જો તમારી સ્કીન પણ ડ્રાય થતી હોય તો કરો આ ઉપાય

જો તમે પણ ઇચ્છતા હો કે, તમારી ત્વચા અભિનેત્રી કરીના કપૂર ખાન જેવી થાય તો, તમારે સ્કીન કે રૂટીન વિશે જાણવું પણ ખૂબ જ મહત્વનું છે. કરીના કપૂરે પોતે એક ઇન્ટરવ્યૂ સમયે પોતાની સુંદરતાનું રહસ્ય જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે દરરોજ બદામનું તેલ ત્વચા પર લગાવે છે.

બદામ તેલ ખાવામાં તો સ્વાસ્થ્યવર્ધક છે જ, સાથે સૌંદર્ય વર્ધક પણ છે. બદામનું તેલ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામના તેલમાં વિટામિન A,E,D, કેલ્શિયમ, પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝ, ફાસ્ફોરસ અને ઓમેગા-3, ફેટી એસિડ, ભરપૂર માત્રામાં રહેલાં હોય છે. બદામના તેલના આ ગુણ સ્કિનની સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે.

કરીના કપૂરે એક ઇન્ટરવ્યૂ સમયે કહ્યું હતું કે, ત્વચાની સુંદરતા માટે પોષણ આપવું ખૂબ જ જરૂરી છે અને તેના માટે તે બદામના તેલનો ઉપયોગ કરે છે. તે રોજ ત્વચા પર બદામનું તેલ લગાવે છે.

બદામનું તેલ ઘણી રીતે ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ રહેલા છે. જેનો ઉપયોગ કરવાથી ત્વચા હેલ્ધી રહે છે. ઉપરાંત ચહેરા પરની કરચલીઓ પણ દૂર થાય છે. જે લોકોની ઉંમર વધે છે તેમના ચહેરા ઉપર કરચલી દેખાવા લાગતી હોય છે. પરંતુ જો તમે સમયસર બદામના તેલનો ઉપયોગ શરૂ કરી દેશો તો, ત્વચા પર કરચલીઓ દેખાશે નહીં. કરીના કપૂર જે ઉંમરની છે, તે ઉંમરે સામાન્ય મહિલાના ચહેરા ઉપર કરચલીઓ જોવા મળતી હોય છે અને ત્વચા પણ નિસ્તેજ થઈ જતી હોય છે.

કરીના કપૂર ખાન અને સામાન્ય મહિલાની ત્વચામાં ફેરફાર એટલે લાગે છે કે, કરીના કપૂર તેની ત્વચા ને તેજસ્વી અને સુંદર બનાવવા માટે બદામના તેલનો ઉપયોગ કરે છે. બદામના તેલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે ત્વચાના કોષની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. જેના કારણે ત્વચા યુવાન દેખાય છે.

બદામનું તેલ ત્વચા ને ઘણી રીતે પોષણ આપે છે. બદામનો ઉપયોગ કરવાથી રફ થઈ ગયેલી ત્વચા પણ મુલાયમ બની જાય છે. કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, બદામના તેલની સાથે તે દહીં મિક્સ કરીને લગાવે છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે.

બ્યુટી એક્સપર્ટ ના જણાવ્યા મુજબ પણ, આ તેલથી ત્વચા પર માલિશ કરવાથી, ખીલ, ફોલ્લી થતા નથી અને આ તેલ ક્લીંઝર તરીકે પણ ઉપયોગી થાય છે.

ઉપરાંત આંખ નીચેના ડાર્ક સર્કલ પણ દૂર થાય છે. ઘણા લોકો ને ઊંઘ પુરી ન થવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. આ માટે મધમાં બદામ તેલ મિકસ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આપ ગુલાલજળ સાથે બદામનું તેલ મિકસ કરીને રાત્રે મસાજ કરો. સવારે ફેસ વોશ કરી લો, એનાથી રિઝલ્ટ જોવા મળશે.

બદામ તેલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર છે. તેથી તે ચહેરા પર કસાવટ બનાવી રાખે છે. બદામ તેલમા વિટામિન ઇ હોય છે. જે કોશિકાને રિગ્રોથ કરે છે.

આ ઉપરાંત બદામ તેલ અનેક રીતે ગુણકારી અને ઉપયોગી છે. તેના અન્ય ફાયદા નીચે પ્રમાણે છે.

માથાનો દુખાવો દૂર કરે છે 

જે લોકોને અવાર નવાર માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો, બદામ રોગનના 1-1 ટીપાં નાકમાં નાખવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ એક અક્સિર ઉપાય છે.

વાળ ખરતાં રોકે છે 

જો તમારા પુષ્કળ વાળ ખરી રહ્યાં હોય તો, એકવાર આ ઉપાય કરો. બદામ રોગનના 1-1 ટીપાં નાકમાં નાખવાથી વાળને પણ ફાયદો થાય છે. આ ઉપાય વાળને મજબૂત કરે છે અને વાળ ખરતાં રોકે છે.

આંખોને હેલ્ધી રાખે છે 

બદામ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તેના 1-1 ટીપાં નાકમાં નાખવાથી આંખોને હેલ્ધી રાખવામાં પણ મદદ મળે છે. જેથી આ ઉપાય અવશ્ય કરવો.

યાદશક્તિ વધે છે 

યાદશક્તિ વધારવા માટે બદામ ખાવાનું કહેવામાં આવે છે. સાથે જ જો તમે બદામ રોગનના 1-1 ટીપાં નાકમાં નાખવામાં આવે તો તમારી યાદશક્તિમાં વધારો થશે.

વાળ સફેદ થતાં રોકે છે 

બદામ આપણાં સ્વાસ્થ્ય, સ્કિન અને વાળ બધાં માટે ફાયદાકારક છે, અને એટલે જ બદામનું તેલ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ સાથે જ બદામ તેલ ના 1-1 ટીપાં નાકમાં નાખવાથી વાળ સફેદ થતાં અટકે છે અને હેલ્ધી પણ રહે છે.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ બદામ તેલના વિશેષ ફાયદા તમને જરુરથી ઉપયોગી થશે.

Leave a Comment