દવા લીધા વિના ઘરે જ દેશી દવા બનાવીને દૂર કરો વિટામીન B12 ની ઉણપ

આજના લેખમાં અમે વિટામીન B12 ની ઉણપની દૂર કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. વિટામીન B12 આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક ઘટક છે. કારણ કે, ડીએનએ અને લાલ રક્ત કોષિકાઓ બનાવવા માટે તે મદદરૂપ થાય છે. B12 વિના લાલ રક્ત કણો બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. જો આ ન થાય તો શરીરમાં મેગાલો બ્લાસ્ટિક એનિમિયાની સમસ્યા ઊભી થાય છે. એટલું જ નહીં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ બરાબર રાખવામાં અને શરીરને ઊર્જા આપવામાં ઉપરાંત, વાળ, ત્વચા, નખ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. B12 ની ઉણપ થવાની સાથે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પેદા થવા લાગે છે.

વિટામીન B12 જરૂરી વિટામિન હોવા છતાં શરીર જાતે બનાવી શકતું નથી. તેને મેળવવા માટે કોઈ આહાર પર નિર્ભર રહેવું પડે છે. તે લીવરમાં જમા રહે છે. જેથી તેની જે અછત હોય તે ભરી શકે છે. જો તેની માત્રા ખુબ ઓછી હોય તો, તેના ગંભીર લક્ષણો સામે આવે છે. B12 ની ઉણપની સ્થિતિમાં શરીર સામાન્ય કદ કરતા મોટી લાલ રક્ત કોષિકાઓ બનાવે છે. જે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી, માટે વિટામિનની ઉણપને ઝડપથી દૂર કરવી જરૂરી બને છે.

ડોક્ટર મેઘવી અગ્રવાલના જણાવ્યા મુજબ, વિટામીન B12 માછલી, માંસ, ઈંડા, દૂધના ઉત્પાદનો સહિતના પ્રાણી ઉત્પાદનો માંથી મળે છે. જે મુખ્યત્વે પ્રાણી આધારિત ખોરાકમાં જોવા મળે છે. વનસ્પતિ આધારિત ખોરાકમાં નહીં. તેથી શાકાહારીઓમાં આ ઉણપ વધુ હોવાની સંભાવના હોય છે.

વિટામીન B12 મુખ્ય રીતે માંસાહારી ભોજન માંથી મળી રહે છે. ટુના એક ચરબી વાળી માછલી છે જેમાં જરૂરી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને વિટામિન B12 હોય છે. જે શરીરમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. જે લોકો ખોરાક દ્વારા વિટામીન B12 લેવા માટે અસમર્થ હોય અને શાકાહારી હોય, તેમણે નાસ્તામાં અનાજ અને વિટામીન B12 થી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ.

વિટામીન B12 ની ઉણપના લક્ષણો 

વિટામિન B12ની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થતી હોય છે. તેની ઉણપથી એક અલગ પ્રકારના એનિમિયા નું કારણ પણ બની શકે છે. જેની ઉણપ આહાર દ્વારા પૂરી કરી શકાય છે. વિટામિન B12ની ઉણપમાં થાક, હાથ પગમાં ઝણઝણાટી, જીભમાં કડકતા, મોઢામાં વારંવાર ફોલ્લા થવા, એનિમિયા, ભૂખ ઓછી લાગવી, ત્વચા પીળી પડવી, ઉણપમાં થાક હાથ પગમાં ઝણઝણાટી, આ ઉપરાંત માથાનો દુખાવો, શ્વાસ લેવાની સમસ્યા વગેરે પણ જોવા મળે છે.

ગર્ભાવસ્થા સમયે વિટામીન B12ની ઉણપ જીવલેણ 

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશન અનુસાર, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી માતાઓ જે શાકાહારી હોય છે. જેમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે. આ ઉણપને જો સમયસર પૂરી કરવામાં ન આવે તો માતા અને બાળક બંને માટે નુકસાનકારક બને છે.

વિટામીન B 12 ની ઉણપને દૂર કરવાના ઉપાય 

વિટામીન B12ની ઉણપ માંથી છુટકારો મેળવવા માટે તમે ઘરે જ ઉત્તમ આયુર્વેદિક દવા બનાવી શકો છો. તો ચાલો એને બનાવવાની રીત વિશે જાણીએ.

ગોળ અને ધાણાનો ઉપાય 

આયુર્વેદિક રીતે વિટામીન B12 ની ઉણપ થી છુટકારો મેળવવા માટે સૌપ્રથમ 100 ગ્રામ દેશી ગોળ લેવો. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. ધાણા ને તડકે સૂકવી લેવા બરાબર સુકાઈ જાય પછી તેને ખાંડીની લેવા. અથવા તો દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે એને છાણનીથી છાળી લેવું. ત્યારબાદ તેમાં બે ચમચી ગાયનું શુદ્ધ ઘી ઉમેરવું. આ મિશ્રણને એક વાસણમાં લઈને ગરમ કરીને બરાબર મિક્સ કરી લેવું. ત્યાર પછી એને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી અને આ ગોળીઓને ભેજ વગરના એક કાચના વાસણમાં ભરી લેવી.

આ ગોળીના ઉપયોગથી વિટામીન B12 ની ઉણપ દૂર કરી શકાય છે. જ્યારે પણ વિટામીન B12ની ઉણપ જણાય ત્યારે આ ગોળીને ભૂખ્યા પેટે સવાર – સાંજ લેવી જોઈએ.

સારડીન માછલી 

સારડીન માછલીનું સેવન કરવાથી વિટામીન b12 ની ઉણપ દૂર થાય છે. એ નાની માછલી હોય છે. ડાયટેશનના જણાવ્યા પ્રમાણે એ સુપર પોષ્ટિક હોય છે. કારણ કે તેમાં લગભગ દરેક પોષક તત્વો સારી માત્રામાં રહેલા હોય છે. વિટામીન B12 ઉપરાંત ઓમેગા 3 ફેટી એસિડ નો પણ ઉત્તમ સ્ત્રોત છે.

ઈંડા 

સંશોધન પ્રમાણે ઈંડાની સફેદીની સરખામણીમાં ઈંડાની જરદીમાં વિટામીન B12 ની માત્રા સારી હોય છે. આ ઉપરાંત ચિકનમાં પણ ઉચ્ચ પ્રમાણમાં B12 રહેલું હોય છે. ઉપરાંત શાકાહારી પોતાના ડાયટમાં પનીર અને દૂધનો સમાવેશ કરી શકે છે..દરરોજ એક કપ દુધ તો તમારા શરીરને લગભગ 20 % વિટામીન B12 પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આ રીતે વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય છે.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ વિટામીન B12 ની ઉણપને દૂર કરવાના ઉપાય અને અન્ય માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment