આ વસ્તુથી 50 વર્ષની ઉંમરે પણ તમારો ચહેરો જુવાન દેખાશે

લગભગ દરેક ભારતીય ઘરમાં ફટકડી સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ મોટેભાગે પાણીને સાફ કરવા માટે થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે દેખાવ માં સફેદ પથ્થર જેવી દેખાતી આ ફટકડી દવા તરીકે ઉપયોગી છે. તેના ઉપયોગ કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ ની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

ફટકડીનો ઉપયોગ કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાં પણ છુટકારો મેળવી શકો છો, માટે આજના લેખમાં અમે ફટકડીનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા વિશેષ ફાયદાઓ વિશે તમને માહિતી આપીશું.

જો ચહેરાની ત્વચા પર કરચલી પડી ગઈ હોય, તમે સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગ્યા હોવ તો ફટકડીનો ઉપયોગ કરીને તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. ફટકડી બ્યુટી ક્રીમ ની જેમ કામ કરે છે. તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. એનો ઉપયોગ કરવા માટે ફટકડી પાણીમાં પલાળીને, તે પાણીથી ચહેરા પર માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ખીલની સમસ્યા પણ દૂર થાય છે.

જો મોઢા માંથી દુર્ગંધ આવતી હોય તોપણ ફટકડી ઉપયોગી સાબિત થાય છે. મોઢામાંથી આવતી દુર્ગંધને કારણે લોકો વાત કરવાનું પસંદ કરતા નથી. જોકે ઘણા લોકોને બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે આવા લોકોએ ફટકડીને પાણીમાં પલાળીને તે પાણીથી કોગળા કરવા જોઇએ. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે.

જો તમારા શરીરમાં પરસેવાની દુર્ગંધ આવતી હોય તો તમારી ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. ફટકડી શરીર પર રહેલા બેકટેરિયાનો નાશ કરે છે. તમારે ફટકડીનો ઉપયોગ કરવા માટે ફટકડીનો એક નાનો ટુકડો લઈને પાણીમાં ઉમેરી દેવો જોઈએ, અને તે પાણીથી સ્નાન કરવું જોઈએ.

ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકાય છે.

ત્વચા માટે પણ ફટકડી ખૂબ જ અસરકારક છે. એક કપ પાણીમાં 2 ચમચી ફટકડી પાઉડર મિક્સ કરી તેને સનબર્નવાળા ભાગ પર રોજ લગાવવું અને 10 મિનિટ બાદ ધોઈ લેવું. એનાથી ખંજવાળમાં પણ આરામ મળશે.

ઘણાં લોકોને વારંવાર મોંઢા માં ચાંદાની સમસ્યા હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લેવું. ત્યારપછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવવાથી. રાહત મળે છે.

ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દૂર થાય છે. આ ઉપાય રોજ એકવાર કરવો.

ફટકડીને ગરમ કરવી અને ઓગડયા બાદ, ઠંડુ પડ્યા બાદ તેને નારિયેળનાં તેલમાં ઉમેરીને પગની ફાટેલી એડીઓ ઉપર લગાવો. એનાથી ફરક પડે છે.

ઉધરસની સમસ્યામાં સવારે અને સાંજે એક ગ્લાસ ગરમ પાણી સાથે ફટકડીનો પાવડર મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે.

શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લેવું ત્યારબાદ આ પાણીથી આંગળીઓ ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

જો વાગ્યુ હોય તો અને લોહી નીકળતુ હોય તો ઘા ને ફટકડીના પાણીથી ધોવો અને ઘા પર ફટકડીનું ચૂરણ લગાવવાથી લોહી નીકળવુ બંધ થઈ જાય છે.

દસ ગ્રામ ફટકડીના ચૂરણમાં પાંચ ગ્રામ સંચળ નાખીને મંજન બનાવવું. આ મંજનનો પ્રયોગ રોજ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે.

કાનમાં ફોલ્લી અથવા પરૂ થયો હોય તો થોડી ફટકડીને વાટીને પાણી નાખીને મિક્સ કરવી અને એનાથી કાન ધોવો જોઈએ. એનાથી રાહત મળે છે.

પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. ગળા માં કાકડા થયા હોય તો, ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો બંને દૂર થાય છે.

ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવામાં આવે તો તરત જ આરામ મળે છે. આ ઉપાય દિવસમાં 2-3 વખત કરવાથી તરત ફરક પડે છે.

અમને આશા છે કે, આજના લેખની ફટકડીના વિશેષ ફાયદા સંબંધિત માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment