ગરણીને ફક્ત એક મિનિટમાં સાફ કરવા માટે આપનાવો આ ટિપ્સ

કહેવામાં આવે છે કદરેક ઘરમાં સવારના સમયે ચા બનતી હોય છે અને દરેક પકવાન સાથે તેનો આનંદ લેવામાં આવે છે. પણ આજના લેખમાં અમે તમને ચા ની વાત નથી કરવાના, પરંતુ ચા ગાળવાની ગણણી વિશે વાત કરવાના છે. દરરોજ ચા ગાળવા માટે ગરણીની જરૂર પડે છે અને આ ગરણી સમય જતા કાળી પડવા લાગે છે. કારણ કે ગણણી માં ચા જમા થવા લાગે છે અને ધીમે ધીમે એ ગરણીના છિદ્રો ભરાઈ જાય છે અને તે ગંદી એને કાળી દેખાય છે.

થોડો સમય થતાં આ ગરણી ને તમે ફેંકી દેતા હશો. કારણ કે તેને સાફ કરવી મુશ્કેલ બની જાય છે, પરંતુ જો તમે એવા ઉપાય વિશે જાણતા હોય કે ચાની ગરણી એકદમ નવી અને ચમકદાર બની જાય તો ?, એના માટે તમારે ફક્ત એક જ વસ્તુની જરૂર પડશે. જેનાથી તમારી ચાની ગરણી એકદમ સાફ અને ચમકદાર બની જશે.

આપણા ઘરના રસોડામાં રહેલી કેટલીક સામગ્રીનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુઓ સાફ કરી શકાય છે. તેમાની એક વસ્તુ છે લીંબુ. તમે લીંબુનો રસ અથવા લીંબુ ને રગડીને ગરણીની ગંદકી સાફ કરી શકો છો. તમે ગરણીને વિનેગર, બેકિંગ સોડા થી પણ સાફ કરી હશે. પરંતુ જો તમે લીંબુનો ઉપયોગ કરશો તો, ગરણી એકદમ ચોખ્ખી અને ચમકદાર બની જશે.

સ્ટીલની ગરણીને સાફ કરવા માટેની રીત 

સ્ટીલની ગરણીને તમે સ્ક્રબથી પણ સાફ કરી શકો છો. જો તમે તેને રોજ સાફ કરતા હશો તો, તેમાં વધારે ગંદકી જમા થશે નહીં. જો તમારી ગરણી લાંબા સમયથી કાળી પડી ગઈ હોય તો, તેના માટે તમારે આ ટિપ્સ બનાવવી જોઈએ. સૌથી પહેલા ગેસ ચાલુ કરીને સ્ટીલની ગંદી ગળણી ને ગેસ પર મૂકવી. થોડીવાર માટે ગણીને ગરમ કરવી. એવી સ્થિતિમાં ગરણી ના છિદ્રમાં પણ ફસાયેલી ગંદકી હશે તે બહાર નીકળવા લાગશે. આ પછી તરત જ ગેસ પરથી ગરણી ને હટાવીને અડધા લીંબુ થી રગળવી અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવી.

ત્યારબાદ ગરણી ને ટુથબ્રશ અથવા સ્ક્રબથી ફરીથી ઘસવી. આ ગરણી ને સામાન્ય પાણીથી ધોઈ લેવી. ત્યારબાદ ગરણી એકદમ સાફ થઈ જશે. જો તમારી ગરણી ખૂબ જ જૂની હોય તો, આ ઉપાય બે થી ત્રણ વાર કરવાથી ગરણી એકદમ સાફ થઈ જશે.

પ્લાસ્ટિકની ઘણી સાફ કરવા માટેની રીત 

સ્ટીલ ની ગરણીને કઈ રીતે સાફ કરવી, તે જાણ્યા બાદ હવે પ્લાસ્ટિકની ગરણી ને કઈ રીતે સાફ કરી શકાય, તે જાણીએ. પ્લાસ્ટિકની ગરણીને ગેસ પર રાખી શકતા નથી. કારણ કે, તેનાથી તે ઓગળી જાય છે. આ માટે તમારે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ.

એના માટે સૌ પ્રથમ પ્લાસ્ટિકની ગંદી અને કાળી પડી ગયેલી ગરણી ને સ્ક્રબ થી ઘસી લેવી. ત્યારબાદ એક વાસણમાં ગરમ પાણી લેવું અને તેમાં લીંબુનો રસ મિક્સ કરવો. હવે આ મિશ્રણમાં ગંદી પ્લાસ્ટિકની ગરણી ને નાખીને બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દેવી. બે ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકશો કે, એ ગંદકી પાણીમાં ઓગળી ગઈ હશે, ત્યાર પછી ગરણીને સ્ક્રબ કરીને પાણીથી ધોઈ લેવી.

આ ઉપાય કરવાથી પણ જો પ્લાસ્ટિકની ગરણી સાફ ન થાય તો, તમે લીંબુમાં થોડો ખાવાનો સોડા મિક્સ કરીને પણ ઘરણીને સાફ કરી શકો છો. આ ઉપાય સ્ટીલ અને પ્લાસ્ટિકની બંને ગરણીને સાફ કરવા માટે અસરકારક ઉપાય છે. તેના પછી તમે તમારી સ્વચ્છ ગરણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો.

પ્લાસ્ટિકની ગરણીને સાફ કરવા માટેના બીજા ઉપાયમાં તમે તમારી ગરણી પર કોઈપણ નહાવાનો સાબુને લગાવીને તેને 15 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. તમારી ગરણી એકદમ નવી જેવી દેખાશે. જો તમારી ગરણી ખૂબ જ ગંદી થઇ ગઈ હોય તો ગરણી પર સાબુ લગાવીને આખી રાત રહેવા દેવી. જો તમે મહિનામાં એકવાર આ રીતે તમારી ગરણીને સાફ કરશો તો, તે હંમેશા સાફ રહેશે.

આજના લેખમાં અમે ગરણી સાફ કરવાના ઉપાય વિશે જણાવીને, તમારું કામ સરળ કરી દીધું. અમને આશા છે કે, આ લેખની માહિતી તમને જરુરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment