મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર – modha na chanda dur karvno upay

ઘણી બધી વ્યક્તિઓને થતી સમસ્યા એટલે કે મોઢા ના છાલા, આજે અમે તમને મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર  જણાવીશું.

મોઢામાં પડતા છાલા એટલે કે ચાંદા આજના સમયમાં સામાન્ય થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ગરમ વાતાવરણ અને જીવનશૈલી હોય છે. આમ તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ જો એ વધી જાય તો મોઢામાંથી લોહી પણ નીકળતું હોય છે. મોઢામાં નાના ફોલ્લા પડી જતા હોય છે. જે ખૂબ જ પીડાદાયક હોય છે. એના કારણે મોઢાની અંદર દુખાવો રહે છે. ઉપરાંત કોઈપણ ખાવા-પીવામાં પણ ખૂબ જ તકલીફ થાય છે. મોઢામાં પડતાં ચાંદા ના બે પ્રકાર હોય છે મોટા અને નાના ચાંદા.

એપથ્સ ચાંદા 

જે પેટની ખરાબી અને તીખા ખોરાકને કારણે થાય છે.

તાવ ના કારણે થતા ચાંદા 

આ હોઠની આસપાસ થાય છે. ઘણા લોકોએ એનું મુખ્ય કારણ જાણ્યા વગર જ તેની સારવાર કરવામાં આવી જતા

modha na chanda

હોય છે. પરંતુ એવું કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

ઘણા લોકો ચાંદા અને છાલા ને મટાડવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ એની જગ્યાએ કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે ઘરે જ એનો ઇલાજ કરી શકો છો. જેમાં આ કેટલાક ઘરગથ્થુ ઉપચાર અસરકારક સાબિત થાય છે. તો હવે અમે એ ઉપચાર વિશે જણાવીએ.

મોઢામાં ચાંદા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર | modha na chanda dur karvno upay 

મધને જેઠીમધ નો પાવડર

મધની અને જેઠી મધમાં પાવડર મિક્સ કરીને ચાંદા પર લગાવવું જોઈએ. ત્યારબાદ લાળ અને મોઢામાંથી બહાર કાઢવી. બે ત્રણ દિવસ સુધી નિયમિત આ ઉપાય કરવાથી ચાંદામાંથી છુટકારો મળે છે.

તુલસીનો પ્રયોગ

તુલસીનાં ચાર-પાંચ પાન નાખી દિવસમાં બે થી ત્રણ વાર ચાવીને ખાવા જોઈએ. એનાથી ફાયદો થાય છે.

કાથા નો ઉપયોગ 

કાચા માં જેઠી મધ નો પાવડર અને મધ મિક્ષ કરવું. એને ચાંદા પર લગાવવું જોઈએ નિયમિતતા પ્રયોગ કરવાથી ચાંદા દૂર થાયછે.

આમળા, સાકર , એલચી અને વરિયાળી નું મિશ્રણ ફાયદાકારક 

10 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ આમળા, 25 ગ્રામ સાકર, 5 ગ્રામ ઈલાયચી પીસીને ભૂક્કો કરી લેવો. આ પાવડરને દરરોજ અડધા ગ્રામ જેટલું પાણી સાથે પીવું જોઇએ. એનાથી ફક્ત બે દિવસમાં જ રાહત મળે છે અને પેટની ગરમી દૂર થાય છે.

મીઠું 

હૂંફાળા પાણીમાં મીઠું નાખીને એના કોગળા કરવા જોઈએ. એનાથી રાહત મળે છે અને મીઠાવાળું પાણી એ માઉથ વોશનું કામ કરે છે. જેનાથી ચાંદા ઉપર બેક્ટેરિયા જમા થતા નથી.

બેકિંગ સોડા 

બેકિંગ સોડા પણ ઉપયોગી છે. એના માટે પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને કોગળા કરવા જોઇએ. બેકિંગ સોડા એન્ટીબેક્ટેરિયલ છે.

બરફ 

બરફ લગાવવાથી છાલામાં થતી બળતરામાં રાહત મળે છે. બરફ ઘસવાથી બળતરામાં રાહત મળે છે અને ચાંદા મોટા પણ થતાં નથી.

જમ્યા પછી ગોળ ખાવો જોઈએ એનાથી પાચન સારું થાય છે. પેટ સાફ થાય છે. માટે મોઢામાં છાલા પડવાની શક્યતા ઘટી જાય છે.

વિટામિન ઈ કેપ્સુલ ને તોડી ને એનું ઓઇલ ચાંદા પર લગાવવું જોઈએ. એનાથી ઇન્ફેક્શન ઝડપથી મટે છે.

નારીયલ તેલ 

નારીયલ તેલ ચાંદામાં થતી બળતરાને ઓછી કરે છે. નારિયેળ તેલમાં રહેલા બળતરા વિરોધી તત્વો આ સમસ્યાને ઉપચાર કરવામાં ફાયદાકારક થાય છે. એના માટે નારિયેળ તેલને રૂની મદદથી જ્યા છાલા પડી ગયા હોય એના પર લગાવવું જોઈએ. આ ઉપાય દિવસમાં જેટલી બને એટલી વધુ વખત કરવો જોઈએ. ઈલાયચીને વાટીને મધ સાથે લગાવાથી પણ ફાયદો થાય છે.

મુલેથી મોઢાનાં ચાંદાની દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. મોટાભાગે મોઢાના ચાંદા માટે પેટની સમસ્યા જવાબદાર હોય છે. એના માટે બે ગ્રામ શેકેલા સુહાગા ( બોરેકસ ) નું ચૂર્ણ, 15 ગ્રામ ગ્લિસરીન મિક્ષ કરવું. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણ વાર મોઢાના ચાંદા પર લગાવવું જોઈએ. આ ઉપાય કરવાથી ખૂબ જલ્દી રાહત મળે છે.

આ પણ વાંચો – દાઝવા પર અપનાવો આ ઘરેલુ અસરકારક ઉપચાર

ગ્રીન ટી 

ગ્રીન ટી બેગને પાણીમાં બોળીને મોઢાના છાલા પર લગાવવું જોઈએ. એનાથી છાલાની સમસ્યામાં રાહત મળે છે. ચાયમાં ક્ષારિય ગુણ રહેલા હોય છે. જે છાલાની બળતરામાં ઝડપથી ફાયદો કરાવે છે અને રાહત અપાવે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમે આજે મોઢામાં પડતાં ચાંદા વિશે ની મહત્વપૂર્ણ માહિતી અને ઘરગથ્થુ ઉપચાર તમને જણાવ્યા, અમને આશા છે કે આ ઉપાય ની માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “મોઢામાં ચાંદા દુર કરવાના ઉપચાર – modha na chanda dur karvno upay”

Leave a Comment