ગુજરાતનું આ ફળ મગજ અને હૃદય માટે છે વરદાનરૂપ જાણો

કરમદા ના ફાયદા કરમંદા જેના વિશે તમે ક્યારેક તો સાંભળ્યું જ હશે. તો, નાના નાના આ ફળ નું નામ કેટલાક લોકો માટે નવું પણ હશે. તે સ્વાદમાં સહેજ ખાટા હોય છે. કરમંદાના ઝાડ ઉપર સફેદ ફૂલ આવે છે અને તેના ઝાડની એક ખાસ વિશેષતા છે કે, તેના એક કરતાં વધારે થડ હોય છે. આ કાંટાળા ઝાડને ગીરના માલધારીઓ ઢુંવા નામથી પણ ઓળખે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે બધા જ ઝાડ સુકાઈ ગયા હોય ત્યારે, માત્ર આ એક જ ઝાડ હોય છે. જે ગીરના સિંહને છાયડો અને આશરો આપે છે.

કરમંદા માં કેલેરી, પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, સુગર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, ફોસ્ફરસ અને કોપર જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર આ કરમંદાના ઘણા બધા ફાયદા છે.

મગજને તેજ અને પાવરફુલ બનાવવા માટે કરમંદા ખૂબ જ ઉપયોગી છે. આપણું મગજ એવું છે કે, જે શૂન્ય થઈ જાય તો, તેના વગર કોઈપણ કામ કરી શકાતું નથી. માટે તમારા મગજને વધારે તેજ બનાવવું હોય તો બોર જેવું આ નાનું ફળ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના ઘણા બધા ઔષધીય ફાયદા પણ છે. તો ચાલો કરમંદા ના સેવનથી થતા લાભ વિશે જાણીએ.

ખરાબ કોલેસ્ટ્રોલ ફાયદો થાય છે 

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. જેના કારણે જેટલું બની શકે એટલું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કરમંદાનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે, અને લોહીના પરિભ્રમણમાં વધારો થાય છે.

કરમંદા લોહીને શુદ્ધ કરીને મગજ સુધી લોહી પહોંચાડવાનું કામ કરે છે અને મગજમાં શુદ્ધ લોહી પહોંચતા મગજ ધીમે ધીમે તેજ બનવા લાગે છે. ડોક્ટરો પણ કરમંદાનું જ્યુસ પીવાની સલાહ આપે છે. ઘણા લોકોને કરમંદાનો સ્વાદ ભાવતો નથી. પરંતુ શરીર માટે તે ખૂબ જ ગુણકારી હોવાથી પીવો જોઈએ.

karmada-na-fayda.

ઓછા સમયમાં વિશેષ ફાયદા 

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, જે લોકો કરમંદાના પાવડરનું સેવન કર્યું છે, તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. 10 થી 12 અઠવાડિયામાં જ તેમની યાદશક્તિ સારી થઈ ગઈ હતી. જેમને આ પાવડર આપવામાં આવ્યો હતો એ લોકોના એમઆરઆઇ કરવામાં આવ્યા અને એમાં જોવા મળ્યું કે, મગજના જે અલગ-અલગ ભાગ હોય છે, તેમાં લોહીનો પ્રવાહ બરાબર પહોંચવા લાગ્યો હતો. જેના કારણે તેમની યાદશક્તિમાં પણ વધારો થયો હતો. જેનું મુખ્ય કારણ છે કે જે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગ્યું અને પછી લોહીનું પરિભ્રમણ મગજના જે મહત્વના ભાગ ગણાય એમાં થવા લાગ્યું.

ફક્ત 100 ગ્રામ કરમંદા હૃદયને મજબૂત બનાવે છે 

કરમંદા એટલા ફાયદાકારક છે કે, તેના સેવનથી થોડા સમયમાં જ તેની અસર ચાલુ થઈ જાય છે. કરમંદા હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં શરીરને લાંબા સમય સુધી બળતરા થતી હોય તો પણ રાહત મળે છે અને કોષ ડેમેજ થવા દેતા નથી. ડેમેજ થી બચેલા કોષ જ હૃદયને સ્વસ્થ બનાવે છે અને આપણને લાંબુ અને સ્વસ્થ જીવન આપે છે.

સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે, જો રોજ કરમંદાનું સેવન કરવામાં આવે તો ખૂબ જ લાભ મળે છે. જે લોકો રોજના 100 ગ્રામ કરમંદા ખાતા હશે તેમનું હૃદય અને મગજ એક મહિનાની અંદર પાવરફુલ કામ કરવા લાગે છે. કારણ કે શરીરમાં જમા થયેલો કચરો કરમંદા નું સેવન કરવાથી સારી રીતે સાફ થઈ જાય છે. અને હૃદયની નળીઓ પણ સાફ થઈ જાય છે.

એક રિસર્ચ પ્રમાણે – એક રિસર્ચ મુજબ 50 થી 60 લોકો એવા લેવામાં આવ્યા હતા, કે જે લોકોને 4.5 ગ્રામ કરમંદાનો પાવડર આપવામાં આવ્યો હતો અને બીજા કેટલાકની સામાન્ય પાઉડર આપ્યો. એવું નથી કે જે લોકો બીમાર હતા તે આ રિસર્ચમાં જોડાયા હતા. તેમાંથી એક પણ વ્યક્તિ એવી નહોતી કે, જે બીમાર હોય. કેટલાક જરા પણ ધૂમ્રપાન કરતા ન હતા. તેવાનો પણ સમાવેશ કર્યો હતો. આ લોકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

ત્યાર પછી થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, જે લોકોએ સતત 12 અઠવાડિયા કરમંદાનો પાવડર લીધો હતો, તેમની આશક્તિમાં અચાનક સુધારો થવા લાગ્યો હતો. મગજના કેટલાક એવા ભાગ પણ હતા જેમાં લોહી પહોંચવા લાગ્યું હતું. આ પ્રમાણે સંશોધકોનું માનવું હતું કે લાંબુ અને સારો જીવવું હોય તો કરમંદાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment