારપછી તેને ગરમ કર્યા બાદ ઠંડુ થવા માટે મૂકી દો. ઠંડુ થયા બાદ કમર દુખતી હોય તે જગ્યાએ માલિશ કરવાથી દુઃખાવાથી રાહત મળશે.
રાત્રે ઘઉંના દાણાને પાણીમાં ભીંજવો સવારે તેને ખસખસ અને ધાણા સાથે દૂધમાં મિક્સ કરી આની ચટણી બનાવવી, અઠવાડિયામાં 2 વખત આ ચટણી ખાવાથી કમરનો દુઃખાવો જતો રહેશે. આ ઉપરાંત લવિંગ અને એલચીનું તેલ બરાબર માત્રામાં મિક્સ કરીને દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આ લેખની મહત્વપૂર્ણ માહિતી કમરના દુખાવા તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.