દાંતનો દુખાવો, સોજા અને સાંધાના દુખાવા માટે અસરકારક ઈલાજ

દાંતનો દુખાવો તમે ગુંદા નું નામ તો સાંભળ્યું જ હશે. તેમજ તે ઘણા બધાને ભાવતા હોય છે. કેમ કે, મોટા ભાગે ગુંદાનું અથાણું બનાવવામાં આવે છે. તેમજ તેને ખાટા, હળદર અને મીઠાવાળા પણ બનાવવામાં આવે છે. તે ખૂબ લાંબા સમયથી ભારતમાં બનાવવામાં આવતું અથાણું છે. જેનું સેવન અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. જોકે ગુંદા ચીકણા હોય છે, પણ તેને હળદર અને મીઠામાં પલાળી રાખવાથી તેની ચીકાશ દૂર થઈ જતી હોય છે. તો આજે અમે તમને ગુંદાના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.

ગુંદા ના ઉપયોગથી મોઢાના છાલા, ખીલની સમસ્યા, ખંજવાળની સમસ્યા, આર્થરાઇટિસ નો દુખાવો, દાંતની પીડા, પેટનો દુખાવો, વાળ સફેદ થવા, રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો, પેટનું અલ્સર વગેરેની સમસ્યાઓ દૂર થાય છે. ગુંદા કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે.

ગુંદા આખા ભારતમાં ઉત્પન્ન થાય છે. વસંતઋતુમાં તેના પર ફૂલ આવે છે અને ગ્રીષ્મ ઋતુ નાં અંત સુધી તેના પર ફળ આવી જાય છે. તેના ઝાડ માંથી એક પ્રકારનો ગુંદર નીકળે છે.

ગુંદા

ગુંદાના વૃક્ષની છાલ, ફળ અને પાનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તમે ગુંદા નું સેવન ઘણી રીતે કરી શકો છો. તેના પાનનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે. તેના ફળ નો પણ ઉકાળો બનાવીને પણ પી શકાય છે. ગુંદા ની છાલ નો પાવડર ઘણા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુંદામાંથી અથાણું, શાક અને લાડુ બનાવવામાં આવે છે. આજે આપણે આ લેખમાં તેના ફાયદા વિશે અને ઉપયોગ કરવાની રીત વિશે જાણીશું.

દાંતનો દુખાવો દૂર થાય છે

ગુંદા ની મદદથી પેઢામાં આવતો સોજો દૂર થાય છે. તેનાથી મોઢાના ચાંદા માં પણ રાહત મળે છે. તમે ગુંદાની છાલ નો પાવડર બનાવીને બે કપ પાણીમાં ઉકાળીને, તે ઉકાળો તૈયાર કરીને તેનું સેવન કરી શકો છો. તેનાથી દાંત નો દુખાવો પણ દૂર થાય છે.

ખીલની સમસ્યા દૂર થાય છે 

ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ ગુંદા ખૂબ જ અસરકારક છે. તેના પાનને પીસીને લગાવવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. ઉપરાંત ખંજવાળની પણ સમસ્યા દૂર થાય છે. ખંજવાળવાળી જગ્યાએ તેને લગાવવામાં આવે તો ખંજવાળ દૂર થાય છે. ગુંદા ખૂબ જ ફાયદાકારક છે.

સોજાની સમસ્યા થી છુટકારો મળે છે 

સોજાને ઓછા કરવા માટે ગુંદા ની છાલ નો પાવડર બનાવીને તેમા કપૂર મિક્સ કરીને તેને સોજા આવ્યા હોય એ જગ્યા પર લગાવવું. એનાથી સોજા ઉતરી જાય છે. ગુંદાનું અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત તે સ્વાદમાં મીઠા હોય છે. તેના ફળોના રસને સાંધા પર લગાવવાથી આર્થરાઇટિસના દુખાવામાં પણ રાહત મળે છે.

અકાળે સફેદ થતા વાળની સમસ્યા દૂર થાય છે 

ગુંદા નો રસ વાળમાં લગાવવાથી અકાળે સફેદ થતાં વાળની સમસ્યાથી છુટકારો મળે છે. ગુંદાના રસને તેલમાં મિક્સ કરીને પણ લગાવી શકાય છે. માથાના દુખાવામાં પણ એ ઉપયોગી સાબિત થાય છે. ગુંદા ને પીસીને તેનો લેપ માથામાં લગાવવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે.

દાદર ઉપચાર માટે ગુંદા ના ફાયદાકારક 

ગુંદાના બીજને વાટીને દાદર પર લગાવવાથી દાદર મટે છે.

શરીરની શક્તિ વધે છે 

ગુંદા શરીરને શક્તિ આપે છે. એના માટે ગુંદાને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લેવું. તેની બેસન તથા ઘી સાથે મિક્સ કરીને લાડુ બનાવી લેવા. એનાથી શરીરને શક્તિ મળે છે. જે લોકોના ગળામાં ખરાશ હોય તેના માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.આ માટે તેનો પાવડર બનાવી ને બે કપ પાણીમાં ઉકાળવો. ત્યાર પછી આ મિશ્રણને મધ અને કાળા મારી સાથે મિક્સ કરીને. એનું સેવન કરવું. તેનાથી ગળામાં રાહત મળે છે. આ સિવાય છાલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એના માટે ગૂંદા ની છાલ ના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે.

અતિસારની સમસ્યા દૂર થાય છે ગુંદાની છાલને પાણીમાં ઘસીને પીવડાવવાથી અતિસારની સમસ્યા દૂર થઈ જાય છે.

કોલેરા ના ઉપચારમાં ગુંદા ફાયદાકારક 

ગુંદાની છાલ ને ચણાની છાલમા પીસીને કોલેરાના રોગીને પીવડાવવાથી કોલેરામાં લાભ મળે છે.

ગુંદા નો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી પેટના રોગ, અલ્સર અને યુરિનની બળતરા જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા કે, આજની સ્વાસ્થ્ય સંબંધિત માહિતી તમને જરૂર થી પસંદ આવશે ઉપયોગી થશે.

Leave a Comment