શું તમારા ચેહરા પર ડાઘ છે ? તો કરો આ ઉપાય ચહેરા બને જશે એકદમ સુંદર

ચહેરા પર ખીલ ચહેરાની ત્વચા ને હંમેશા વધુ દેખરેખની અને કાળજીની જરૂર હોય છે. જે રીતે યોગ્ય મોસ્ચરાઇઝર થી ત્વચા ચમકતી રહે છે. તેવી જ રીતે ત્વચામાં ચમક માટે તેની અંદરથી સફાઈ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ધૂળ માટે એને પ્રદૂષણના કારણે ચહેરાની ત્વચા બગડી જતી હોય છે. જેના કારણે ત્વચા શુષ્ક દેખાવા લાગે છે, ત્વચાની ચમક પણ ઓછી થઈ જાય છે, ત્વચાની ચમક ને પાછી લાવવા માટે, પાર્લરના ચક્કર લગાવવાની કોઈ જરૂર નથી. પરંતુ તમે એની જગ્યાએ ઘરમાં જ એક ફેસપેક કે માસ્ક બનાવીને ત્વચાને ચમકદાર અને સુંદર બનાવી શકો છો.

એના માટે તમારી ચોખાનો લોટ ખૂબ જ મદદરૂપ થાય છે. એની મદદથી ત્વચા તો સાફ થઈ જાય છે, પરંતુ ચહેરા પરના અનિચ્છનીય વાળ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે. તો ચોખાના લોટનો આ ફેસપેક તૈયાર કરવાની અને એનો ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ.

ચોખાના લોટથી થતા ફાયદા 

ચોખાનો લોટ ચહેરાની ત્વચા માટે ખૂબ જ ફાયદા કારક છે. જેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, વિટામિન અને ફોલિક એસિડ ખૂબ જ ગુણકારી છે. તે સૂર્યના કિરણોને ડેમેજ થતી ત્વચા ની રક્ષણ આપે છે. ચહેરા પરના ડાર્ક સર્કલ દૂર કરે છે, ત્વચામાં ચમક વધારે છે, ઉંમર વધવાની સાથે ચહેરા પર થતી કરચલીઓને પણ દૂર કરે છે.

ચહેરા પર ખીલ

ચોખા અને કાચું દૂધનો ફેસપેક 

ચોખાનો ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લેવા અને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવા. ત્યારપછી તેને ચારથી પાંચ ચમચી જેટલું કાચું દૂધ નાખીને દળી લેવા. હવે તેને આખા ચહેરા પર સરખી રીતે લગાવી લેવું. આ પેક અને એક કલાક ચહેરા પર લગાવીને રહેવા દેવો. આ પેક ચહેરા પરથી સાફ કરવા માટે હળવા હાથે મસાજ કરવો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પેક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લગાવવો જોઈએ.

ચોખાનો લોટ મધ અને લીંબુનો પેક 

ચોખાનો લોટ ડેડ સ્ક્રીન દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક બને છે. તેના માટે 4 ચમચી ચોખાને પલાળીને દળી લેવા. ત્યારબાદ તેમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરી લેવો. હવે તેને ચહેરા પર લગાવવું. એક કલાક બાદ ઠંડા પાણીથી ચેહરો ધોઈ લેવો. તેનાથી ચહેરા પર ની ડેડ સ્કિન દૂર થાય છે અને ત્વચામાં તાજગી અને ચમક આવે છે.

ચોખાનો માસ્ક બનાવવાની રીત 

ચોખાનો માસ્ક બનાવવા માટે બે ચમચી જેટલા ચોખાનો લોટ લેવો. એક ચમચી લીમડાની પેસ્ટ એલોવેરાની પેસ્ટ અને ચપટી હળદર લેવી.

આ બધી જ વસ્તુઓને બાલમાં મિક્સ કરી લેવી. ત્યાર પછી ચહેરા પર લગાવી પાંચ મિનિટ થઈ એટલે હળવા હાથે મસાજ કરવો, ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે બરાબર સુકાઈ જાય ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો.

ચોખાના લોટનો એન્ટી એજિંગ માસ્ક 

બે ચમચી ચોખાનો લોટ એક ચમચી નારિયેળ પાણી લેવું. એક ચમચી પીસેલા કારેલા લેવા. હવે તેને એક વાસણમાં લઈને, બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેવી. જ્યારે પેસ્ટ તૈયાર થાય ત્યારે તેને ચહેરા પર અને ગરદન ના ભાગ પર લગાવી લેવું. પાંચ મિનિટ સુધી મસાજ કરો.

પેસ્ટ સુકાઈ જાય ત્યારે 20 મિનિટ પછી તેને ધોઈ લેવું. એક બાબત યાદ રાખવી કે ચહેરા પરથી માસ્ક દૂર કરવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આ રીતે તમે એન્ટીએંજિંગ માસ્ક ઘરે બનાવીને ચહેરો ચમકાવી શકો છો.

ડલ સ્કિન દૂર કરવા માટેનો માસ્ક 

બે ચમચી ચોખાનો લોટ,બે ચમચી ટામેટા નો રસ , બે ચમચી એલોવેરા જેલ, આ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા બે ટામેટા લેવાના છે. તેની ધોઈ ને મિક્સરમાં ક્રશ કરી લેવા. તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ એક બાઉલમાં લેવી, તેમાં ચોખાનો લોટ અને એલોવેરા જેલ નાખીને મિક્સ કરવું. તૈયાર થયેલી આ પેસ્ટને ચહેરા અને ગરદનના ભાગ પર લગાવવી.

15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવી. આ પેસ્ટને સાદા પાણીથી ધોઈને સાફ કર્યા પછી ક્રીમ લગાવી શકાય છે. આ રીતે ચોખા ના લોટ નો ઉપયોગ કરીને તમે ચહેરાની સુંદરતા વધારી શકો છો અને ખીલના કારણે ચહેરા પર થતાં દાગ ધબ્બા પણ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ ચોખાના લોટના માસ્ક વિશેની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment