એસીડીટી,મોઢામાં ચાંદા,સાંધાના દુખાવા માટેનો રામબાણ ઈલાજ

વાંસલોચનના ફાયદા વિવિધ પ્રકારના વાંસના ઝાડ માંથી બનાવવામાં આવે છે. વાસ્તવમાં તે વાંસની દાંડી હોય છે. જે બહારથી સખત અને અંદરથી થોડા પાંદડાઓ સાથે નરમ હોય છે. વાંસ લોચન ને વંશલોચન અથવા તબશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે સિલિકા અને પાણીથી બનેલો હોય છે. જેમાં ચૂનો અને પેટાશના નિશાન હોય છે. જે વાંસની કેટલીક જાતમાંથી મેળવવામાં આવે છે.

વંસલોચનનો કોઈપણ સ્વાદ હોતો નથી, પરંતુ તે જીભ ઉપર લગાવતા જ પાણી શોષી લે છે. તે ગંધહીન હોય છે અને તેની સેલ્ફ લાઈફ એક વર્ષથી પણ વધુ હોય છે. વાંસ લોચન વિશે મહત્વની વાત એ છે કે, તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, સાથે જ વૃદ્ધોથી લઈને બાળકો સુધી દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે વાંસ લોચનના ફાયદા વિશે જાણીએ.

વાંસલોચનના મહત્વના ગુણ 

વાંસ લોચન વિશે મહત્વની વાત એ છે કે, તેમાં સિલિકોન અને ડાયોક્સાઇડ રહેલું હોય છે. જે હાડકા સાંધા, કરોડરજ્જો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વાંસ લોચન શરીરની પેશીઓના સંપૂર્ણ વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદ પ્રમાણે તે ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે કામ કરે છે. જે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે શરીરની પ્રતિરક્ષા વધારે છે અને મોસમી રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.

આ ઉપરાંત તેમાં કેટલાક મહત્વના ઔષધીઓ ગુણધર્મ રહેલા છે. જેમ કે કેલ્શિયમ આયર્નથી પણ તે ભરપૂર હોય છે. ઉપરાંત તેમાં બળતરા વિરોધી, ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારનાર, એન્ટાસિડ, સંધિવા વિરોધી, એન્ટી બેકટેરિયલ ગુણધર્મ રહેલા છે. તો હવે એના વિશેષ ફાયદા વિશે જાણીએ.

વાંસલોચનના ફાયદા

પિત્ત

વાંસ લોચનની તાસીર ઠંડી હોય છે. તેથી જે લોકોને હાથ – પગમાં બળતરા અને હાથમાંથી પરસેવો આવવાની સમસ્યા થતી હોય, તેમના માટે વાંસલોચન ખૂબ જ લાભદાયક છે. તે પિત્તને શાંત કરે છે અને શરીરના અન્ય દોષ જેવા કે પિત્ત અને કફમાં સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. આ માટે તમારે વાંસ લોચન નું પાણી નિયમિત પીવું પડે છે.

મોઢાના ચાંદા માટે ફાયદાકારક

જે લોકોને થોડા – થોડા દિવસે મોઢામાં ફોલ્લાની કે ચાંદાની સમસ્યા થતી હોય, તેમણે વાંસ લોચનનું મધ સાથે સેવન કરવું જોઈએ. ખરેખર મોઢામાં ચાંદા પેટની ગરમી વધવાને કારણે થાય છે. તેમાં જે લોકોને વધુ પિત્ત હોય તેમને પણ આ સમસ્યા થતી હોય છે. તેથી વાંસ લોચન પેટની ગરમીને શાંત કરે છે અને મધ નો એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મ મોઢામાં થતા ચેપને ઘટાડે છે. જેનાથી ચાંદા મટે છે.

શરીરને ડિટોક્ષ કરે છે 

વાંસલોચન શરીરને ડીટોક્સીફાય કરે છે અને શરીરના બધા જ અંગોની કામગીરી સુધારવામાં મદદરૂપ થાય છે. તે શરીરમાંથી ઝેરી તત્વ દૂર કરે છે અને આંતરડાને પણ સાફ રાખે છે. ઉપરાંત વાંસલોચન ચયાપચયના વેગ માટે પણ મદદરૂપ છે. જે ખાવા પીવાની કામગીરીને સુધારવામાં મદદરૂપ થાય છે.

વાળના વિકાસમાં ઉપયોગી

વાંસલોચન વાળના વિકાસ માટે પણ ઉપયોગી છે અને વાળને મજબૂત બનાવે છે. આ અસર તેમાં રહેલી કુદરતી સિલિકા સામગ્રીને કારણે છે. તેમાં રહેલ સિલિકા ખરતા વાળ અટકાવે છે. તેનું નિયમિત સેવન કરવાથી વાળના ગ્રોથમાં પણ વધારો થાય છે.

એસીડીટી 

પેટમાં વધુ પડતા એસિડ ના ઉત્પાદનના કારણે એસીડીટી થાય છે. ત્યારે વાંસલોચન એમાં ખૂબ જ મદદરૂપ થાય છે. સવારે ખાલી પેટે વાંસલોચનનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે. સાથે એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમને કબજિયાતની સમસ્યા હોય, વાંસલોચન એમાં ખૂબ જ મદદરૂપ થાય છે. સવારે ખાલી પેટે વાંસલોચનનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે.

બાળકોની માટી ખાવાની આદત દૂર થાય છે 

અમુક બાળકોને માટી ખાવાની આદત હોય છે, અને તે સરળતાથી છૂટતી નથી. આવી સ્થિતિમાં વાંસલોચન આ આદતને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં વાંસલોચનને પીસીને તેમાં મધ મિક્સ કરીને, તેની ગોળી બનાવીને બાળકોને આપવામાં આવે તો, તેમની માટી ખાવાની આદત દૂર થાય છે. કારણ કે, એનાથી બાળકોમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

મહિલાઓ માટે પણ ફાયદાકારક

વાંસ લોચન મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે માસિક સ્ત્રાવનું ખેંચાણ ઘટાડવામાં મદદરૂપ થઈ છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. વળી આયર્નની ઉણપ ધરાવતી મહિલાઓ માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. અને તેમને એનિમિયાના લક્ષણમાં ઘટાડૉ કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ, વાંસલોચન સંબંધિત માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે.

Leave a Comment