કેન્સર, લોહીની કમી, ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડપ્રેશર જડમૂળથી ગાયબ કરી દેશે

બીટ તેના લાલ કલર માટે જાણીતું છે. સ્વાસ્થ્ય માટે બીટ ખૂબ જ ગુણકારી છે. બીટના અનેક ફાયદા છે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા અને હિમોગ્લોબીન વધારવા માટે એ સિવાય સુંદરતા માટે પણ બીટ ઉપયોગી છે. બીટના વિશેષ ગુણોને કારણે મોટા ભાગે તેનો સલાડ અને રસ સ્વરૂપે વધુ ઉપયોગ થાય છે. બીટ ખાવાના અનેક ઘણા ફાયદા છે. જે આજે અમે તમને બીટ ખાવાના ફાયદા વિગતવાર જણાવીશું.

બીટ અને ઘણા ફાયદા છે તે ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

બીટ

બીટમાં વિટામિન અને પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં રહેલાં છે. જેના કારણે બીજ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે ઘણી શારીરિક સમસ્યાઓમાં બીટ અમુક અંશે ફાયદો કે રાહત આપે છે. પરંતુ બીટ એ સમસ્યાઓનો કાયમી ઇલાજ નથી. કે, એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી. બીટ ફાયદાકારક છે માટે એના ગુણોનો લાભ લેવો જોઈએ. પરંતુ અમુક સમસ્યાઓમાં તબીબી સારવાર લેવી પણ જરૂરી બને છે. હવે બીટના ફાયદા વિશે જાણીશું.

બીટ ખાવાના ફાયદા | બીટના જ્યુસ ના ફાયદા  

હૃદયરોગ માટે  ફાયદાકારક

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે પણ, જો નિયમિત પણે બીટનો જ્યૂસ પીવા માં આવે તો હૃદય રોગનું જોખમ ઘટે છે. જેમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક નો સમાવેશ થાય છે.

beetroot juice

બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે 

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકો માટે બીટનો રસ ખૂબ જ ફાયદાકારક છે. મેડિકલ ન્યુઝ ટુડે પ્રમાણે એક રિપોર્ટ મુજબ દરરોજ નિયમિત એક ગ્લાસ બીટનો રસ પીવાથી બ્લડપ્રેશર ઘટે છે.

કબજિયાત

પાચન ક્રિયા માટે બીટનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે. તે કબજીયાત દૂર કરે છે પરંતુ પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં પણ રાહત અપાવે છે. જે લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય એમને રોજ નિયમિત એક ગ્લાસ બીટનો જ્યૂસ પીવું જોઈએ. જે કબજિયાતની સમસ્યા વાળી વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે બીટનું સેવન ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે. બીટમાં alpha lipoic એસિડ નામનું એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે ગ્લુકોઝના સ્તરને ઘટાડવામાં મદદરૂપ બને છે. એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ લોહીમાં ખાંડનું પ્રમાણ વધે એ છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી

જો તમે પણ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન હોવ તો, બીજ તમારા માટે ઉપયોગી બની શકે છે. બીટ વજન ઘટાડે છે. બીટમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછી માત્રામાં રહેલું હોય છે. જે વજન ઘટાડવામાં સહાયરૂપ બને છે.

કેન્સર, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ

આંખો માટે ખૂબ જ ફાયદાકારક

બીટ નું સેવન કરવું એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બીટમાં વિટામિન a અને બિટા કેરોટિન રહેલા છે. વિટામીન એ આપણી આંખો માટે ખૂબ જ લાભદાયી છે. માટે બીટનું સેવન કરવું આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

બીટી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે જ,  પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બીટમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. ઉપરાંત તેમાં વિટામિન સી પણ રહેલું છે. જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણો સામે રક્ષણ આપે છે. સાથે સૂર્ય પ્રકાશથી  બચાવવામાં મદદરૂપ બને છે.

દાંત અને હાડકા માટે માટે ફાયદાકારક 

હડકા આપણા શરીરની મજબૂતી માટે અને આપણા શરીરના આકાર આપવા માટે મહત્વના છે. શરીરના સમગ્ર વજન સાંભળવા માટે હાડકા મજબૂત હોય એ જરૂરી છે. મજબૂત હાડકા માટે કેલ્શિયમ નો સ્ત્રોત ખૂબ જ જરૂરી છે. જે બીટમાં ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું હોય છે. માટે નિયમિત બીટ ખાવાથી દાંત અને હાડકાંને મજબૂત બને છે.

કેન્સર સામે પણ રક્ષણ આપે છે

બીટ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ રક્ષણ મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, બીટ ખાવાથી ચામડી અને ફેફસાના કેન્સર ને રોકવામાં મદદ મળે છે. કેન્સર જીવલેણ રોગ છે, અને તેનો ઘરગથ્થુ ઉપચાર શક્ય નથી. માટે જ કેન્સરના દર્દીઓને નિષ્ણાંત પાસે સલાહસૂચન લેવી જોઈએ અને તપાસ કરાવવી જોઈએ.

વાળ માટે ફાયદાકારક

આજકાલ લોકો વાળમાં કલર કરવાનું ખૂબ પસંદ કરતા હોય છે પરંતુ બજારમાં મળતા કેમિકલ વાળા કલર કરવાથી તેઓ ડરતા હોય છે. તો એના માટે બેસ્ટ વિકલ્પ છે એના માટે બીટના રસને મહેંદીમાં મિક્સ કરીને લગાવવામાં આવે તો ખૂબ જ સુંદર રંગ વાળને મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની બીટ ના ફાયદા વિશેની માહિતી તમને જરૂરથી પસંદ આવશે ને ઉપયોગી પણ થશે.

Leave a Comment