વર્ષોથી સિરિયલ પ્રત્યેનો સ્ત્રીઓનો પ્રેમ આપણે જોયો જ છે. સાસુ વહુની ટિપિકલ સ્ટોરી લાઇન એ જાણે દરેક સિરિયલની ઓળખ બની ગઈ હતી પણ હવે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ ટીવી સીરીયલમાં દર્શાવવામાં આવતા વિચારો પણ બદલાઈ રહ્યા છે. એમાંય છેલ્લા એકાદ વર્ષથી ટીવી પર સતત નંબર 1 બની રહેલી અનુપમાં સીરિયલે તો લોકોને એક અલગ જ રીતે વિચાર કરવા મજબૂર કરી દીધા છે અને એ જ કારણે ટીઆરપી લિસ્ટમાં અને લોકોના દિલમાં અનુપમાં સિરિયલ ટોપ પર રહે છે.
સિરિયલની છાપ એટલી ઊંડે સુધી પડી છે કે આજકાલ લોકો આ સિરિયલ વિશે ચર્ચા કરતા રહે છે. જૂની રૂઢિવાદી વિચારધારાને તોડીને એક નવી વિચારસરણી અપનાવવા માટે સમાજને આ સિરિયલ પ્રેરણા આપી રહી છે. પણ શું તમે જાણો છો કે આ સીરિયલમાં એવું તો શું છે કે દર્શકો એને આટલી હદે પસંદ કરી રહ્યા છે અને આટલો બધો પ્રેમ આપી રહ્યા છે. એની પાછળ કેટલાક કારણો જવાબદાર છે અને આજે આપણે એ કારણો વિશે જ ચર્ચા કરીશું
અનુપમા અને તેમના દીકરા વચ્ચેનો સ્પેશિયલ:
અનુપમાને આમ તો એના દરેક સંતાન માટે અપાર સ્નેહ છે પણ એના નાના દીકરા સમર સાથે તે ખાસ બોન્ડ ધરાવે છે અને સમર પણ પોતાની માતાને એના જીવ કરતા વધુ પ્રેમ કરે છે. દરેક સુખ અને દુઃખમાં સમર અને અનુપમાં એકબીજાની પડખે ઉભા રહે છે એ તો તમે જોયું જ હશે.
લગ્ન પછી સ્ત્રીઓ ડિવોર્સ નથી આપી શકતી :
તમે સીરિયલમાં જોયું જ હશે કે કેવી રીતે કાવ્યા અને વનરાજના સંબંધોની હકીકત જાણ્યા પછી અનુપમા સાવ તૂટી ગઈ હતી. પણ તેને ફરીથી હિંમત બતાવી. એટલું જ નહીં અનુપમાએ એના પતિ વનરાજ સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય કરી લીધો. પણ આ નિર્ણય અનુપમા માટે સરળ નહોતો તેમ છતાં એને સતત ગૂંગડાઈને જીવવનો બદલે ડિવોર્સ લેવાને જ ઠીક સમજ્યું,
પોતાની જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે :
તમે એક હાઉસવાઈફ હોવ કે પછી એક વર્કિંગ વુમન તમને તમારી જાત પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. અનુપમાં જે પણ કામ કરે છે એ પુરા આત્મવિશ્વાસ સાથે કરે છે અને સફળ થાય છે.
ઘર ચલાવનારી સ્ત્રી બિઝનેસ પણ ચલાવી શકે છે :
અનુપમાં કે જેને 25 વર્ષ સુધી ફક્ત ઘર ચલાવ્યું છે એ અનુપમાએ જયારે પોતાની ડાંસ એકેડમી ખોલવાનું નક્કી કર્યું તો બધા માટે આ વાત નવાઈ પમાડે તેવી હતી. અનુપમાં ડાન્સ કરે એ વનરાજને જરાય નહોતું ગમતું પણ તો ય અનુપમાએ ડાન્સ એકેડમી ખોલી અને બધાને બતાવી દીધું કે એ એના નિર્ણય જાતે જ લઈ શકે છે.
અનુપમા અને અનુજની મિત્રતા :
વનરાજ સાથેના ડિવોર્સ પછી અનુપમા જીવનના ઘણા ઉતાર ચડાવ આવી રહ્યા હતા એવા સમયમાં એના જીવનમાં એના કોલેજ ફ્રેન્ડ અનુજની એના જીવનમાં એન્ટ્રી થાય છે અને આ સાથે જ અનુપમાંના જીવનમાં ખુશીઓની પણ એન્ટ્રી થાય છે અનુજ અનુપમાને એની સાથે બિઝનેસમાં પાર્ટનરશીપ કરવાની ઓફર આપે છે અને અનુપમાં પોતાના મનનું સાંભળીને આ ઓફર સ્વીકારી અને હવે અનુપમાં અત્યાર સુધી ક્યાંક સંતાડીને રાખેલા પોતાના અધૂરા સપના જીવી રહી છે. પણ ઘણા એવા લોકો છે જેમને અનુજ અને અનુપમાની મૈત્રી સાથે વાંધો હતો પણ એની પરવાહ કર્યા વગર અનુપમાએ બસ એને ગમતું કર્યું.
સપોર્ટીવ સસરા :
આજના સમયમાં વહુને દીકરી કહી દેવી તો ઘણી સરળ છે પણ એવું ઘણું ઓછું જોવા મળે છે કે જયારે એક સસરા એની વહુને ખરેખર દીકરીની જેમ પ્રેમ આપે. અનુપમા આ બાબતે ઘણી લકી છે કારણ કે એના સસરા પણ કાંઈક એવા જ છે. અનુપમા ગમે તે નિર્ણય લે, તેના સસરા હંમેશા તેની સાથે ઉભા રહેતા દેખાય છે
કંઈપણ શીખવા માટે કોઈ ઉંમર નથી :
અનુપમા ત્રણ બાળકોની માતા છે. ઉંમરના સ્ટેજ પર સ્ત્રીઓના ઘૂંટણ અને કમરમાં દુખાવો રહેતો હોય એ ઉંમરે અનુપમાં કંઈક નવું શીખવાની ઈચ્છા રાખે છે અને એ માટે સતત મહેનત કરતી દેખાય છે.
પોતાની જાતને પ્રેમ કરવો :
સ્ત્રીઓ એકવાર સંબંધોની માયા જાળમાં ફસાય એ પછી એ પોતાના માટે સમય નથી કાઢી શકતી. પોતે પણ એક જીવતી જાગતી વ્યક્તિ છે એ વાત જ જાણે સ્ત્રીઓ ભૂલી જાય છે. એને પણ અન્ય લોકોની જેમ જીવવાનો હક છે એ વાતનો એને વિચાર જ નથી આવતો. અનુપમાં પણ આવી જ હતી પણ હવે મોડે મોડે પણ એને પોતાના વિશે વિચાર્યું અને હવે એ પોતાની ખુશીઓ સાથે કોઈ જ સમાધાન કરવા નથી માંગતી, જે ખરેખર ખૂબ જ સાચું છે.
વનરાજ અને કાવ્યાના સંબંધ વિશે જાણ્યા બાદ એક ખોટા સંબંધ માંથી બહાર નીકળીને અનુપમા હવે પોતાના માટે જીવતા શીખી રહી છે, જે ખરેખર કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ અઘરું પણ છે અને જરૂરી પણ છે. તો ચાલો હવે અમને જણાવી દો કે તમારામાંથી કેટલા છે જે અનુપમાં સીરિયલના પાક્કા રસિયા છે, કેટલાના ઘર એવા છે જ્યાં 10 વાગતાની સાથે જ અનુપમાં સિરિયલ જોવા બધા ગોઠવાઈ જાય છે..