ગ્રીન ચટણી બનાવવાની રીત – Green Chutney Recipe

ગ્રીન ચટણી બનાવવાની રીત  કેમ છો મિત્રો ? હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે શાકભાજી તો આમ પણ મોંઘા હતા જ અને હવે તો આવશે ઉનાળો એટલે એમ પણ શાકભાજી જોઈએ એટલા મળશે નહીં અને મળશે તો પણ એ એટલા મોંઘા હશે કે એક મિડલ ક્લાસના પરિવારને તો અઘરું જ પડે. જો કે હજી પણ માર્કેટમાં ફ્રેશ શાકભાજી મળે છે.

ઉનાળામાં જ્યારે આપણે અનેક અવનવી ચાટ, ભેળ અને સેન્ડવીચ જેવી અનેક વાનગીઓ ખાતા હોઈએ છે અને એ સમય દરમિયાન લીલી ચટણી જો ના હોય તો ખાવાની મજા બગડી જતી હોય છે. પણ ઉનાળા દરમિયાન ધાણા અને ફૂદીનો ખૂબ મોંઘા થઈ જાય છે એટલે ઘણીવાર આપણે જે વાનગીઓ બનાવવાના હોઈએ એ વાનગી બનાવવા માટેનો પ્લાન જ કેન્સલ કરી દઈએ. પણ હવે એવું કરવાની જરૂરત નહીં રહે. આજે હું તમારી માટે એક ખાસ ટિપ્સ લઈને આવી છું જે અપનાવીને તમે ઉનાળામાં પણ મનગમતી ચાટ અને અનેક બીજી વાનગીઓમાં ખાવા માટે ગ્રીન ચટણી બનાવી શકશો. તો ચાલો તમને શીખવાડી દઉં ગ્રીન ચટણી ફ્રોઝન કરવાની સરળ અને પરફેક્ટ રીત.

green chutney recipe

ગ્રીન ચટણી બનાવવાની રીત | લીલી ચટણી બનાવવાની રીત | green chutney recipe in gujarati

સામગ્રી  (પરફેક્ટ માપ માટે એકવાર વિડીયો જરૂર જુઓ.)

લીલા ધાણા
ફૂદીનો
દાળિયા
લીંબુ
આદું
મરચા                                                                                                                                                                      બરફના ટુકડા

1. સૌથી પહેલા આપણે એક મિક્ષરના કપમાં દાળિયાના દાણા, આદું અને મરચા લઈ લઈશું. હવે આ બધુ આપણે ક્રશ કરી લઈશું. ક્રશ કરીને કપમાં આજુબાજુ જે ચોંટી ગયું હોય તેને ચમચીની મદદથી ઉખાડી લઈશું.

2. હવે ધાણા અને ફૂદીનો છૂટો કરીને બરાબર ધોઈ લઈશું. ધોયેલ ફૂદીનો અને ફ્રેશ ધાણા આપણે ક્રશ કરેલ દાળિયા અને આદું મરચાના મિશ્રણમાં ઉમેરી લઈશું. ધાણા ફૂદીનો ઉમેરી દીધા પછી આ મિક્ષર કપમાં આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું. હવે તેની સાથે પાણી નથી ઉમેરવાનું તેમાં આપણે બરફના ટુકડા ઉમેરી લઈશું. હવે આ બધુ ફરીથી આપણે એકવાર ક્રશ કરી લઈશું.

 

3. આ ચટણી તમારે એકદમ પેસ્ટ જેવી બને એવી ક્રશ કરી લેવાની છે. આ ચટણી બનાવતા સમયે વધુ બરફ નથી ઉમેરવાનો કે નથી તેમ પાણી ઉમેરવાનું. બરફ ઉમેરવાથી ચટણીનો રંગ લાંબા સમય સુધી લીલો જ રહેશે.

4. ક્રશ કરેલ ચટણીની પેસ્ટ થોડી ઘટ્ટ હોવી જોઈએ. (નીચે આપેલ વિડીયોમાં તમે પરફેક્ટ માપ અને પેસ્ટ કેટલી ઘટ્ટ રાખવી એ જોઈ શકશો.)

5. હવે તમારા ઘરમાં પણ બરફ જમાવવા માટેની પ્લેટ તો હશે જ. હવે તૈયાર થયેલ પેસ્ટને બરફની પેલતના એક એક ખાનામાં ભરી દો. બધા ખાનામાં ચટણીની પેસ્ટ ભરાઈ જાય પછી ધીરેથી એ પ્લેટને ટેપ કરો એટલે કે થોડી ઊંચી નીચી કરો એટલે અંદર બનેલ બબલ નીકળી જાય.

6. હવે આ પ્લેટને ફ્રોઝન કરવા માટે ફ્રીઝરમાં મૂકી દો. બે દિવસ એમ જ રહેવા દો.

7. બે દિવસ પછી બરફ પ્લેટમાં મુકેલ ગ્રીન ચટણીની પેસ્ટના ક્યૂબ બની ગયા હશે. તેને પ્લેટમાંથી કાઢી લો. હવે આ નીકળેલા ક્યૂબને એક એરટાઈટ ડબ્બામાં ભરી લો. પછી એ ડબ્બાને ફ્રીઝરમાં મૂકો.

8. હવે તમને જ્યારે પણ ગ્રીન ચટણીની જરૂરત પડે અને તમારી જોડે ચટણી બનાવવા માટે ધાણા, ફૂદીનો ના હોય ત્યારે ફ્રીઝરના આ ડબ્બામાંથી જરૂર પૂરતા ક્યૂબ થોડીવાર પહેલા બહાર કાઢી લો અને તેમાં નોર્મલ પાણી ઉમેરીને મિક્સ કરશો તો તમને મનપસંદ એવી ચટણી તૈયાર છે.

તો હવે હજી પણ માર્કેટમાં ફ્રેશ લીલા ધાણા મળે છે તો લાવો અને બનાવીને ફ્રોઝન કરી લો. પછી ભરપૂર ઉનાળામાં પણ ગ્રીન ચટણીનો આનંદ માણી શકશો. આ રેસિપીનો વિડીયો તમે અહિયાં જોઈ શકો છો.

ગ્રીન ચટણી બનાવવાની પરફેક્ટ રીત માટે નીચે આપેલો વીડિઓ જુવો :

 

આભાર : જલારામ ફૂડ હબ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment