મસાલા ખીચડી બનાવવાની રીત

વાનગીની સુગંધથી જ આપણને ભૂખ લાગી જાય છે ખાવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ આજે અમે એવી રેસિપી વિશે જણાવીશું, જેને અત્યારના યુવાનો ખાવા જ નથી ઈચ્છતા, જેને જોતાં જ તેઓ મોઢું ફેરવી લેતા હોય છે. તો આજે અમે તમને સ્વાદિષ્ટ અને હેલ્ધી મસાલા ખીચડી બનાવવાની રીત જણાવીશું.

પહેલાના જમાનામાં લોકો નિયમિત રીતે રોજ ખીચડી ખાતા હતા. પરંતુ આજે મોટાભાગે લોકો ખીચડી ત્યારે જ ખાવાનું પસંદ કરે છે, જ્યારે તેમને કંઈક હલકુ ખાવાનું મન થાય અથવા તો, ભૂખ ઓછી લાગે અથવા કોઈ બીમાર હોય અને તેના મોઢાનો સ્વાદ બગડતો હોય.

તો આ રેસિપીથી જો તમે મસાલા ખીચડી બનાવશો તો, કોઈપણ વ્યક્તિને એની સુગંધથી જ ભૂખ વધી જશે. આધુનિક જીવનશૈલીમાં બાળકો કે વડીલો, દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે, તેમને ખાવાનો પણ સમય રહેતો નથી. પરંતુ આ જ આદત બહારનું ખાવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે, અને એના કારણે જ સ્વાસ્થ્ય પણ બગડતું હોય છે.

ખીચડી અનેક રીતે ફાયદાકારક છે. જે લોકોને વારંવાર પેટની સાથે જોડાયેલી સમસ્યા રહે છે તેઓએ અલગ દાળ અને કઠોળથી બનાવેલી ખીચડી ખાવી જોઈએ. દિવસમાં ઓછામાં ઓછી એકવાર આ ખીચડી ખાવી જોઈએ. કબજીયાતની સમસ્યા ધરાવતા લોકો માટે તો ખીચડી ખુબ જ ફાયદાકારક બને છે.

વેઈટ કંટ્રોલ કરવા ડાઈજેશન માટે ઉપયોગી પણ ખીચડી ખુબ જ ઉપયોગી છે. જે ડેસ્ક જોબ કરતા હોય તેમને કલાકો સુધી એક જ જગ્યા પર બેસી રહેવું પડે છે. તેમના માટે ખીચડી ખૂબ લાભકારક છે. તેઓ ડિનરમાં ખીચડી ખાઈ શકે છે.

તો આવી સ્થિતિ માં અહીં જણાવેલ આ મસાલા ખીચડી સાથે તમારા સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઇ રહેશે. તો ચાલો સ્વાદિષ્ટ મસાલા ખીચડી બનાવવાની સરળ રીત જાણીએ.

મસાલા ખીચડી બનાવવા માટેની સામગ્રી | મસાલા ખીચડી બનાવવાની રીત

બાસમતી ચોખા 100 ગ્રામ
મગની દાળ 50 ગ્રામ
લીલા વટાણા 1/2 કપ
કોબીજ 1/2 કપ
ઝીણા સમારેલા કેપ્સીકમ 1/4
બટાકુ 1 સમારેલું
ટામેટું 1 ઝીણું સમારેલું
ઘી બેથી ત્રણ ચમચી
કોથમીર ઝીણી સમારેલી
ટામેટું એક ઝીણું સમારેલું
ઘી 2 થી 3 ચમચી
કોથમીર ઝીણી સમારેલી
જીરું 1/2 નાની ચમચી
હિંગ ચપટી
હળદર 1/4 નાની ચમચી
આદુ 1/2 ઇંચનો ટુકડો ઝીણો સમારેલો
લીલા મરચા 2 બારીક સમારેલા
લાલ મરચું પાવડર 1/4
ગરમ મસાલો 1/4
મીઠું સ્વાદ પ્રમાણે
આખા ગરમ મસાલા 7 કાળા મરીના દાણા અને 2 લવિંગ ( બરછટ વાટેલા )

મસાલા ખીચડી બનાવવાની રીત :

ખીચડી ઘરે બનાવવા માટે સૌપ્રથમ બાસમતી ચોખા અને મગની દાળને સારી રીતે ધોઈ લેવા. એક કલાક સુધી પાણીમાં પલાળીને રાખવા. અડધો કલાક પછી કુકરમાં ચોખા અને દાળ અઢી કપ પાણી ઉમેરીને ઉકાળવા માટે મૂકવા.

એક સીટી થાય ત્યાં સુધી તેને કુક થવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકરનું પ્રેશર જતું રહે, ત્યાં સુધી તેમાં દાળ અને ચોખા રહેવા દેવા. એક પેનમાં બે ચમચી ઘી નાખીને તેને ગરમ કરવું. ઘી ગરમ થવા આવે એટલે એમાં જીરું નાખીને શેકવું. આ સાથે જ ગેસ ધીમો કરીને પેનમાં હિંગ, હળદર પાવડર, લીલા મરચા અને આખા મસાલા ને પણ સાંતળવા. હવે આ મસાલામાં બટાકા ઉમેરવા અને થોડા ક્રંચી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવા. ત્યારબાદ કોબીજ અને વટાણાને શેકેલા બટાકામાં એક મિનિટ સુધી ફ્રાય કરવા. જ્યારે તે ક્રંચી થાય, ત્યારબાદ કેપ્સીકમ ઉમેરીને એક મિનિટ માટે ફ્રાય કરવું.

બધા જ શાક શેકાઈ જાય ત્યારબાદ, તેમાં લાલ મરચું પાવડર મીઠું અને ગરમ મસાલો નાખવા. બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં એક કપ પાણી ઉમેરવું અને ઉકળવા દેવું. તે જ સમયે કુકરમાં દાળ ચોખાની ખીચડી બરાબર ચડી ગઈ હશે. જ્યારે પ્રેશર કુકરની હવા નીકળી જાય ત્યારબાદ ચોખા અને દાળ બરાબર ચઢી ગયા છે કે, નહીં તે ચેક કરવું.

શાકભાજીમાં વધુ એક કપ પાણી ઉમેરીને તેને ઉકળવા દેવું. જ્યારે તે ઊકળે ત્યારે તેમાં દાળ અને ચોખાની ખીચડી ઉમેરીને મિક્સ કરવી. જો ખીચડી વધારે ઘટ્ટ થવા લાગે તો તેમાં થોડું વધુ પાણી ઉમેરવું અને એક બે મિનિટ સુધી હલાવતા રહેવું.

હવે ખીચડી બનીને તૈયાર છે, તેમાં થોડી કોથમીર મિક્સ કરીને ખીચડી ને બાઉલમાં કાઢી લેવી. વેજ મસાલા ખીચડી પર થોડું ઘી નાખવું. એનાથી ખીચડીનો સ્વાદ વધે છે. ખીચડી સાથે પાપડ, દહીં, અથાણું અથવા ચટણી સર્વ કરી શકાય છે.

અમને આશા છે કે, આજની રેસીપી તમને જરૂરથી પસંદ આવશે..

1 thought on “મસાલા ખીચડી બનાવવાની રીત”

Leave a Comment