જ્યારે ઉનાળાની શરૂઆત થાય અને માટે ગરમી થવા લાગે ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં જે ફ્રુટ ખાવાની ઈચ્છા થાય, તે તરબુચ. તરબુચ નો ઉપયોગ ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. એક તરબૂચ ની અંદર 90 થી 95 ટકા જેટલું પાણી રહેલું છે. જે આપણા શરીર માટે ઉનાળામાં પૂરતું છે.
હવે તરબૂચ કોણે ખાવું અને કોણે ખાવું જોઈએ નહીં. સવાર-બપોર-સાંજ માંથી કયા સમયે ખાવું, ભૂખ્યા પેટે કે જમ્યા બાદ ખાવું. એના વિશેની બધી જ માહિતી આજે અમે તમને આ લેખમાં જણાવીશું.
સૌથી પહેલા વાત કરીએ તરબૂચ ની અંદર રહેલા તત્વોની તો તરબૂચ માં સૌથી વધુ પ્રમાણમાં સુગર રહેલું છે. બીજું પ્રોટીન છે, ઉપરાંત મેગ્નિશિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ પણ સારું રહેલું છે, ફાઇબર રહેલું છે, વિટામીન એ, પોટેશિયમ અને વિટામિન સી જેવા તત્વો પણ તરબૂચમાં ભરપૂર માત્રામાં રહેલાં છે.
ઉનાળાની ગરમીમાં શરીર માટે ડીહાઇડ્રેશન થી રક્ષણ મેળવવું હોય તો શરીરને જરૂરી માત્રામાં પાણી પૂરું પાડવું પડે છે. તો પાણી સિવાય બીજો કોઈ એનો વિકલ્પ હોય તો એ તરબૂચ છે. તરબૂચ પ્રોટીન ધરાવે જ છે. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઉનાળામાં જળવાઈ રહે છે. શરીરમાં નબળાઈ અને કમજોરી આવતી નથી.
પરંતુ તમને જણાવી દઈએ કે, તરબૂચમાં શુગરની માત્રા વધુ રહેલી છે. જે ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક થઇ શકે છે. માટે તરબૂચ વધારે પડતું ખાવાથી તમારા શરીરમાં ડાયાબિટીસની સમસ્યા પણ જતા સમયે ઉભી થઇ શકે છે.
તરબૂચ ખાવાના ફાયદા
તો જે લોકોને ડાયાબિટીસની સમસ્યા એ લોકોએ તરબૂચથી અંતર બનાવીને રાખવું જોઈએ. હવે કયા સમયે તરબૂચ ખાવું જોઈએ તો, એનો ખાવાનો સારો સમય સવારનો ગણવામાં આવ્યો છે.
તરબૂચ ખાવા માટે જણાવવામાં આવ્યું છે કે, સવારે 11 થી લઈને 2:00 સુધીના જે સમજે તે તરબૂચ ખાવા માટે અનુકુળ સમય છે. તેવું આયુર્વેદમાં પુસ્તકોમાં દર્શાવવામાં આવ્યું છે. હવે જાણીએ તરબૂચ ક્યારે ન ખાવું જોઈએ. તરબૂચ રાત્રે ખાવું જોઈએ નહીં. રાત્રે તરબૂચ ખાવાથી પેટ ભારે થઇ શકે છે.
તમે જમ્યા પછી તરબૂચનું સેવન કરો તો, તમારું પેટ વધુ ફૂલી શકે છે. જેને કારણે તમને બેચેની અને ગેસ થઈ શકે છે. સવારે તમને કબજિયાતનો સામનો પણ કરવો પડે એવું બની શકે છે. પેટમાં પાણી વધવાને કારણે રાત્રે ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે અથવા વધારે પડતો પેશાબ આવવાના કારણે વારંવાર ઉઠવું પડે છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે અથવા ઊંઘ ન આવે એવું બને. ઊંઘ ન આવવાથી શરીરમાં કમજોરી આવી શકે છે, તો રાત્રે તરબૂચ ખાવું જોઈએ નહીં.
હવે તરબૂચની સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ નહીં તે વિશે જાણીએ. તો તમારે ખાટા ફળો નુ સેવન કરવું જોઈએ નહીં. કારણ કે, બંને વસ્તુઓ જે તમારા પેટમાં એસિડ વધારી શકે છે. તમારા શરીરમાં હાથ-પગમાં છાતીમાં બળતરા થઈ શકે છે. તો ખાટી વસ્તુઓ અને ખાટા ફળો નુ સેવન કરવું જોઇએ નહીં.
તરબૂચ ખાધા પછી તમારે એક કલાક સુધી પાણી પીવાનું નથી કારણ કે, આના કારણે પણ વ્યક્તિને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. બીજી વસ્તુ કે તરબૂચ ખાધા પછી ગરમ વસ્તુઓ ખાવી જોઈએ નહીં. કારણ કે એ બન્ને એકદમ વિરુદ્ધ છે જે આપણા શરીરમાં મોટામાં મોટું નુકસાન ઊભુ કરી શકે છે.
હવે જાણીએ કે દિવસમાં કેટલા પ્રમાણમાં તરબૂચ ખાવું જોઈએ. તો જે લોકો વધારે ફીટ છે, તેવા લોકોએ દિવસમાં 300 ગ્રામ જેટલું તરબૂચ ખાવું જોઈએ. બાકી તમે 200 ગ્રામ કે 300 ગ્રામ સુધી તરબુચ ખાઈ શકો છો. જો વધારે પડતું તરબૂચ ખાવામાં આવે તો શરીરમાં પાણી વધી જાય છે. જેના કારણે શરીરમાં લોહી પણ વધી શકે છે અને એક સમયે આપણા શરીરમાં સોજા આવવાની સમસ્યા થઈ શકે છે. હાથ પગમાં સોજા આવી શકે છે. થાક પણ લાગી શકે છે. કમજોરી આવી જાય છે, એટલે આ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, તરબુચ ખાવાનો સમય, કોણે-કોણે તરબૂચ ખાવું જોઈએ નહીં એ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
જે લોકોને લીવરની સમસ્યા હોય તેમણે પણ તરબૂચનું સેવન જ ઓછી માત્રામાં ખાવું જોઈએ. કારણ કે, આની અંદર એક પ્રકારનું સુગર રહેલું છે. જે લીવર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી વિશેષ માહિતી તમે જરૂરથી પસંદ આવશે.