આ છે મફતમાં મળતી ગોઠણ ના દુખાવા ની દવા

ગોઠણ દુખાવા ની દવા અમુક ઉમર પછી આપણા શરીરના સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો થાય છે. એના કારણે અત્યારના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે.

એના માટે બાવળના ઝાડ ની ફરી એટલે કે સિંગો ખૂબ જ ફાયદાકારક નીવડે છે. બાવળના ઝાડ ઉપર જે ફળી એટલે કે,  સીંગો લાગે છે, તેને તોડી લાવવી. જો તમને આ સીંગો શહેર માંથી ન મળે તો કોઈ ગામમાં જાવ તો ત્યાં સરળતાથી મળી જ જાય. ત્યાથી તો જેટલી જોઈએ એટલી મળી જાય. હવે બીજ સાથે જ આખી સીંગોને સારી રીતે સુકવીને પાવડર બનાવી લેવો. હવે તૈયાર છે ગોઠણ દુખાવા ની દવા.

ગોઠણ ના દુખાવા ની દવા

ગોઠણનો દુઃખાવો અને ઉધરસ માટે ઉપયોગી 

આ પાવડર ને સવારે એક ચમચી જેટલી માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી, એક કલાક બાદ લેવો જોઈએ. આનું સેવન 2 થી 3 મહિના સુધી સતત કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઈ શકે છે. ઉપરાંત મહત્વપૂર્ણ એ છે કે, ગોઠણ બદલવાની જરૂર પણ નહી રહે. તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે, ઉધરસ માટે બાવળનો ગુંદ અક્સીર ઈલાજ માનવામાં આવે છે.બાવળ પરથી મળતા ગુંદરનો નાનો ટુકડો મોઢામાં મુકી ચુસવાનો હોય છે.જેનાથી ગળામાં રાહત મળે છે. સાથે ખૂબ જ સરળતાથી ઉધરસને પણ મટાડે છે. એ પણ કોઈ પણ જાતના ખર્ચ વિના.

ગરમીના રોગમાં બાવળના પાન ખુબ રાહત આપે છે.બાવળના પાંદડા ચાવ્યા બાદ ગાયનું દૂધ પીવામાં આવે તો થોડા જ દિવસોમાં ગરમીના રોગમાં ખૂબ જ ફાયદો મળે છે. ઉપરાંત બાવળની કાચી સીંગોનો રસ દૂધ અને સાકર સાથે પીવાથી શુક્રાણુંઓની ખામી પણ દુર થાય છે.

પરસેવો માટે ઉપયોગી 

કેટલાક લોકોને શરીર પર ખૂબ વધુ પડતો પરસેવો વળતો હોય છે. તેમના માટે આ વરદાન સ્વરૂપ છે. તેમના માટે આ એસી કરતા પણ વધુ  ફાયદાકારક સાબિત છે. શરીર પર વધુ પડતી હો થતો હોય તો બાવળના પાનને પીસીને શરીર પર મળવા જોઈએ. ત્યાર પછી ભૂતની જેમ નાની હરડેનું ચૂર્ણ આખા શરીર પર લગાવીને સ્નાન કરવું જોઈએ. થોડાક દિવસ નિયમિત  આ પ્રયોગ કરવાથી વધુ પડતો પરસેવો આવતો બંધ થઈ જશે.

બાવળના ગુંદરને ઘી માં શેકીને પીસી લેવો. ગુંદરની જેટલી જ બરાબર એટલે કે સરખી માત્રામાં ઘઉં લઈને દળીને ત્રણ વખત ચાળીને શીશીમાં ભરી લો. માસિક ઋતુ સ્ત્રાવ વખતે સવાર-સાંજ એક એક મોટો ચમચો ચુર્ણ તાજા પાણીની સાથે લેવાથી લોહીનો વધારે પડતો સ્ત્રાવ થતો બંધ થઈ જાય છે.

ચૂર્ણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત લેવામાં આવે તો હાડકા જલ્દી સારા થઈ જાય છે. 6 ગ્રામ બાવળને પંચાંગના ચૂર્ણ, મધ અને બકરીના દુધનું મિક્સ કરીને પીવું જોઈએ. એનાથી ત્રણ દિવસમાં જ તૂટેલું હાડકું જોડાવા લાગે છે. એ ઉપરાંત જુઓ બાવળના બીજને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે સેવન કરવામાં આવે અસ્થી ભંગ દુર થઈ જાય છે. સાથે જ હાડકા વજ્ર જેવા મજબુત બની જાય છે.

કમળા માટે 

કમળાના રોગ માટે બાવળના પાંદડા અને સાકરના મિશ્રણને ઝીણું વાટી લેવું જોઈએ. આ ચૂર્ણને 10 ગ્રામની ફાંકી રોજ આપવાથી કમળાનો રોગ ફટાફટ ભાગે છે. એ ઉપરાંત બાવળના ફૂલના આ ચૂર્ણમાં સરખા ભાગે સાકર ભેળવીને 10 ગ્રામ રોજ ખાવાથી પણ કમળાના રોગમાં રાહત મળે છે.

દાંત માટે 

બાવળની તાજી છાલ ચાવવાથી ઢીલા દાંતને મજબુત બને છે અને દાંતના પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. જો બાવળના pardesi બ્રશ કરવામાં આવે તો ખરાબ દાંત સાફ થાય છે. બાવળા પાવડર બનાવવા માટે 50 ગ્રામ બાવળના લાકડાના કોલસા લેવા. 20 ગ્રામ સેકેલી ફટકડી અને 10 ગ્રામ સિંધવ મીઠાનો ઉપયોગમાં કરવો જોઈએ.
જો ગુટખાનું સેવન કરવાથી મોઢું સાંકડુ થઈ ગયું હોય અને ખોલવામાં તકલીફ થતી હોય તો, બાળવની સીંગો ખુબ જ ફાયદાકારક નીવડે છે.બાવળની સીંગોને ચાવીને ગુટખાની જેમ મોઢામાં ભરી રાખવી.એક દિવસમાં આ પ્રયોગ સાત વખત કરવો જોઈએ. જો નિયમીત આ પ્રયોગ કરવામાં આવે તો 45 દિવસમાં તમે આખો લાડુ ખાતા થઈ જશો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજે મને તમને બાવળના જે વિશેષ ઉપયોગ અને ફાયદા જણાવ્યા એ તમને જરૂર ઉપયોગી થશે.

2 thoughts on “આ છે મફતમાં મળતી ગોઠણ ના દુખાવા ની દવા”

Leave a Comment