લોહી વધારવા માટે આપણા શરીરમાં રક્ત કોશિકાઓ બે રંગની હોય છે. સફેદ અને લાલ તેવામાં જ્યારે લાલ રક્ત કોશિકાઓ ઓછી થવા લાગે ત્યારે, શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે. જેને એનેમીયા કહેવામાં આવે છે. આપણા શરીરમાં આયર્નનો વધારો કરીને લોહીની કમીને પૂરી કરી શકાય છે.
આપણા શરીરમાં જ્યારે લોહીની ઉણપ હોય છે. ત્યારે અનેક રોગો સામે લડવાની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે અનેક રોગો થવાનું જોખમ પણ વધી જતું હોય છે. જ્યારે નાના બાળકોમાં લોહીની ઉણપ હોય છે ત્યારે, બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ ઓછો થાય છે.
જ્યારે મહિલાઓમાં લોહીની ઉણપ થાય છે ત્યારે મહિલાઓનો પિરિયડનો સમય અનિયમિત થઈ જાય છે. લોહીની ઉણપ મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે. શરીરમાં લોહીની ઉણપ થવાથી આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન સી ની ઊણપ થવા લાગે છે. આપણા શરીરમાં લોહીની ઊણપને દૂર કરવા માટે ફળ અને હેલ્ધી જીવનશૈલીનો સમાવેશ કરવો જોઈએ. એનાથી લોહીની ઉણપ દૂર કરીને અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી લોહીની ઊણપ દૂર થાય છે અને સાથે લોહી પણ શુદ્ધ થાય છે.
લોહી વધારવા માટે | લોહી વધારવા માટે દવા
પાલક
પાલક લોહીની ઊણપને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બાળકોમાં સારી માત્રામાં વિટામીન સી, કેલ્શિયમ, વિટામિન એ અને આયર્ન જેવા પોષક તત્વો રહેલા છે. પાલક ખાવાથી થોડા જ સમયમાં લોહીની ઉણપ દૂર થઈ જાય છે. પાલક નુ શાક પણ બનાવીને ખાઈ શકાય છે. ઉપરાંત તેનું સૂપ બનાવીને પણ સેવન કરી શકાય છે. જો તમે પાલકનું નિયમિત સેવન કરો તો થોડા જ સમયમાં લોહીની ઊણપ દૂર થાય છે અને આંખોનું તેજ પણ વધે છે.
ટામેટા
ટામેટા લોહી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એના માટે રોજ ટમેટાં અને આહારમાં સલાડ તરીકે ખાઈ શકો છો. આ ઉપરાંત ટામેટાનો જ્યુસ અને સૂપ પણ પી શકાય છે. શરીરમાં લોહીની ઉણપ દૂર કરીને હિમોગ્લોબીન વધારવા માટે ટામેટા ને આહારમાં સામેલ કરવા જોઇએ.
દેશી ગોળ
ગોળ ભરપૂર માત્રામાં આયર્ન રહેલ છે. માટે ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. ગોળને બપોર અને રાત્રિના સમયે આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત અમે ગોળ અને શીંગ નું સેવન પણ કરી શકો છો. આ બંને જોડે ખાવાથી ખૂબ જ ઝડપથી શરીરમાં લોહીની માત્રામાં વધારો થાય છે. આ ઉપરાંત શરીરને મજબૂત બનાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. નિયમિત સેવન કરવાથી શરીરમાં રહેલ લોહીની ઊણપ દૂર થાય છે અને લોહી પણ શુદ્ધ બને છે.
દૂધ અને ખજુર
શરીરમાં લોહીની ઊણપને દૂર કરવા માટે દૂધને ખજૂર ખૂબ જ મહત્વ ના છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન જેવા પોષક તત્વો રહેલા છે. શરીરમાં લોહી વધારવા માટે રાત્રે સૂવાના 30 મિનિટ પહેલા એક ગ્લાસ હૂંફાળું ગરમ દૂધ કરીને રાખવું. ત્યાર પછી તેમાં ખજૂર નાખીને પંદરથી વીસ મિનિટ સુધી ઢાંકી રાખવું. ત્યાર પછી અને સૂતા પહેલા પીવું જોઈએ.
બીટ
બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. બીટના જ્યુસમાં ભારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય છે. જેના કારણે વધતી ઉંમરમાં બીટ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મગજમાં લોહીના ફ્લોને ફાસ્ટ કરે છે જેનાથી એમને ભૂલવાની બિમારી થતી નથી.
અંજીર
અંજીરને પલાળી દેવા, એને ઢાંકીને રાખી દો, સવારે ઉઠીને આ પાણી પી લેવું અને આ અંજીરને ચાવીને ખાઈ લેવું. આ રીતે દરરોજ ખાલી પેટ આ રીતે અંજીર ખાઈને આ રીતે પ્રયોગ કરી શકાય છે. આ પ્રયોગ કરવાથી શરીરમાં કુદરતી રીતે લોહી બને છે. આ ઉપાય કરવાથી માત્ર 15 દિવસમાં લોહીની સંપૂર્ણ ઉણપ પૂર્ણ થઈ જશે.
આ ઉપરાંત આ બંને ઉપાય પણ ફાયદાકારક બને છે.
– થોડું મધ એક ગ્લાસ બીટ નો રસ ભેળવીને પીવાથી શરીરમાં આયર્નનું પ્રમાણ વધે છે. જેનાથી લોહી બને છે.
– સોયાબીનમાં વિટામીન અને આયર્ન નું પ્રમાણ વધુ હોય છે. સોયાબીનને બાફીને ખાઈ શકાય છે. એનીમિયાના રોગી માટે તેનું સેવન ફાયદાકારક છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજ ના લેખ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
1 thought on “સાત દિવસમાં લોહી વધારવા માટે કરો આ ઘરેલું ઉપાય”