શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા વારંવાર શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સાવ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે 0 થી 14 કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સહુથી વધારે જોવા મળતી સમસ્યા છે. વારેઘડીયે શરદી, ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લાગતો ચેપ છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. આશરે 200 થી પણ વધુ વાઈરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર હોય છે.

એક વાર શરદી ઉધરસ થાય એટલે 6 થી 10 દિવસ બાદ જ રાહત થાય છે. એનાથી કોઈ જોખમ હોતું નથી. પરંતુ, એ બાળકની રોગ પ્રતિકાર ક્ષમતાની પરીક્ષા જરૂર કરે છે. મોટાભાગે માતા-પિતા બાળકોને શરદી થાય કે તરત જ ડોક્ટર પાસે દવા લેવા લઇ જતા હોય છે. આપણા શરીરના રોગ પ્રતિકાર તંત્રના કોષો મજબૂતપણે આપણી સરહદે રક્ષા કરતા સૈનિકની જેમ જ પ્રવેશતા પ્રત્યેક જીવાણું કે જંતુ સામે લડતા હોય છે.

શરદી ઉધરસ

તો આપણે એ રોગપ્રતિકાર તંત્રને અંદરથી વધુ મજબૂત કરી લેવાની જરૂર છે. એના માટે પહેલા તો એ જાણી લેવું જોઈએ કે, આ સમસ્યા માટે એન્ટીબાયોટીક પ્રકારની દવા એનો ઈલાજ નથી. કારણ કે લાગતો ચેપ એ વાઇરસને લીધે થાય છે. એન્ટી બાયોટીક દવાઓ એ બેકટેરિયા દ્વારા લાગતા ચેપ માં અસર કરે.

આ સમસ્યા આમ તો કોઈપણ પ્રકારની સારવાર વિના જાતે જ મટી જતી હોય છે. પરંતુ, જો એ વારંવાર થાય તો એના માટે જરૂરથી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જેથી બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય.

શરદી, ઉધરસ આમ તો આખા વરસ માં ગમે તે સમયગાળા ગમે તે ગાળામાં થઇ શકે. મોટે  ભાગે પાનખર અને શિયાળાની ઋતુના ગાળામાં વધુ જોવા મળે છે. જેનો ચેપ એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાઈ શકે છે. સીધા સંપર્ક દ્વારા અથવા વાતાવરણમાં વાઇરસના સંસર્ગમાં આવવાથી આ ચેપ જેમને ચેપ લાગ્યો હોય તેમના હાથ વડે બીજાને સ્પર્શ થાય તો, તેમને પણ પોતાનો હાથ નાક, આંખ, મોં ના સંપર્કમાં આવતા જ ચેપ લાગી શકે છે.

home remedies for cold and cough

ઘણા બધા વાયરસ કેટલાક સ્થળો ની સપાટી પર એકાદ દિવસ સુધી જીવિત રહી શકે છે.બાળક જયારે પ્રિ-સ્કૂલ, નર્સરી કે પ્લે સ્કૂલ માં જવાનું શરુ કરે ત્યારબાદ વધુ બાળકોના સંસર્ગમાં આવવાને કારણે તેમને ચેપ જલદી લાગી જવાની શક્યતા રહેતી હોય છે. એ જ રીતે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા મોટા ભાઈ બેન ને લાગેલા ચેપ ને લીધે નાનું બાળક પણ તરત અસરગ્રસ્ત થઇ જતું હોય છે. લક્ષણોમાં શરદી, સુકી કે કફ વાળી આંખ તેમજ નાકમાં થી પાણી નીકળવું , નાક બંધ થઇ જવું, ઉધરસ થવી, છીંક આવવી, શરીર ગરમ લાગવું કે થોડો તાવ રહેવો કે ક્યારેક શરીરમાં સુસ્તી રહેવી. વગેરે જેવા લક્ષણો અને તકલીફો સામાન્ય સંજોગોમાં રહ્યા કરતા હોય છે. એ ઉપરાંત, જો 3 વર્ષથી ઉપરના બાળકમાં જો વધુ પડતી છીંકો આવે અને સાથે સાથે નાકમાં થી પાતળું પાણી વહેવા લાગે, જે લગભગ એકાદ મહિનાથી પણ વધુ સમય સુધી રહેતું હોય,  તો એવા બાળકને એલર્જી છે એવું કહી શકાય.

ખાસ જાણવા જેવી વાતો

બાળકનર દરરોજ નિયમિત કઈ પણ ખાવા પહેલા અને પછી તેમજ ઉધરસ કે છીંક આવ્યા બાદ પણ હાથ ધોવાની આદત પડાવવી જોઈએ, જેમને ચેપ લાગે એવી વ્યક્તિઓ સાથે બાળકોને સંપર્કમાં આવવા દેવા જોઈએ નહીં, જ્યારે શરદી થઇ હોય ત્યારે બાળકોને લીંબુ અને વિટામીન સી યુક્ત ફળો આપવા જોઈએ નહીં એ એકદમ ખોટી માન્યતા છે. કારણ કે વિટામીન સી જલ્દીથી સાજા કરવાનું કામ કરે છે, જો ઉધરસની સમસ્યા વધુ હોય તો સ્કૂલ ડે કેર માં મોકલવા જોઈએ નહીં, હોસ્પિટલ જવાનું થાય તો નાના બાળકોની સાથે લઈ જવા જોઈએ નહીં, જંતુનાશક ક્લીનર ને ઘરમાં રાખો અને એનાથી ઘરની સફાઈ કરવી જોઈએ.

ચેપ લાગતો અટકાવવા માટેના ઉપાય 

ઋતુ પરિસ્થિતિ કે વાતાવરણ બદલાતા આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એના માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી જોઈએ. એના માટે યોગ્ય અને આડઅસર વગરની સારવાર અને ઉપાયો કરવા જોઈએ. હોમિયોપેથીમાં એવી ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે જે બાળકની મૂળભૂત તાસીરમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરીને રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. આવી સમસ્યાઓમાં હોમિયોપેથીક સારવાર લેવામાં આવે તો લાંબા સમય સુધી રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે છે.

ઘરગથ્થુ ઉપચાર | શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા

એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન મરીનો ભૂકો, છીણેલું આદુ મિક્સ કરીને ઉકાળવુ. ત્યારબાદ તેમાં મીઠું અને લીંબુનો રસ નાખીને ત્રણેક દિવસ સુધી પીવું જોઈએ, નવશેકું ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ, નાગરવેલના પાનનો શેક કરી શકાય છે, મધુ ચટાડવાથી પણ ફાયદો થાય છે.

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા | શરદી નો રામબાણ ઈલાજ |  sardi udhras ni ayurvedic dava

આદુ અને તુલસી

આદુના રસમાં તુલસીનો રસ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો એમાં મધ પણ મિક્સ કરી શકો છો.

મધ લીંબુ 

ચમચી મધ અને એક ચમચી ઈલાયચી પાવડર લેવો. એમાં થોડો લીંબુનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને દિવસમાં બે વાર લેવું જોઈએ. આ મિશ્રણથી શરદી-ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે.

મધ લીંબુ 

લીંબુ :

અત્યાર સુધી લીંબુનો વિવિધ રીતે ઉપયોગ કર્યો હશે અને લીંબુ વિશે ઘણું બધું માહિતી અને સાંભળી પણ હશે પરંતુ એ વસ્તુ જાણવું જોઈએ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે જે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી બને છે. આજ કારણથી તે કફની સમસ્યામાં પણ રાહત આપે છે આ માટે સૌથી પહેલા એક બ્લેક ટી બનાવી એમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને એને પીવું. જેના સેવન માત્રથી જ આ તકલીફથી છુટકારો મેળવી શકાય છે.

આદુ અને મીઠું 
આદુના નાના ટુકડા કરી લેવા એમાં મીઠું ભેળવી લેવું. મીઠા આદુના ટુકડા ખાવાથી એનો રસ ગળા સુધી જાય છે જેનાથી ગળામાં રહેલા કીટાણું નાશ પામે છે. અને ગળાને રાહત મળે છે.

ગરમ પાણી 

ગરમ પાણી પીવું એનાથી ગળું ખુલે છે અને ગળામાં જમા થયેલો કફ છૂટો પડે છે.

હળદર 

હળદરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે સાથે અનેક રોગો સામે રક્ષણ મળે છે. હળદરને તમે મધ અથવા તો હૂંફાળા દૂધ સાથે પણ લઈ શકો છો.

ગરમ પાણીમાં મીઠું મિક્ષ કરી કોગળા કરવા 

ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી શરદી અને ખાંસીમાં રાહત મળે છે.

લસણ અને તુલસી :

દરેક ઘરમાં સામાન્ય રીતે લસણ નો ઉપયોગ વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય એટલે પરંતુ લસણમાં એવા ગુણધર્મો મળી આવે છે. જે કફની સમસ્યા દૂર કરે છે. આ માટે સૌથી પહેલા લસણને ગ્રાઈન્ડ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. ત્યારપછી એમાં તુલસીના પાન ઉમેરીને એને ખાવાથી કફ ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

મરી :

મરી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે. માટે જ એ શરદી ફ્લૂ અને ખાંસીને દુર કરવામાટે અક્સિર ઇલાજ છે. એના માટે સૂંઠ, મરી અને પીપર ત્રણેયના ચૂર્ણ સરખા પ્રમાણમાં લઇને એક ચમચી જેટલું ઘી, મધ કે ગરમ દૂધ સાથે લેવું.

ડુંગળી :

ડુંગળી પણ કફની સમસ્યા દૂર કરે છે. એના ઉપાય માં સૌથી પહેલા ડુંગળીની ઉપરની છાલ કાઢી નાખવી અને ગ્રાઈન્ડરમાં એને ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરવો અને મધ મિક્સ કરવું આ મિશ્રણને ચાટવાથી ગળામાં જામ થઈ ગયેલો કફ બહાર નીકળી જાય છે અને ગળું એકદમ ચોખ્ખું થઈ જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજે અમે બાળકોની સમસ્યા ને લગતા ખૂબ જ જરૂરી ઉપાય ની માહિતી આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો, અમને આશા છે કે, આ માહિતી આપને જરૂર પસંદ આવશે

Leave a Comment