what is insurance ? ઇન્સ્યોરન્સ વીમા વિશે માહિતી જાણો

what is insurance ? ઇન્સ્યોરન્સ એટલે શું
insurance ભવિષ્યમાં કોઈ નુકશાનની શક્યતાઓથી નિપટવા માટેનું પ્રભાવશાળી હથિયાર છે. આપણને નથી ખબર હોતી કે કાલે શુ થવાનું છે એટલે આપણે ઇન્સ્યોરન્સ પોલિસી દ્વારા ભવિષ્યમાં સંભવિત નુકશાનની ભરપાઈ કરવાની કોશિશ કરીએ છીએ.

insurance ઇન્સ્યોરન્સનો અર્થ જોખમથી સુરક્ષા છે. જો કોઈ ઇન્સ્યોરન્સ કંપની કોઈ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ કરે છે તો એ વ્યક્તિને થતા આર્થિક નુકશાનની ભરપાઈ ઇન્સ્યોરન્સ કંપની કરશે.

આ રીતે જો ઇન્સ્યોરન્સ કંપનીએ કોઈ કાર, ઘર કે સ્માર્ટફોનનો ઇન્સ્યોરન્સ કર્યો છે તો એ વસ્તુ, તૂટવા, ફૂટવા, ખોવાઈ જવા કે ક્ષતિગ્રસ્ત થવાની પરિસ્થિતિમાં ઇન્સ્યોરન્સ કંપની એના માલિકને પહેલેથી નક્કી કરેલી શરતના હિસાબે વળતર આપે છે.

what is insurance

ઇન્સ્યોરન્સ ખરેખર તો ઇન્સ્યોરન્સ કંપની અને ઇન્સ્યોરર વ્યક્તિ વચ્ચેનો એક કરાર છે. આ કોન્ટ્રાકટ હેઠળ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કરાવનાર વ્યક્તિ પાસે એક નિશ્ચિત રકમ લે છે જેને પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિ કે કંપનીને પોલિસીની શરતના હિસાબે કોઈ નુકસાનની પરિસ્થિતિમાં વળતર આપે છે.

Types Of insurance ઇન્સ્યોરન્સના પ્રકાર :

સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ બે પ્રકારના હોય છે

લાઈફ ઇન્સ્યોરન્સ Life insurance

જનરલ ઇન્સ્યોરન્સ general insurance

લાઈફ ઇન્સ્યોરન્સમાં કોઈ વ્યક્તિના જીવનનો ઇન્સ્યોરન્સ કરવામાં આવે છે.

Life insurance લાઈફ ઇન્સ્યોરન્સ

લાઈફ ઇન્સ્યોરન્સનો અર્થ એ છે કે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદનાર વ્યક્તિના મૃત્યુ પર એના આશ્રિતને વીમા કંપની તરફથી વળતર મળે છે.

જો પરિવારના મુખ્ય સભ્યનું કસમયે મૃત્યુ થઈ જાય છે તો ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ જાય છે. પરિવારના મુખ્ય વ્યક્તિની પત્ની, બાળકો, માતાપિતા વગેરેને આર્થિક સંકટથી બચાવવા માટે લાઈફ ઇન્સ્યોરન્સ( Life insurance )પોલિસી લેવી જરૂરી છે. નાણાકીય યોજનામાં સૌથી પહેલા કોઈપણ વ્યક્તિને લાઈફ ઇન્સ્યોરન્સ ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

લાઈફ ઇન્સ્યોરન્સ હેઠળ લેવામાં આવેલી પોલિસી તમને ટેક્સમાં 1.5 લાખ રૂપિયા સુધીના રાહત ક્લેમ કરવામાં મદદ કરી શકે છે. આઈ ટી એક્ટના સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ પ્રાપ્ત કોઈપણ બોનસ કે રકમ તમને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 10(10ડી) હેઠળ છુટ આપશે.

જો તમે તમારા પરિવારના એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ છો તો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જરૂરી છે. ઇન્સ્યોરન્સ તમારા પર નિર્ભર લોકોને સુરક્ષા આપે છે. એ તમારા નાણાકીય લક્ષયો માટે કોઈ રોકાણ કરવા કે લોન લેતા પહેલા તમારી નાણાકીય જવાબદારી વિરુદ્ધ એક સુરક્ષા આપે છે.

જનરલ ઇન્સ્યોરન્સમાં બાઇક ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરેનો સમાવેશ થાય છે.

Home insurance હોમ ઇન્સ્યોરન્સ :

Home insurance જો તમે તમારા ઘરનો ઇન્સ્યોરન્સ કોઈ સાધારણ ઇન્સ્યોરન્સ કંપની પાસે કરાવો છો તો એમાં તમારા ઘરની સુરક્ષા હોય છે. ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદ્યા પછી જો તમારા મકાનને કોઈપણ પ્રકારનું નુકશાન થાય છે તો એનું વળતર ઇન્સ્યોરન્સ કંપની આપે છે.

તમારા ઘરને કોઈપણ પ્રકારના નુકશાનથી કવરેજ આ ઇન્સ્યોરન્સ પોલિસીમાં સામેલ છે. ઘરને કુદરતી આફતોથી થયેલા નુક્શાનમાં આગ, ભૂકંપ, વીજળી પડવી, પુર વગેરેના કારણે થતું નુકશાન સામેલ છે. કૃત્રિમ આફતોમાં ઘરમાં ચોરી થવી, આગ લાગવી, હુલ્લડ થવા વગેરેના કારણે ઘરને થતું નુકશાન સામેલ છે.

bike insurance બાઇક ઇન્સ્યોરન્સ :

bike insurance ભારતમાં રોડ પર ચાલતા વાહનોનો ઇન્સ્યોરન્સ કરાવવો કાયદાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા બાઈકનો ઇન્સ્યોરન્સ કરાવ્યા વગર એને રોડ પર ચલાવો છો તો તમને ટ્રાફિક પોલીસ દંડ કરી શકે છે  કાર કે બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીના હિસાબે વાહનને થયેલા કોઈપણ નુકશાન માટે ઇન્સ્યોરન્સ કંપની વળતર આપે છે. જો તમારૂ બાઇક ચોરી થઈ જાય છે કે પછી એનાથી કોઈ દુર્ઘટના થઈ ગઈ છે તો બાઇક ઇન્સ્યોરન્સ પોલિસી તમારી ઘણી મદદ કરી શકે છે.

vehicle insurance બાઇક ઇન્સ્યોરન્સ પોલિસીનો સૌથી વધુ ફાયદો તમને ત્યારે થાય છે જ્યારે બાઈકથી કોઈ વ્યક્તિને ઇજા થઇ જાય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય. એને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરવામાં આવે છે. જો તમારી પાસે પણ કોઈ ટુ વહીલર છે તો એનો ઇન્સ્યોરન્સ કરાવવો જરૂરી છે.

health insurance હેલ્થ ઇન્સ્યોરન્સ :

આજકાલ કોઈપણ બીમારીની સારવારનો ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે  હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને બીમારી થાય તો ઇન્સ્યોરન્સ કંપની સારવારનો ખર્ચ કવર કરે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી (health insurance ) હેઠળ ઇન્સ્યોરન્સ કંપની કોઈપણ પ્રકારની બીમારી થવા પર સારવારના ખર્ચની રકમ આપે છે  કોઈપણ બીમારી પર થતા ખર્ચની લિમિટ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર નિર્ભર કરે છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ હોવા પર એક નિશ્ચિત રકમ સુધીની સારવારનો ખર્ચ ઇન્સ્યોરન્સ કંપની આપે છે. અને સારવાર દરમિયાન પૈસાનું ટેંશન નથી લેવું પડતું. ઇન્સ્યોરન્સ કંપનીઓનું ઘણા હોસ્પિટલ સાથે ટાઇ અપ હોય છે અને તમે એ હોસ્પિટલમાં જઈને તમારા ડોક્યુમેન્ટ બતાવીને એક નિશ્ચિત રકમ સુધી સારવાર કરાવી શકો છો. એ સાથે જ ઘણી કંપનીઓ પોલિસીના હેલ્થ ચેકઅપને સામેલ કરવાનો ઓપશન પણ આપે છે. પ્રીમિયમમાં થોડી રકમ વધારીને આ સુવિધાઓનો તમે લાભ લઇ શકો છો.

આ પણ જુવો : મહિલાઓ માટે ઉપયોગી માહિતી મહિલાઓ ખાસ વાંચે

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment