જાણો રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે લોટ બાંધવાની પરફેક્ટ રીત

રોટલી આપણા આહાર નો મુખ્ય ભાગ છે. રોટી વગરનું ભોજન અધૂરું છે. આપણે હંમેશા મમ્મીના હાથે નરમ અને ફૂલેલી રોટલી બનતા જોઈ છે. તેથી આપણે ઇચ્છતા હોઈએ છીએ કે, આ પોતાના પરિવારને પણ નરમ ફૂલેલી રોટલી ખવડાવીએ. પરંતુ આપણને એવી ફરિયાદ રહે છે કે, ગમે એટલો સરસ લોટ બાંધીએ છતાં પણ રોટલી નરમ થતી નથી. તેનું મુખ્ય કારણ કેટલાક લોકો સમજી શકતાં નથી, કે લોટ બાંધતી વખતે કેટલા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, અને જો રોટલી નરમ નહીં બને તો, તમને ખાવાની મજા પણ આવતી નથી. તો ચાલો જાણીએ કે, રોટલી નરમ બનાવવા માટે કઈ રીતે લોટ બાંધવો જોઇએ. જેથી તમારી રોટલી નરમ અને ફૂલેલી બને.

રોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. રોટલી સારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છે. તેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખવાથી રોટલી મુલાયમ અને સોફ્ટ બને છે.

chapati

હૂંફાળા પાણીથી લોટ બાંધવો 

જ્યારે પણ તમે રોટલી બનાવવા જઇ રહ્યા હોય ત્યારે રોટલીનો લોટ બાંધતી વખતે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી રોટલી એકદમ મુલાયમ બને છે. એક વાસણમાં લોટ લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી દેવું, અને લોટ સારી રીતે મિક્સ કરવો. ત્યારબાદ આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો. આ રીતે લોટ બાંધવાથી લોટ સરસ રીતે ભૂલી જશે અને તમારી રોટલી ફૂલેલી અને મુલાયમ બનશે.

લોટ બાંધવા માટે દૂધનો ઉપયોગ કરવો 

રોટલી નો લોટ બાંધવા માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે એક વાસણમાં લોટ લઈને તેમાં થોડા થોડા પ્રમાણમાં દૂધ મિક્સ કરીને સરસ રીતે લોટ બાંધવો. આ લોટ બાંધતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, લોટ વધારે ઢીલો થઇ જાય નહીં. દૂધથી લોટ બાંધતી વખતે તમે જોઇ શકશો કે લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનાથી રોટલી પણ એકદમ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

મીઠુ નાખીને લોટ બાંધવો 

કેટલાક લોકોની ફરિયાદ રહે છે કે, બનાવેલી રોટલી માં સ્વાદ નથી આવતો. જો તમારી સાથે પણ આવી જ સમસ્યા થતી હોય તો, તમે લોટ બાંધતી વખતે તમારા અંદાજ પ્રમાણે મીઠું મિક્સ કરી શકો છો. તેના માટે તમારે લોટમાં સૌથી પહેલા થોડુંક મીઠું નાખવાનું છે. જેટલું નમકીન તમને પસંદ હોય તે પ્રમાણે મીઠું ઉમેરવું. ત્યારબાદ લોટને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવો, અને પાણીથી લોટ ને સરસ રીતે બાંધવો. આ પ્રમાણે બાંધેલા લોટની રોટલી એકદમ નરમ બને છે અને સ્વાદમાં પણ મીઠી લાગે છે.

તેલ નાખીને લોટ બાંધવો 

લોટ બાંધ્યા પછી પણ તમારા લોટ કડક થઈ જતો હોય તો, તમારે લોટમાં તેલ નાખવું જોઈએ. તેના માટે તમારે લોટમાં થોડું તેલ ઉમેરવું અને સરસ રીતે મિક્ષ કરી લેવું. હવે લોટમાં થોડુ પાણી ઉમેરતા જઈને હાથથી લોટ મિક્સ કરીને બાંધવો. એનાથી રોટલી નરમ બને છે.

આ સિવાય પણ બીજી અનેક ટિપ્સ અપનાવીને પણ તમે રોટલી ને સોફટ અને મુલાયમ બનાવી શકો છો . જેમ કે, લોટ ત્યાં સુધી મસળવો જોઈએ, જ્યાં સુધી તે તમારા હાથને ચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો, લોટ વધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.

ઘણા લોકોને લોટ બાંધીને તરત જ રોટલી બનાવતા હોય છે. પરંતુ સારી રોટલી બનાવવા માટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દઈ, તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો જોઈએ. ત્યારબાદ રોટલી બનાવવી.

Leave a Comment