જનરલી વરિયાળી આપણે જમ્યા પછી મુખવાસમાં જ ખાતા હોઈએ છે. પણ ઘરમાં એક વ્યક્તિ તો એવો હશે જ જેને વરિયાળીવાળો મુખવાસ પસંદ નહિ હોય. તે ફક્ત ધાણાદાળ જ ખાતા હોય છે. તો આ લેખ એવા લોકોને ખાસ મોકલજો અને તેમને પણ વરિયાળી ખાવા માટે કહેજો. શું તમે જાણો છો મુખવાસમાં તમે જે વરિયાળી ખાવ છો તેનાથી તમને જોઈએ એટલો ફાયદો થતો નથી. મુખવાસમાં વપરાયેલ વરિયાળી એ ફક્ત તમને જમ્યા પછી રિફ્રેશ થવા માટે જ મદદ કરે છે. પણ આજે અમે વરિયાળીને સાચી રીતે વાપરવાની અને તેનાથી તમને શું ફાયદા થશે એ પણ જણાવીશું.
આજે અમે તમને વરિયાળીની ચા પીવાના ફાયદા જણાવીશું. આ ચા પીવાથી 80 વર્ષની ઉંમર સુધી પણ તમારા ચહેરાની સ્કિન એકદમ યુવાન જેવી રહેશે. તમારા ચહેરાની ચમક વૃદ્ધાવસ્થા સુધી એવીને એવી જ રહે છે. વરિયાળીની ચા બનાવવા માટે તમારે એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવાનું છે તેને ગરમ કરવા મુકવાનું છે. હવે થોડું ગરમ થાય એટલે તેમાં એકથી દોઢ ચમચી વરિયાળી ઉમેરો. હવે વરિયાળી ઉમેરેલ પાણીને બરાબર ઉકાળો. ઉકળતા પાણીનો રંગ બદલાઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે કે ચા તૈયાર થઇ ગઈ છે. હવે હૂંફાળું ગરમ થાય એટલે તેને તમે પી શકશો. આ ચા પીવાથી તમારા ચહેરાની ચમક તો જેવી છે એવી જ રહેશે સાથે સાથે તમારું લીવર પણ મજબૂત થશે.
હવે જે લોકોને વરિયાળી ખાવી પસંદ છે તેમની માટે ખાસ માહિતી કે જો મુખવાસમાં તમે એકલી વરિયાળી જ ખાશો તો શું ફાયદો થશે.
વરિયાળીના ફાયદા
મહિલાઓને– વરિયાળી ખાવાથી સૌથી વધુ ફાયદો મહિલાઓને થાય છે. માસિકધર્મ દરમિયાન જો નિયમિત બ્લીડીંગ નથી થતું તો તેના માટે પણ વરિયાળી ફાયદાકારક છે.
કબજિયાત- વરિયાળી ખાવાથી ખાધેલો ખોરાક સારી રીતે પાચન થઇ શકે છે. આમ કબજિયાતની તકલીફ હોય તેમની માટે તો વરિયાળી રામબાણ ઈલાજ છે.
વજન ઘટાડવા- જો તમે વજન ઘટાડવા માંગો છો તો બે ચમચી વરિયાળીને આખી રાત એક ગ્લાસમાં પલાળી રાખો. અને સવારમાં એ પાણીને ગાળીને પી લો. આ ઉપાય જો તમે ત્રણ મહિના કરશો તો તમારું શરીર ફટાફટ ઉતરતું દેખાશે.
ઊંઘ– જો રાત્રે ઊંઘ નથી આવતી તો એક કપ ગરમ દૂધમાં અડધી ચમચી વરિયાળી પાવડર અને અડધી ચમચી સાકર ઉમેરીને પી જવું.આનાથી તમને સારી ઊંઘ આવ છે
ઉધરસ- 10 ગ્રામ વરિયાળી પાવડરમાં થોડું મધ ઉમેરીને દિવસમાં બે થી ચાર વાર ચાટશો તો તમને ઉધરસમાં રાહત થશે. વરિયાળી એકલી ખાવાથી મોઢામાં આવતી વાસ દૂર થશે.
શરીરની ગંદકી- વરિયાળીમાં રહેલ પોષકતત્વો એ લોહીમાં રહેલ અશુદ્ધતાને હટાવે છે અને લોહીને શુદ્ધ રાખવાનું કામ કરે છે. આની માટે તમારે વરિયાળીનું પાણી પીવાનું રહેશે. વરિયાળી એ ઠંડી હોય છે અને તેનું પાણી પીવાથી વારંવાર બાથરૂમ જવું પડે છે અને શરીરની ગંદકી એ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
મોતિયો-તમે ઘણા વડીલોને મોતિયાનું ઓપરેશન કરાવતા જોયા હશે પણ જો તમે આનાથી બચવા માંગો છો તો તમારે વરિયાળીનું પાણી પીવાનું રહેશે આમ કરવાથી તમારી આંખો તેજ થશે અને લાંબા સમય સુધી કોઈપણ આંખની બીમારી તમને હેરાન કરશે નહિ.
લગભગ મોટાભાગની મહિલાઓને માસિકધર્મ દરમિયાન પેઢુમાં દુખાવો, કમરમાં દુખાવો અને ક્રેમ્પ્સની તકલીફ હોય છે. તેમને વરિયાળીના પાણીથી રાહત મળશે.
આ સિવાય પણ જો કોઈને વરિયાળી એમ જ ખાવી કે પછી પાણી પીવું પસંદ ના હોય તેમણે લીંબુ પાણી બનાવીને તેમાં અડધો કલાક પાણીમાં પલાળેલ વરિયાળી ઉમેરો અને પછી તેને બ્લેન્ડર દ્વારા બરાબર મિક્સ કરી લો. આ ઉપાય કરવાથી ટેસ્ટી અને યમ્મી લીંબુ શરબત પીવાઈ પણ જશે અને વરિયાળીનું પાણી પણ પીવાઈ જશે.
ખાસ વાત : વરિયાળી દિવસમાં વધુમાં વધુ બે ચમચી લઈ શકો છો એથી વધારે લેશો તો તે શરીરમાં વધુ ઠંડક કરશે અને તમને શરદી થઇ શકે છે.
નોંધ: આ એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવા વિનંતી. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.