કેરી ની ગોટલી ના ફાયદા ક્યારેક તો તમે આ કહેવત તો સાંભળી જ હશે ‘ આમ કે આમ ગૂથલીયો કે દામ ‘ આ કહેવતને ઘણા લોકો કહેતા પરંતુ તમે જાણતા જ હશો કે, ફળોનો રાજા કેરી ખાવામાં સ્વાદિષ્ટ ને ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી પણ વધુ તેની ગોટલી ફાયદાકારક અને રામબાણ સાબિત થાય છે.
આપણી કેરી ખાઈને ગોટલા ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ જો આપણે તેના વિશેષ લાભ વિશે જાણીશું તો, ગોટલી ફેકતા પહેલા આપણે હજાર વાર વિચાર કરીશું. કેરીની ગોટલી ના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગોટલી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
100 ગ્રામ કેરીની ગોટલી માંથી બે કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતા પર 50 ઘણા પોષક તત્ત્વો ધરાવતી ગોટલીને કચરામાં ફેંકી દેવામાં આવે છે. કેરીની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઈટોકેમિકલ્સ રહેલા હોય છે.
માનવ શરીરમાં વિટામિન ડી સિવાય વિટામિન બનતા નથી. આ વિટામિન મેળવવા માટે આપણે આહાર પર જ આધાર રાખવો પડતો હોય છે. કેરીની ગોટલી માંથી વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ઇ મળે છે. જે શરીરમાંથી કચરો દૂર કરે છે. એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ મહત્વ છે.
કેરીની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આયર્ન, મેંગેનીઝ અને ખનીજ તત્વો મળી રહે છે. કાજુ અને બદામ કરતા પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં રહેલાં છે. ઉપરાંત શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.
કેરી ની ગોટલી ના ફાયદા
બ્લડ પ્રેશર
જો કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.આ ઉપરાંત કેરીની ગોટલી હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીની ગોટલીનો પાઉડર ખાવાથી હૃદયરોગ અને હૃદય સંબંધિત બીમારીઓમાં પણ લાભ મળે છે. ઉપરાંત રક્ત પ્રવાહ પણ સામાન્ય રહે છે.
ચરબી ઘટાડવા માટે ઉપયોગી
આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોના મોટાપા ના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. નાની વયના લોકોમાં પણ ફાંદ દેખાવા લાગી હોય છે. આવામાં કેરીની ગોટલી નો પાવડર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટે છે અને વજન વધતું નથી ઉપરાંત કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.
કોલેસ્ટ્રોલ
હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય સાથે સાથે ગોટલી કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખે છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશનને પણ વ્યવસ્થિત રાખે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની ના લેવલ ને કંટ્રોલ કરે છે.
દાંત નો દુખાવો
આજે લોકોમાં દાંત ના દુખાવાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેનાથી લોકો મીઠી વસ્તુ ખાઈ શકતા નથી. એવામાં આંબા ના સૂકા પાંદડા બાળી ને તેમાં ગોટલીને પીસીને તેનો પાઉડર બનાવીને દરરોજ સવારે આ પાવડરને ટૂથબ્રશ લર લઈને દાંત સાફ કરવા. આ ઉપાયથી દાંતના દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત થોડા સમયમાં જ દુખાવો દૂર થઇ જાય છે. એ સિવાય દાંતની પીળાશ પણ દૂર થઈ જાય છે અને દાંત ચમકવા લાગે છે. દરરોજ નિયમિત આ ઉપાય કરવાથી દાંત મજબૂત બને છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.
વિટામિન 12
ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બીટવેલ ની ઉણપ હોય છે તે દૂર કરવા માટે ગોટલી ખૂબ જ મદદરૂપ બની શકે છે કે ખાધા પછી કચરામાં ફેંકી દેવામાં આવતી ગોળીનો ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાં વિટામિન બી-12 ની ઊણપ દૂર થાય છે.
સુગર લેવલ નિયંત્રણમાં રાખે છે
ગોટલીમાંથી મળતું મેન્ગીફેરી નામનું ઘટક માનવ શરીરમાં સુગર લેવલ પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. જેથી ડાયાબિટીસના વ્યક્તિઓ માટે કેરીની ગોટલી આશીર્વાદ સમાન બની રહે છે.
ડાયરિયા
જો વારંવાર ડાયરીયાની સમસ્યા હોય તો, કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટીને દિવસમાં બે ચમચી ત્રણ વખત લેવાથી ડાયરિયા ની સમસ્યા દૂર થાય છે.
માથાની જૂ
કેરીની ગોટલી માથાની જૂ પણ દૂર કરે છે. એના માટે કેરી ના ઝાડ ની સૂકી છાલ અને કેરીની ગોટલીને સુકવીને તેને બારીક પાઉડર બનાવીને પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરવો, તેને માથામાં લગાડવું જોઈએ. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી માથાની જૂ દૂર થઈ જાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની વિશેષ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.