અનુપમા આગામી ટ્વિસ્ટ માલવિકા કાઢશે અનુજ અને અનુપમાના લગ્નની વાત શુ આ વખતે થઈ શકશે બન્ને એક?

અનુપમામાં આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અનુપમાને જણાવશે કે એને વનરાજ અને માલવિકાની પાર્ટનરશીપ ઠીક નથી લાગી રહી. અનુપમાં અનુજને સમજાવવાની કોશિશ કરશે કે વનરાજનું ધ્યાન હવે ફક્ત કામ પર છે. અનુપમાં કહેશે કે વનરાજ સાવ ખરાબ માણસ નથી પણ અનુજને આ પાર્ટરનશીપ તો ય ખટકશે. અનુજ કહેશે કે એ એવા વ્યક્તિ પર કેવી રીતે ભરોસો કરી લે જેને અનુપમાને દગો આપ્યો હોય.

અનુપમા સીરીયલ :-

અનુજને થશે વનરાજ પર શક :

કાવ્યા એ જ સાંભળીને હેરાન રહી જશે કે વનરાજ ક્રિસમસ પાર્ટી ઓર્ગેનાઇઝ કરશે. સાથે જ એ માલવિકાને લઈને પણ સાવચેત કરશે. વનરાજ ફરી એકવાર કાવ્યાને ક્લિયર કરશે કે એ છોકરીઓની પાછળ ભગનાર વ્યક્તિ નથી. એને કાવ્યા સિવાય અન્ય કોઈની સામે જોયું પણ નથી અને હવે એની પાસે કાવ્યા માટે પણ કોઈ સમય નથી. અનુપમાં અનુજને સમજાવશે કે માલવિકા એક સમજદાર વ્યક્તિ છે.

અનુપમા સીરીયલ

કાવ્યા બાને ભડકાવશે :

કાવ્યા બાને માલવિકા વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરશે. માલવિકા હવે એની જરૂરિયાત માટે વનરાજને પસંદ કરશે એ જાણીને અનુજને નહિ ગમે અને વનરાજ અનુજના ચહેરાના હાવભાવ પરથી જાણી જશે કે એ એના વિશે કઈ સારું નથી વિચારતો. સાથે જ માલવિકા જણાવશે કે એને કંપની એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે અને આ જાણીને અનુજને ઝટકો લાગશે

અનુજને બચાવશે અનુપમાં :

અનુપમા માલવિકાને લાગશે કે એનો ભાઈ એના પર વિશ્વાસ નથી કરતો અને એ વાત પર અનુજ સાથે લડશે. અનુજ માલવિકાને સમજાવશે કે એને એનાથી કોઈ તકલીફ નથી. એના પર માલવિકા કહેશે કે એને વનરાજથી તકલીફ છે અને એ વાત પર અનુજ ફસાઈ જાય છે. વનરાજ કહેશે કે એ જાણવા માંગે છે કે અનુજને એનાથી શુ તકલીફ છે. એકવાર ફરી અનુપમાં વચ્ચે આવી જાય છે અને વાતને સંભાળી લે છે.

અનુપમા સીરીયલ

માલવિકા કાઢશે લગ્નની વાત :

માલવિકા વનરાજને લડશે અને કહેશે કે એને અનુપમાને ડિવોર્સ કેમ આપી દીધા અને એ વાત સાંભળીને વનરાજ થોડો અપસેટ થઈ જશે. તો અનુપમાં અનુજને સમજી વિચારીને બોલવાની સલાહ આપશે. આવનાર એપિસોડમાં તમે જોશો કે અનુપમાના મનમાં અનુજ માટે પ્રેમ ઉમળશે અને સાથે જ માલવિકા પૂછશે કે અનુજે હજી સુધી અનુપમાને લગ્ન માટે પ્રપોઝ કેમ નથી કર્યું

તમને જણાવી દઈએ કે અનુપમાં શો ગયા વર્ષે જુલાઇ મહિનામાં શરૂ થયો હતો. અને શરૂ થયો ત્યારથી જ એ દર્શકોના દિલમાં વસી ગયો અને એ જ કારણે એની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે, એટલું જ નહિ ટીઆરપી લિસ્ટમાં પણ એ હંમેશા ટોપ પર જ રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી અનુપમાંનું પાત્ર ભજવી રહી છે તો ગૌરવ ખન્ના અનુજના પાત્રમાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત વનરાજના પાત્રમાં સુદ્ધાંશું પાંડે અને મદાલસા શર્મા કાવ્યના પાત્રમાં છે

Leave a Comment