dhadhar ni dava ધાધર,ખરજવાને કાયમ માટે દૂર કરવા અપનાવો આ સફળ ઉપાય

જ્યારે પણ ત્વચા સંબંધી રોગની વાત આવે એટલે ખંજવાળ, ધાધર અને ખરજવાની બીમારી ના નામ તો આવે જ. જો આ બીમારી એક વાર થઈ જાય તો પછી એનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે. આમાં પહેલા ધાધર થાય છે અને ત્યારબાદ કાળા ડાઘ પડી જાય છે.આજે અમે dhadhar ni dava અને ખરજવા ની દવા વિસે જાણવી શું.

જે લોકોને આ સમસ્યા થાય છે તેઓ પરેશાન થઈ જાય છે કારણ કે મોટા ભાગે એનું કારણ જાણવા મળતું નથી. બીજું કે કયા પ્રકારની દવા થી એનો ઈલાજ થશે એનો પણ ખ્યાલ આવતો નથી. ક્યારેક મટી જતું હોય છે તો વળી પાછું થોડા સમય પછી ફરી થાય છે. ચામડી પર ચીરા અને ચાંદા પડી જાય છે, એ જગ્યા પર ખંજવાળ આવે છે. ખંજવાળ વધતી જાય છે અને આજુબાજુ ફોલ્લીઓ થાય છે.

આયુર્વેદમાં એને ‘ વિચર્ચિકા ‘ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં ખરજવું તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને એક્ઝિમા કહેવામાં આવે છે. તેની ખંજવાળ બહુ જ ખતરનાક હોય છે. તે ચામડી પર ખૂબ જલ્દી વિસ્તરે છે. જેમ ખંજવાળ વધે એમ એની પીડા પણ વધે છે. આ સમસ્યા ખાસ કરીને કેમિકલયુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે. જેમ કે સાબુ અને ડિટર્જન્ટ વધારે પડતો ઉપયોગ અને પીરિયડ્સ ની સમસ્યા, એના માટે કબજિયાત કારણભૂત છે. જે લોકોને ધાધર, ખરજવુ હોય તેમના કપડાં પહેરવાથી અને ટોવેલ વાપરવાથી પણ એનો ચેપ લાગી શકે છે. ખરજવા બે પ્રકાર હોય છે સુકુ ખરજવું અને લીલું ખરજવું.

ખરજવા ની દવા

સુકુ ખરજવું ચામડીને લૂખી બનાવી દે છે. એમાં ચીકાશ હોતી નથી. પણ ખંજવાળ ખુબ આવે છે. ચામડી કાળી પડી જાય છે, ખરબચડી બની જાય છે. જ્યારે લીલા ખરજવામાં ચામડીમાં  લીલા ખરજવામાં ચામડી માં ખંજવાળ ફોડલી થઈ ચામડી પરથી ચીકણું પ્રવાહી જેવું નીકળ્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે તે જરા ઉપસી જાય છે. અંગ્રેજીમાં તેને વેટ એક્ઝિમા કહેવામાં આવે છે.ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે.

આ ખાસ કરી ને માથે, ગળે , ઘૂંટણના અંદરના ભાગે, કોણી ની અંદર ના ભાગે,  ગુપ્તાંગ વગેરે જેવી જગ્યાઓ એ સામાન્ય રીતે વધુ જોવા મળે છે.  ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, ત્યારે વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં ફેરવાઈ જાય છે. ખરજવાના લક્ષણો માં ત્વચા પર લાલ દાણા થવા, બળતરા થવી,  ખંજવાળ આવવી, લોહી નીકળવું વગેરે જોવા મળે છે.

ખરજવા ની દવા | ખરજવાને મટાડવાના ઉપાય | ખરજવા માટે રામબાણ ઇલાજ

શેમ્પુ, સાબુ, શેમ્પુ અને ડિટર્જન્ટનો બને ત્યાં સુધીમાં ઓછામાં ઓછો ઉપયોગ કરવો. વધારે કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ બંધ કરવો જોઈએ. સ્નાન કર્યા પછી આખા શરીર પર નારિયેળ તેલ લગાવવું. જેનાથી ચામડી સૂકી થાય નહીં.

બેકિંગ સોડા – બેકિંગ સોડામાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા હોવાથી તે ત્વચાને ઠંડક આપે છે. ઉપરાંત કુદરતી એસિડ જેવું કાર્ય પણ કરે છે. જેથી ખરજવા માંથી છુટકારો મળે છે.

ઠંડુ પાણી – ઠંડુ પાણી ત્વચા પર ખંજવાળ આવતી હોય ત્યારે ઠંડું પાણી રેડવાથી તે તરત રાહતનો અનુભવ થાય છે. કારણ કે, ઠંડું પાણી અને ખંજવાળ બંને સમાન ચેતાતંતુ માંથી પસાર થાય છે.

ખરજવાને મટાડવાના ઉપાય

લીંબુ – મધ્યયુગ થી ત્વચાના સારવાર માટે લીંબુનો પ્રયોગ થતો આવ્યો છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ અને એસિટીક એસિડ મોટા પ્રમાણમાં રહેલા છે. એમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે અને તે સોજા સામે પણ રક્ષણ આપે છે.

એપલ સાઈડર વિનેગર – એપલ સાઇડર વિનેગર કીટાણું પ્રતિરોધક અને ફૂગ પ્રતિરોધક ગુણધર્મો ધરાવે છે માટે ખંજવાળ દૂર કરે છે.

દરિયાના પાણીથી સ્નાન કરવામાં અસવે તો ખરજવાના દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરજવાથી છૂટકારો મેળવવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું.  દાડમના પાનની પેસ્ટ લગાવવાથી પણ દાદર કે ખરજવામાં રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ બનાવીને કપૂર ‍અને હિંગ સાથે મિક્સ કરીને ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

કેળાનો પલ્પ અને લીંબુનો રસ મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે. સિંધાલૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવવી, તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી લાભ મળે છે.

ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી તેનાથી કાયમ માટે છુટકારો મળે છે. આ પ્રયોગ ખરજવું મટ્યા પછી પણ 10 દિવસ સુધી ચાલુ રાખવો.

ધાધર ની આયુર્વેદિક દવા | ધાધર ખરજવા ની દવા | dhadhar ni dava

નારિયળ તેલ 

કોપરેલ એ ચામડી સંબંધિત કોઈપણ પ્રોબ્લેમ માટે એક સચોટ અને સસ્તો ઉપાય છે.નારિયળ તેલનો ઉપાય કરવામાં દરરોજ દિવસમાં અનેક વાર તેલને જે તે જગ્યાએ હલકા હાથે લગાવો. બહુ વધારે પડતું તેલ નથી લેવાનું થોડું જ લેવાનું છે અને જયારે પણ તેલ ઉડી જાય કે કોરું પડી જાય ત્યારે ફરીથી તેની પર કોપરેલ લગાવો.

લસણ:

લસણ પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને જે જગ્યાએ ધાધર થઇ હોય એ જગ્યાએ લગાવવાથી એમાંથી મુક્તિ મળે છે.

dhadhar

લીમડાના પાન 

કડવો લીમડો એ આપણા ઘરની આસપાસ કે આવવા જવાના રસ્તામાં જોવા મળતો જ હોય છે તો હવે જયારે તમને લીમડો દેખાય કે અમુક તોડી લો. દરરોજ સવારે નાહવાના સમય પહેલા એ લીમડાના પાનને પાણીમાં ઉમેરીને બરાબર ઉકાળી લો. પછી એ ઉકળેલા પાણીમાં ઠંડુ કે તમે નાહી શકો એવું હૂંફાળું બનાવીને એ પાણીથી નાહી લો. આમ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે અને સાથે સાથે જે તે જગ્યાએથી બીજે ફેલાશે પણ નહિ.

એલોવેરા 

આજકાલ ઘરે ઘરે એલોવેરા પ્લાન્ટ લોકો રાખતા થયા છે. તો પ્લાન્ટમાંથી સૌથી વધુ ભરેલું હોય એવું એલોવેરાનું પાન તોડી લો. હવે ચપ્પાની મદદથી એલોવેરાની સાઈડ પર રહેલ કાંટાને દૂર કરી લો. હવે વચ્ચેથી કટ કરીને વચ્ચેનો જેલી જેવો ભાગ હોય એને અલગ કરી લો. હવે એ જેલને હળવા હાથે ધાધર કે ખરજવા પર લગાવો. આ ઉપાય દિવસમાં બે વાર કરો. dhadhar ni dava  માટે આ ખરેખર એક અકસીર ઉપાય છે

હળદર:

હળદર પાણી સાથે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ધાધર થઇ હોય એ જગ્યા પર રૂ વડે હલકા હાથે લગાવવી.

આ ઉપરાંત ત્વચા પર ખંજવાળ આવતી હોય એની પાછળ કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ અને સાબુ, ડિટરજન્ટ કારણભૂત હોઈ શકે છે. એના માટે પણ કેટલાક ઉપાય છે, જેને અજમાવીને તમે એમાંથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર

તો મિત્રો આજે અમને તમને ધાધર ( dhadhar ni dava ધાધરની દવા) વિશેની જાણકારી એનાથી બચવા અથવા મુક્ત થવાના ઉપાય અને કાળજી વિશે જણાવ્યું. તો અમને આશા છે કે આજનો આ આર્ટિકલ આપને અવશ્ય પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment