પીળા દાંત મોટાભાગે 17 થી 25 વર્ષની ઉંમરમાં મોટા ભાગે દાંતનો દુખાવો થતો હોય છે. કેટલીક વાર તો દરેક સમયે થોડો દુખાવો રહેતો હોય છે. એ બધું ચોકલેટ ટોફી ને કારણે થતું હોય છે. દાંતમાં દુખાવો થવાના ઘણાં બધાં કારણો હોય છે. દાંતમાં દુખાવો થવો કે દાંતની જડો નું ઢીલું પડી જવું વગેરે, કેટલાક લોકો હોંશે હોંશે દાંતમાં સ્ટીક નાંખી લેતા હોય છે, પરંતુ તેના કારણે દાંતોમાં ગેપ થઈ જાય છે, અને તેના કારણે પણ દુખાવો થાય છે.
દાઢ માં દુખાવો થવાના કારણે યોગ્ય રીતે બ્રશ પણ કરી શકાતો નથી અને શ્વાસની દુર્ગંધ તેના પછી મોઢા માં સડો જેવી બીજી અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. જો તમારે દાંતના દુખાવામાંથી છુટકારો મેળવવો હોય તો, થોડા ઘરગથ્થુ ઉપાય અપનાવવા જોઈએ. જે આજે અમે આ લેખમાં જણાવીશું. જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો, લવિંગને દાંતની વચ્ચે દબાવીને રાખવું તેનાથી દુખાવામાં ઘણો આરામ મળે છે. લવિંગમાં ઘણી માત્રામાં એનેસ્થેટિક અને એનલગેસિક ગુણ રહેલા છે. જે દુખાવાને દૂર કરે છે. દિવસમાં બેથી ત્રણ વખત લવિંગને દાંત મા દબાવી ને રાખવું જોઈએ. તે સમયે કંઈ પણ ખાવું જોઈએ નહીં.
દાંતમાં દુખાવો થતો હોય ત્યારે પાણી અને થોડું ગરમ કરીને તેમાં મીઠું નાખીને તેનાથી કોગળા કરવા જોઇએ. અને મોઢાને ગરમ પાણી ભરીને શેક કરવો જોઈએ. તેનાથી દાંતનું સંક્રમણ દૂર થઈ જાય છે, અને દુખાવો પણ દૂર થાય છે. જ્યારે બ્રશ કરતાં સમયે તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. લસણના ગુણો વિશે પણ આપણે સૌ જાણીએ છીએ. લાભકારી લસણને છોલી ને તેની કડીઓ ચાવવાથી પણ દાંતના દુખાવામાં આરામ મળે છે. દિવસમાં બેથી ત્રણ વાર લસણની કળીઓ ને ચાવવાથી ઝડપથી દાંતના દુખાવાથી છુટકારો મળે છે.
આ સિવાય ડુંગળીમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે. જે દાંતના દુખાવામાં રાહત અપાવે છે. તેની કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો તમને દાંતનો દુખાવો વધુ હોય તો તમારી કાચી ખાવી જોઈએ નહીં. તમે તેનો રસ કાઢીને દાંતમાં નાંખી શકો છો. જામફળ ના તાજા પાન ને તોડીને તેને ઉપયોગમાં લેવા જોઈએ, એનાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે. જ્યાં દાંતનો દુખાવો થતો હોય જામફળ ના પાનને એ જગ્યા પર દબાવીને રાખવા, તેનાથી દુખાવામાં રાહત મળે છે. દિવસમાં ચાર વખત આ ઉપાય કરવો જોઈએ. તમે ઈચ્છો તો પાનને એક કપ પાણીમાં ઉકાળીને તે પાણીને માઉથવોશ ની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો.
એ ઉપરાંત પીપરમેન્ટ નો ઉપયોગ કરવાથી પણ દાંતનો દુખાવો દૂર થાય છે. ખાસ કરીને ઉંમર વધવાથી થતાં દાંતના દુખાવામાં પીપરમેન્ટ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પેપરમિન્ટ ના થોડાક ટીપા દાંતના દુખાવાની જગ્યા પર લગાવવા અને પછી ગરમ પાણીથી કોગળા કરી લેવા. તમે ઈચ્છો તો પેપરમિન્ટના થોડાક ટીપાં પાણીમાં નાખીને માઉથવોશની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો.
હિંગ પણ આયુર્વેદિક ગુણ ધરાવે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે. જે દાંતના દુખાવાથી છુટકારો અપાવે છે. તેના ઉપયોગ માટે તમારે હિંગને ખૂબ જ ઓછી માત્રામાં લેવી અને દુખાવો થતો હોય, એ જગ્યા પર લગાવી લેવી, અથવા તો તેને એક ચોથાઈ હિંગ પાણીમાં મિક્સ કરીને તેનો માઉથવોશ ની જેમ ઉપયોગ કરવો.
તમાલ પત્ર પણ એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. તે તરત જ દુખાવામાં રાહત અપાવે છે. તેમાં ઔષધીય ગુણો રહેલા છે. જે દાંતનો સડો અને દુર્ગંધ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. જો કોઇને મોઢામાં છાલા પડી ગયા હોય કે, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા લોહી વહી રહ્યું હોય તો, તમાલપત્ર ને પીસીને તેમાં મીઠું મિક્સ કરીને, આ મિશ્રણને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને થોડું વોડકા મિક્સ કરીને મોઢામાં ભરવું અને કાઢી નાખવું. દિવસમાં બે વખત આ ઉપાય કરવાથી દુખાવો દૂર થઇ જાય છે.
બ્રશ ની બદલી બાવળા લીમડા ની ડાળી ચાવીને દાતણ કરવું જોઈએ. જેના કારણે દાંત એકસરસાઈઝ મળે છે. ભોજન પછી પાંચ કોગળા અવશ્ય કરવા જોઈએ. રોજ રાત્રે સૂતી વખતે ઇરીમેદાદિ તેલ લઈને દાંત પર હળવા હાથે માલિશ કરવી જોઈએ. માલિશ કર્યા પછી દાંત ને પાણીથી ધોયા વિના જ સુઈ જવું.
અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ મહત્વપૂર્ણ ઉપચાર તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.