માતા પિતાએ પોતાના બાળકોનું મગજ કોમ્પ્યુટર જેવું તેજ બનાવવું હોય તો

બધા જ માતા-પિતા પોતાના બાળકો હોશિયાર બને અને માતા-પિતાનું નામ રોશન કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. આ માટે પોતાના બાળકનું મગજ તેજ હોય એ પણ ખૂબ જરૂરી છે, પરંતુ અત્યારના સમયમાં મોટા ભાગનાં બાળકોની યાદશક્તિ ખૂબ જ કમજોર હોય છે.

જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણું મગજ કઈ ને કઈ વિચાર કરતું હોય છે. જેના કારણે મગજ પર ખૂબ ભાર પડતો હોય છે, માટે મગજ શાંત રહે અને મગજની કાર્યક્ષમતા વધે તે સૌથી વધુ જરૂરી છે.

આવી સ્થિતિમાં બાળકો ને એવા કેટલાક આહાર ખવડાવવા જોઈએ. જેનાથી બાળકોની યાદશક્તિ તેજ બને અને બાળકો હોશિયાર બને એના માટે બાળકોને નાની ઉમરથી જ પૌષ્ટિક ખોરાક ખાવડાવવો જોઈએ તો ચાલો બાળકોનું કમ્પ્યૂટર જેવું તેજ મગજ બનાવવા માટે કઈ વસ્તુઓ ખાવડાવવી જોઈએ. એના વિશે જાણીએ.

power mind

અખરોટ

અખરોટના મગજના આકાર જેવું દેખાય છે. જેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન ઇ જેવા મહત્વના પોષક તત્વો રહેલા છે. જે મગજને સ્વસ્થ અને તેજસ્વી બનાવે છે. માટે રાત્રે પલાળેલી અખરોટની સવારે બાળકોને ખવડાવવી જોઈએ. જેથી બાળક ના મગજનો ખૂબ જ સારો વિકાસ થાય છે માટે મોટી ઉંમરની વ્યક્તિ ઓ પણ અખરોટ ખાય તો હૃદય સ્વસ્થ રહે છે.

દરરોજ સવારે બે પલાળેલા અખરોટનું સેવન શરીરની બે મુખ્ય વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પલાળેલા અખરોટમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરી શકે છે. અખરોટમાં રહેલું આલ્ફા-લિનોલેનિક એસિડ માત્ર તમારા હાડકાં જ નહીં પણ તમારા દાંતને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે.

લીલા શાકભાજી ખાવડાવવા જોઈએ

લીલા પાનવાળા શાકભાજી ખવડાવવાથી બાળક ના મગજનો ખૂબ જ સારો વિકાસ થાય છે. લીલા શાકભાજીમાં પાલક, બ્રોકોલી જેવા શાકભાજી ખાવડાવવા જોઈએ. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. જે મગજના સારા વિકાસ સાથે આંખોનું તેજ પણ વધારે છે.

બદામ ખવડાવી જોઈએ

બદામમાં ઘણા પોષક તત્વો રહેલા છે, માટે બાળકોની યાદશક્તિ વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે માટે દરરોજ ચાર બદામ રાત્રે પલાળી સવારે ખાલી પેટે બાળકોને ખવડાવવી જોઈએ. જેનાથી બાળકોની યાદશક્તિ વધે છે.

બદામનું દૂધ પીવડાવવું 

દૂધ એક સંપૂર્ણ આહાર છે. જે બાળકોને ખૂબ જ ઝડપથી વિકાસ કરે છે માટે રોજ રાતે સૂતા પહેલા એક કપ જેટલાં ગરમ દૂધમાં બેથી ત્રણ બદામ ને છીણી ને નાખવી જોઈએ. ત્યાર પછી હલાવીને પી જવું જોઈએ. આ રીતે બદામ વાળું દૂધ પીવાથી બાળકોની ભૂલવાની બીમારી પણ દૂર થઇ જાય છે. અને મગજ કોમ્પ્યુટર જેવું તેજ બને છે. આ ઉપરાંત રાત્રે દૂધ પીવાથી બાળકોને ઉંઘ સારી આવે છે..બીજા દિવસે બાળકો ફ્રેશ અને તાજગી અનુભવે છે બદામવાળું દૂધ પીવાથી બાળકોમાં ભરપૂર શક્તિ આવે છે અને બાળકો મજબૂત બને છે.

બદામ નું દૂધ જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ પૌષ્ટિક પણ હોય છે. દૂધ અને બદામ ના ન્યુટ્રીશન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બદામ નું દૂધ પીવાથી દૂધ માં રહેલા પ્રોટીન,વિટામિન ડી અને કેલ્શિયમ થી ફાયદો મળે છે. તેમ જ બદામ માં રહેલા પોષક તત્વો જેવા કે વિટામિન ઇ હેલ્ધી ફેટ્સ, અને વિટામિન બી 12 થી શરીર ને પોષણ મળે છે. ઈમ્મુન સિસ્ટમ ને પણ કામ કરવા માં મદદરૂપ થાય છે.

દરરોજ બદામ વાળુ દૂધ પીવા થી આંખો ની રોશની વધે છે. કારણકે તેમા ભરપૂર માત્રા માં વિટામિન ઇ રહેલું હોય છે, જે આંખો માટે ખૂબ જ સારું હોય છે. રોજ આ દૂધ પીવાથી આંખો ની રોશની વધે છે. ઉપરાંત મસલ્સ પણ મજબુત બને છે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે બધી વસ્તુઓ ખવડાવી ખૂબ જરૂરી છે તો, આજે એ બધી વસ્તુઓ વિશે આ લેખ દ્વારા તમે જાણ્યું. જેનાથી બાળકોને ભુલવાની બીમારી દૂર થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજે મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment