શિવરાત્રી સ્પેશિયલ: રાત્રે ફરાળ માટે બનાવો સાબુદાણાની મસાલેદાર ખીચડી

સાબુદાણાની ખીચડી કેમ છો? આજે ઘણો પવિત્ર દિવસ છે. શિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને ભજવાનો દિવસ, ભગવાન ભોળાનાથ પાસેથી મનગમતું ફળ મેળવવા માટેનો ખાસ દિવસ. આજના દિવસે મોટા ભાગના લોકો વ્રત ઉપવાસ કરતાં હોય છે. આ દિવસે સવારમાં તો આપણે બટેકા કે શક્કરીયાં ખાઈને ચલાવતા હોઈએ છે. તો આજે હું લાવી છું સાંજે ખાઈ શકાય એવી ફરાળી વાનગી. સાબુદાણાની મસાલેદાર ખીચડી. ચાલો પહેલા જોઈ લઈએ તેની સામગ્રી.

સાબુદાણાની ખીચડીrecipe of khichdi

સાબુદાણાની ખીચડી બનાવવા રીત

સાબુદાણાની ખીચડી બનાવવા માટેની જરૂરી સામગ્રી

સાબુદાણા
બાફેલા બટેકા
શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો
લીલા મરચા
તેલ વઘાર માટે
જીરું
આદું
મીઠો લીમડો
લાલ મરચું
લીંબુ
ખાંડ
મીઠું
ગરમ મસાલો
હળદર
ધાણાજીરું
લીલા ધાણા

સાબુદાણાની ખીચડી બનાવવા માટેની સરળ રીત.

1. સૌથી પહેલા તમને સાબુદાણા પલાળવા માટેની સાચી રીત કહી દઉં, જે વાસણમાં તમે સાબુદાણા પલાળવાના હોવ તેમાં સાબુદાણા લઈ લો. પછી તપેલી કે વાસણમાં જે લેવલ સુધી સાબુદાણા આવતા હોય ત્યાં સુધી જ પાણી ભરો. ખાસ ધ્યાન રાખો પાણી સાબુદાણા ઉપર તરે એવું નથી રાખવાનું. પછી 2 કે 3 કલાક માટે તેણે ઢાંકીને રહેવા દો.

2. હવે સાબુદાણા થઈ જાય પછી બટેકાને બાફી લો અને નાના નાના ટુકડા કરી લો.

3. હવે એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું ઉમેરી લઈશું. જીરું ફૂટે એટલે જો તમે ઉપવાસમાં હિંગ ખાતા હોવ તો ઉમેરી શકો છો નહીં તો ડાયરેક્ટ લીલા મરચા ઉમેરી લો સાથે આદું તમને પસંદ હોય તો છીણી શકો છો. આની સાથે તમે મીઠા લીમડાના પાન ઉમેરી શકો છો.

sabudana khichdi recipe

4. હવે આ બધુ બરાબર મિક્સ કરી લેવું. વિડીયોમાં બતાવી રહ્યું છે એ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જવા જોઈએ અને બધા દાણા પર તેલનું કોટિંગ થઈ જવું જોઈએ.

5. હવે આપણે નાના નાના સમારેલા બટેકા ઉમેરી લઈશું. હવે આપણે આમાં મસાલા કરીશું. તમે ઉપવાસમાં મસાલા ના ખાતા હોવ તો તમે લીલા મરચા વધારે ઉમેરી શકો છો. મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી લઈશું.

6. હવે બધુ બરાબર મિક્સ કરી લઈશું. બધુ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીંબુ ઉમેરી લઈશું. લીંબુ પછી તૈયાર થઈ રહેલ સાબુદાણાની ખીચડીમાં ખાંડ પણ ઉમેરી લઈશું. હવે બધુ બરાબર મિક્સ કરી લો.

7. હવે આપણે તેમ ઉમેરીશું શીંગદાણાનો ભૂકો. થોડીવાર આ ખીચડીને ગરમ કરી લેવી. હવે આપણે તેમાં ઉમેરી લઈશું. લીલા ફ્રેશ ધાણા. બધુ બરાબર મિક્સ કરી લેવું અને હવે આપણે તેણે સર્વ કરી લઈશું.

8. સાબુદાણાની આ ખીચડી સાથે દહી અને ફરાળીનો તીખો કેવડો ઉમેરીને ખાશો તો તેના ટેસ્ટમાં ઘણો વધારો થઈ જશે. જો તમે અમારી આ રીત ફોલો કરીને સાબુદાણાની ખીચડી બનાવશો તો તે ખીચડી બહાર મળે છે તેવી જ છૂટી છૂટી બનશે અને ટેસ્ટમાં પણ બનશે બેસ્ટ.

સાબુદાણાની ખીચડી રેસીપી નીચે વીડિઓમાં આપી છે જોઈ લો .

દરરોજ આવી અવનવી રેસીપી જોવા ફોલો કરો અમારી યુટ્યુબ ચેનલ Jalaram food hub 

આભાર : જલારામ ફૂડ હબ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment