ગોળ ખાવાથી થાય છે આટલાં બધાં ફાયદાઓ જાણો

આપણા ઘરના વડીલો આપણને ઘણીવાર કહેતા હોય કે અમે તો પહેલા ફક્ત ગોળ અને રોટલો ખાઈને પણ દિવસો કાઢેલા છે. એ વાત અલગ કે તેમની પરિસ્થિતિને કારણે તેમને એ ખાવું પડતું હતું પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ જ સાચું અને હેલ્થી ભોજન છે. જો તમે આજથી જ તમારા નિયમિત ભોજનમાં ગોળ લેવાનું શરુ કરશો તો તમને તેના ફાયદા થોડા જ દિવસમાં જોવા મળશે. સતત કામ કરીને તમે થાકી જતા હશો તો ગોળ તમને એનર્જીથી ભરપૂર બનાવશે. હાલના સમયમાં ખુબ જરૂરી એવી રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે.

તમને જાણીને નવાઈ લાગશે પણ ગોળમાં વિટામિન A, વિટામિન B, ગ્લોકોઝ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ જેવા તો ઘણા બધા તત્વો છે જે આપણા શરીરની ઘણી બધી બીમારીઓ અને તકલીફોમાં આપણને રાહત આપે છે. આજે અમે તમને રોજિંદા ભોજનમાં ગોળ સામેલ કરવાથી શું ફાયદો થશે એ જાનવીશું. તો ચાલો ફટાફટ જાણી લઈએ. તમે અમારું પેજ લાઈક નથી કર્યું તો હમણાં જ કરો.

ગોળ ખાવાના ફાયદા 

ગોળ ખાવાના ફાયદા 

ફેફસા માટે ફાયદાકારક : શરદી થાય કે ઉધરસ કે કફ દરેકની અસર આપણા ફેફસા પર થતી હોય છે. જો ઘણી દવાઓ લેવા છતાં પણ ફર્ક નથી પડતો તો તમારે તમારા ભોજનમાં દરરોજ ગોળ ખાવો જોઈએ. ગોળ એ ફેફસામાં જમા થયેલ કફને તોડવામાં મદદ કરે છે. આ ઉપાય નાના બાળકોને પણ લાગુ પડે છે.

ગોળ ખાવાના ફાયદા 

પેશાબમાં થતી બળતરા માટે ઉપયોગી : જે પણ લોકોને પેશાબ કરવાના સમયે બળતરા અથવા તો દુખાવો થતો હોય તો તેમને ગરમાગરમ દૂધ સાથે ગોળ મિક્સ કરીને પીવું જોઈએ. આમ કરવાથી તમારી પેશાબ સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.

હેડકી દૂર કરવા માટે ફાયદાકારક : ઘણીવાર આપણને હેડકી આવતી હોય છે અને ઘણું બધું પાણી પીધા પછી પણ તે જતી નથી તો એવામાં ગોળ સાથે સૂંઠ પાવડર મિક્સ કરીને હૂંફાળા પાણી સાથે પીવો. આનાથી જલ્દી હેડકીમાં રાહત થશે.

એસીડીટીથી છુટકારો મેળવવામાં ફાયદાકારક : ઘણીવાર આપણે ખાવામાં કાંઈ આઘુંપાછું ખાઈ લઈએ છે તો આપણને ગેસ, એસીડીટી અને ખાટા ઓડકાર એવી સમસ્યા આવતી હોય છે. તો તેની માટે તમારે ગોળ, સિંધવ મીઠું અને સંચળ ઉમેરીને ગોળીઓ બનાવી લેવી અને પછી તેને ખાવી. આમ કરશો તો તમને ખાતા ઓડકારથી છુટકારો મળશે.

એસીડીટી

હાડકા મજબૂત કરવા માટે ઉપયોગી : ગોળમાં ભરપૂર માત્રમાં કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે. આ બંને તત્વો હાડકાને મજબૂત કરવા માટે ખુબ મદદગાર બને છે. ગોળ સાથે આદુ કે આદુનો પાવડર જેને આપણે સૂંઠ કહીએ છે તે બંનેના મિશ્રણને ખાવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે.

શરદી ઉધરસ માટે ફાયદાકારક : શિયાળામા આપણે ઘણા વાસણા ખાઈએ છે જેમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે મરીયા અને આદુ સાથે ગોળને ગરમ કરીને બરાબર મિક્સ કરો. પછી તેને ખાવાથી તમારા ગળામાં થયેલ ખીચખીચ અને બળતરાને દૂર કરી શકશો.

સ્કિન સંબંધિત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે જોઈએ એટલો સમય આપણી પોતાની કેર પાછળ નથી આપી શકતા. તમારી સ્કિનને સારી દેખાડવા માટે તમે ક્રીમ અને મેકઅપનો ઉપયોગ તો કરતા જ હશો પણ ચહેરાની સ્કિન માટે તમારા ભોજનમાં હેલ્થી ખાવાનું હોવું જોઈએ. તો ગોળનું સેવન જરૂર કરજો.

વજન વધારવા માટે ફાયદાકારક : જે મિત્રો પોતાના દુબળા પાતળા શરીરને વધારવા માંગે છે તેમણે નિયમિત રૂપે ગોળ ખાવો જોઈએ. ગોળ શરીરને હાઈ કેલેરી આપે છે જેથી તમારું વજન વધી જશે તેમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે શરીરના મેટાબોલિઝમને સ્વસ્થ રાખે છે.

વજન વધારવા માટે ફાયદાકારક

માસિક દરમિયાન થતા દુખાવામાંથી રાહત : ગોળમાં એવા ઘાણ પોશાક તત્વો હોય છે મહિલાઓ માટે ખુબ લાભદાયી સાબિત થાય છે. નિયમિત ગોળ ખાવાથી માસિકના દિવસો દરમિયાન થતા દુખાવામાં તમને રાહત થશે. માસિકના દિવસોમાં દુખાવો થવો, મૂડ વારંવાર બદલાઈ જવો વગેરે જેવી તકલીફમાં તમને રાહત થશે. આની મહિલાએ દરરોજ પોતાના ભોજનમાં ગોળનો એક નાનકડો ટુકડો પણ ખાવો જોઈએ. 

શ્વાસની બીમારી માટે : નયમીત રૂપથી ગોળનું સેવન કરવાથી શ્વાસ સંબંધિત કોઈપણ તકલીફ દૂર થઇ જાય છે. તેમાં અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે સામેલ છે. આ એક પ્રાકૃતિક સ્વીટનર છે આયુર્વેદમાં તેના અનેક લાભનું વર્ણન કરેલ છે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment