વરસાદ આવતાની સાથે જ ઉભરાતા ઉડતા મકોડા ક્યાંથી આવે છે જાણો સંપૂર્ણ માહિતી

ચોમાસામાં જેવો વરસાદ થાય કે, તેની સાથે જ રાત્રે પાંખોવાળા મકોડા ઉભરાઈ જતા હોય છે. જ્યાં તમને લાઈટ દેખાય ત્યાં – ત્યાં મકોડા જ થઈ જતા હોય છે. તો તમને ક્યારેક થતું હશે કે, વરસાદ આવ્યા બાદ જ આ મકોડા ક્યાંથી આવે છે, અત્યાર સુધી આ મકોડા કેમ નહોતા આવતા, તો આજે અમે આ પ્રશ્નનો જવાબ જણાવીશું. જે તમારા માટે આશ્ચર્યજનક હશે.

સૌથી પહેલા તો એ જાણીએ કે, દુનિયામાં કીડા – મકોડા ની અંદાજિત 12 હજારથી વધુ જાતિ છે. કીડા મકોડા ની અમુક જાતિ એવી હોય છે, જે ગરમીઓમાં પાંખો આવવાની શરૂ થાય છે અને આ પાંખો ચોમાસા સુધીમાં આવી જતી હોય છે, અને પહેલો વરસાદ આવતાની સાથે તેઓ ઉડવાનું શરૂ કરી દે છે, પણ તે ઉડીને આપણા ઘર સુધી શા માટે આવે છે. તેમાં પણ એક મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો એના વિશે જાણીએ.

આ કીડા – મકોડાઓને પાંખો તેઓની રીપ્રોડક્શન એટલે કે, તેની જાતિની આગળ વધારવા માટે ઉપયોગી છે. મોટાભાગે નર કીડાઓને અને તેઓની યુવાન રાણી કીડીઓને પણ આવી પાંખો આવવાની શરૂ થઈ જાય છે. પછી તેઓ રીપ્રોડક્શન માટે અમુક જગ્યા અથવા ઘર શોધવા માટે ઉડે છે. જ્યારે તેઓને યોગ્ય જગ્યાએ એટલે કે, તેઓને ઘર બનવવા લાયક જગ્યા જેવી કે, પથ્થરો અને વૃક્ષો માટે જમીનમાં મળી જાય છે, ત્યાર પછી તે યુવાન રાણીઓ અને નર કીડાઓ રી પ્રોડક્શન શરૂ કરે છે.

મકોડા

આ સમયે હજુ ગરમી જ હોય છે, અને વરસાદ આવતા પહેલા તેઓનો રિપ્રોડક્શનનું કામ પૂરું થઈ જાય છે. હવે યુવાન રાણીઓ ઈંડા આપવાની શરૂઆત કરે છે, અને જે જગ્યા તેઓ શોધી રહ્યા હોય છે, ત્યાં જ ઈંડા મૂકવામાં આવે છે અને માદા રાણી ઈંડાઓની સાથે તે જગ્યાઓમાં જ રહે છે, અને ઈંડામાંથી બચ્ચા આવવાની રાહ જુએ છે.

ત્યારબાદ હવે માદા રાણીઓને તેની પાંખો ની જરૂર નથી હોતી, માટે તેઓને પાંખો ધીમે – ધીમે નીકળી જાય છે અને તે રાણીઓ તે પાંખોનો ખોરાકની જેમ ઉપયોગ કરી લે છે. આ વાત થઈ માદા રાણીઓની હવે વાત કરીએ નર કીડાઓની, કે જે યુવાન રાણીઓ સાથે રી પ્રોડક્શનમાં મદદરૂપ થતા હોય છે.

યુવાન રાણીઓ જ્યારે ઈંડા આપવાનું શરૂ કરે છે, ત્યારે આ નર કીડાઓનું કામ પૂરું થઈ જતું હોય છે. તેઓનું કામ ફક્ત માદા સાથે રી પ્રોડક્શન કરવા પૂરતું જ સીમિત રહે છે. એટલે આ નર કીડાઓ વરસાદ આવતા ની સાથે જ ઉડવા લાગે છે, અને ઉડીને તેઓ જ્યાં લાઈટ દેખાય ત્યાં પહોંચી જાય છે. મહત્વની વાત એ છે કે રી પ્રોડક્શનનું કામ પૂરું થાય એની સાથે જ ટૂંક સમયમાં જ આ મકોડાઓનું જીવન સમાપ્ત થઈ જાય છે. કારણ કે તેઓ રીપ્રોડક્શનમાં કીડીઓને સાથ આપ્યા બાદ જ્યારે બહાર નીકળે છે, ત્યારે કુદરતી રીતે જ ટૂંક સમયમાં મૃત્યુ પામે છે. એટલે કે તમે જોતા જ હશો કે, જ્યાં – જ્યાં ઉડીને આવા મકોડા આવી જાય છે. ત્યાં – ત્યાં તેઓ સવારે મરેલા દેખાય છે અને આ મરેલા મકોડાઓ માં માદા હોતી નથી. તેઓ હવે પોતાના ઈંડા સેવી ને પોતાની જાતિ આગળ વધારતી હોય છે. આ કુદરતનો નિયમ છે.

તો આજનો આ લેખ વાંચ્યા બાદ તમને સમજાઈ ગયું હશે કે, વરસાદ આવતાની સાથે જવા મકોડા ક્યાંથી આવી જાય છે અને સવારે કેમ મરી જાય છે. આ હતું ઉડતા મકોડાઓ પાછળનું વિજ્ઞાન અને રહસ્ય.

અમને આશા છે કે, આજના લેખની રસપ્રદ માહિતી તમને જરૂરથી પસંદ આવશે.

Leave a Comment