બેક્ટેરિયલ અને વાયરસ ઈન્ફેક્શનને કારણે કાનમાં ઈન્ફેક્શનનો પ્રોબ્લેમ થાય છે. જ્યારે કાનની અંદર મ્યૂકસયુક્ત લિક્વિડ જમા થવા લાગે છે તો, તેને ઈન્ફેક્શન કહેવાય છે. કાનમાં ઈન્ફેક્શન થાય તો ઘણી સમસ્યા થાય છે. કેટલાક લોકો કાનમાં જામેલો મેલ કઠણ થઈ જવાને કારણે પણ કાનમાં ઈન્ફેક્શન થાય છે. કાનમાં ઈન્ફેક્શનની સમસ્યા થવા પર ઘરેલૂ ઉપચાર બહુ ફાયદો આપી શકે છે.
ઉપરાંત કાનમાં ધૂળ અને જીવજંતુ જતાં હોય છે. તેના કારણે કાનની સમસ્યા થતી હોય છે. ઉપરાંત કાનમાં બહેરાશ પણ આવી શકે છે. જો તમે સમયસર સાંભળી શકતા નથી તો, કાનની બહેરાસ અથવા મેલ હોઈ શકે છે. જેની સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી બને છે. માટે આજે આ લેખમાં અમે તમને કાનનો મેલ દૂર કરવાના ઉપાય વિશે જણાવીશું.
ડુંગળીને વરાળમાં બાફી લેવી અથવા તો શેકી લેવી. તેનો રસ કાઢી લેવો. ત્યાર પછી ડુંગળીના રસને ડ્રોપર અથવા તો રૂની મદદથી કાનમાં નાખવો. તેનાથી કાનની સાંભળવાની શક્તિ વધે છે અને મેલ પણ સરળતાથી બહાર નીકળી જાય છે.
કાનની ગંદકીને સાફ કરવા માટે તેમાં બદામ ના તેલ ના એક બે ટીપાં નાખવા અને માથાને એ જ દિશામાં ફેરવો. હવે આ સ્થિતિમાં લગભગ ત્રણથી પાંચ મિનિટ સુધી રહેવું. તમે જોશો કે ઈયરવેક્સ ટૂંકા સમયમાં ખૂબ નરમ થઇ જશે. તે પછી તમે બડ્સની મદદથી તેને સહેલાઈથી સાફ કરી શકો છો. જો તમારી પાસે બદામનું તેલ ન હોય તો, તમે સરસિયાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
ટી ટ્રી ઓઇલ ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. બે ચમચી ઓલિવ ઓઈલમાં બે ટીપાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરીને હળવું ગરમ કરવું. એને કાન માં બે-ત્રણ ટીપાં નાખવું. થોડી મિનીટ પછી કાન સાફ કરી લેવા. એનાથી કાન માં રહેલો મેલ સરળતાથી બહાર નીકળી જાય છે.
કાનમાંથી ગંદકી દૂર કરવા માટે અડધી ચમચી બેકિંગ સોડા અને તેની 60 મિલી પાણીમાં ઓગાડવો. હવે આ મિશ્રણના ડ્રોપર ની મદદથી કાનમાં પાંચ દસ ટીપા નાખવા. આ મિશ્રણને એક કલાક માટે કાનમાં રહેવા દેવું. તમારા માથાને એ બાજુ તરફ નમેલુ રાખવું. હવે સુતરાઉ કપડાથી ગંદકી અને પાણી બંને સાફ કરી લેવા.
ખૂબ ઓછી માત્રામાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ને પાણીમાં મિક્સ કરવો. થોડી-થોડી માત્રામાં કાનમાં ટીપા નાખવા. ત્યારબાદ કાનને ઊલટો કરીને તેમાંથી પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નું મિશ્રણ કાઢી નાખવું. આ ઉપાય કાનની સફાઈ માટે ખૂબ જ પ્રયોગમાં લેવામાં આવે છે.
ગરમ પાણીમાં થોડું મીઠું ભેળવીને એક મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને કોઈ ઈયરબડ ઉપર લગાવીને કાન માં ફેરવવું. તેનાથી તમારા કાન સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે. આદુના રસમાં લીંબુનો રસ મિક્સ કરી દેવો. આ મિશ્રણને ઈયરબડ પર લગાવીને કાનમાં ફેરવવું, આવું કરવાથી પણ તમારા કાનનું લેવલ જળવાઈ રહે છે. આ તમારા કાનને સંપૂર્ણ રીતે સાફ કરવાની ખૂબ જ સરળ રીત છે.
ઓલિવ ઓઇલ, મગફળીનું તેલ, સરસવનું તેલ અથવા તો સામાન્ય કોઈપણ તેલમાં લસણની કળી નાખીને એને ગરમ કરવું. ત્યાર પછી આ તેલને ઠંડું થવા દેવું. આ તેલને રૂની મદદથી કાનમાં નાખો. ત્યાર પછી રૂ થી કાન ને ઢાંકી દેવો. આ ઉપાય કરવાથી કાનનો બધો જ મેલ બહાર નીકળી જાય છે. તમારા કાનમાં દુખાવો અને ઈન્ફેક્શનની સમસ્યા હોય તો, તુલસીનો ઉપાય ફાયદો આપી શકે છે. તેના માટે તુલસીના પાનનો રસ કાઢી 2-3 ટીપાં કાનમાં નાખવો. તેનાથી આરામ મળે છે.
બદામના તેલની જેમ સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે, પણ સરસવના તેલની ગુણવતા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. તેલના ઉપયોગથી કાનનો મેલ નરમ પડી જાય છે, અને સરળતાથી બહાર નીકળી જાય છે. ફુલાવેલો ટંકણખાર અને વાટીને કાનમાં નાખી ને ઉપર લીંબુના રસના ટીપા નાખવાથી પણ મેલ દૂર થાય છે.
ચાર ગણું સરસીયું, થોડી હળદર, ધતુરા ના પાનના રસ માં નાખીને પાણીમાં ધીમા તાપે ઉકાળવું. તૈયાર થયેલા આ તેલનાં બે-ત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં. એનાથી કાનનો બધો સમય નીકળી જાય છે. લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવીને કાનમાં નાખવાથી કાનનો મેલ દૂર થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજ ના લેખમાં જણાવેલ ઘરેલુ ઉપચાર તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.