આયુર્વેદ પ્રમાણે રાત્રે ભોજનમાં ક્યારેય આ વસ્તુઓ ખાવી જોઈએ નહીં

તમે ઘણી વખત એવું સાંભળ્યું કે દિવસ પૂરો થાય એની પહેલા ભોજન કરી લેવું જોઈએ. કારણકે આપણા આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે. દિવસ પૂરો થાય તે પહેલાં રાતનું ભોજન કરી લેવું જોઈએ. જો તમે ક્યારેક વડીલો ને પૂછો કે પહેલાના સમયમાં ક્યારે ભોજન કરતા હતા ? તો તેનો જવાબ એમ જ હોય કે સાત વાગ્યે ભોજન કરતા હતા. આ વસ્તુ અત્યારે આપણે હિન્દુ ધર્મમાં ઓછી થવા લાગે છે, પણ હજુ જૈન ધર્મના લોકો આ નિયમ પાડે છે. દિવસ પૂરો થાય તે પહેલાં ભોજન કરવાથી ઘણો ફાયદો થાય છે.

આજના લેખમાં અમે જણાવીશું ક, રાત્રે મોડું ભોજન કરવાથી કેટલીક ભયંકર બીમારી પણ શરીરમાં થઈ શકે છે. રાત્રે કોઈ કારણસર જમવાનું મોડું થાય તો કેવું ભોજન કરવું જોઇએ નહીં, તે પણ જાણી લેવું જરૂરી છે. તો ચાલો આજે જાણીએ કે કઈ કઈ વસ્તુ નું સેવન સૂર્યાસ્ત પછી કરવું જોઈએ નહીં.

જે લોકોની ઉંમર 50 વર્ષથી વધુ હોય તેમને રાત્રીના ભોજનમાં અન્ન ઓછું લેવું જોઈએ. તેઓએ શાકભાજી, ફળ, દૂધ જેવી વસ્તુઓ વધારે લેવી જોઈએ. તેનાથી પેટ સાફ રહે છે. ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ થતી નથી. કોઈપણ ઉંમરના વ્યક્તિને રાત્રિભોજન પછી ચૂર્ણ જેવી વસ્તુ ખાવી જોઈએ નહીં, તેનાથી આંતરડાને નુકસાન થાય છે અને આગળ કબજિયાતની સમસ્યા ઊભી થાય છે. વધારે ખાવા કરતાં ઓછું ખાવું વધુ સારું રહે છે.

રાત્રિના 8 વાગ્યા પછી મસાલાવાળો ખોરાક, વધારે તીખો ખોરાક, વધારે એસિડ વાળો ખોરાક ખાવો જોઈએ નહીં.ઘણાં લોકોને ભોજન કર્યા પછી ઘણાં લોકોને ચા કે કોફી ની આદત હોય છે. આ ટેવ શરીરમાં જલન ઉત્પન્ન કરે છે, અને પેટ થોડા સમયમાં ખરાબ થવા લાગે છે, જો તમે પણ આ વસ્તુનું સેવન ભોજન કર્યા પછી કરતા હોય તો, બંધ કરી દેવું જોઈએ, નહીં તો એનાથી નુકસાન પહોંચે છે.

ખોરાક

જો રાત્રે સલાડ બનાવીને ખાવું હોય તો, તેની સાથે ક્યારેય પણ દૂધ લેવું જોઈએ નહીં. બને તો દહીં અને ડુંગળીનું સેવન કરવું નહીં. તેની સાથે દૂધ ક્યારે લેવું નહીં. રાત્રિનું ભોજન હંમેશા હળવું કરવુ. જેટલું બને એટલું વહેલું રાત્રિ ભોજન કરવું. મોડું કરેલું ભોજન બરાબર પચતું નથી અને આંતરડાને તકલીફ આપે છે. જે આગળ જતા કબજિયાતની સમસ્યા ઊભી કરે છે.

રાત્રે વહેલા ભોજન કરવાથી અનેક પ્રકારના પેટના રોગોથી બચી શકાય છે. રાત્રે સૂર્યની ગરમી રહેતી નથી. તેના કારણે ઘણાં સૂક્ષ્મ કીટાણુઓ ઉત્પન્ન થાય છે. અને ભોજનમાં ચોટી જાય છે. જે પેટ માં જતા રહે છે માટે બને તો સૂર્ય આથમ્યા પછી તરત જ જમી લેવું. એટલે ઉત્પન્ન થયેલા કિટાણું પેટમાં જતા અટકી જશે.

આમ તો ગમે તે ખોરાક તાજો બનાવીને ખાવામાં આવે તો ફાયદાકારક રહે છે. પરંતુ રાત્રે સૂરજ આથમ્યા પછી પેટમાં રહેલો અગ્નિ મંદ થવા લાગે છે. જેથી ભોજન પચવામાં સમય લાગે છે. આયુર્વેદ પ્રમાણે સૂર્ય આથમ્યા પછી તરત ભોજન કરી લેવું જોઈએ કારણ કે એનાથી જઠરાગ્નિ તેનું કાર્ય સમયસર કરી શકે, જેનાથી ભોજન સમયસર પચે છે.

દરરોજ સાંજે 7 થી 7.30 ના સમય વચ્ચે ડિનર કરી લેવું જોઈએ. એ સમયે 50 % જ ખોરાક ખાવો, એટલે કે બપોરે ચાર રોટલી કરતા હોય તો સાંજે એક કે બે જ ખાવી. સાથેજ સાંજના ખોરાકમાં ખીચડી ખાવી જોઈએ કારણ કે તે સરળતાથી પચી જાય છે.

તો ક્યારેક ફ્રુટ અથવા સલાડ ખાવા જોઈએ, પણ ઘણાં રિસર્ચમાં એમ કહેવામાં આવે છે કે, રાત્રે સલાડ ખાવું જોઈએ નહીં. રાત્રી ભોજનમાં દૂધ લઈ શકાય છે. પણ ત્યારે બીજી અમુક વસ્તુઓ એની સાથે લેવી જોઈએ નહીં, અને વધુ ખવાઈ જાય નહિ એનું ધ્યાન રાખવું. ત્યારબાદ જમીને 30 થી 40 મિનિટ સુધી બેસીને આરામ કરવો સૂઈ જવું જોઈએ નહી.

ત્યારબાદ બે કિલોમીટર નિયમિત ચાલવું જોઈએ. જેનાથી સાંજે ખાધેલો ખોરાક સરળતાથી પચી જાય છે જ્યારે ચાલવાનું બંધ થાય ત્યારે મોટા ભાગનો ખોરાક પચી ગયો હોય છે. ઘણા લોકો ખૂબ મોડું ભોજન કરતા હોય છે. જેને કારણે તેઓ સવારમાં વહેલા ઉઠી શકતા નથી. કારણ કે તેમનું પેટ ભરેલું હોય છે જે ખૂબ જ આળસ કરાવે છે.

માટે રાત્રી ભોજનની આ દિનચર્યા થોડો સમય અપનાવી જુઓ તો, તમે પણ સવારે વહેલા ઊઠીને શકશો અને પેટ સંબંધિત રોગોથી પણ રક્ષણ અને છુટકારો મળશે.

અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment