સ્વાસ્થ્ય માટે આજે અમે એક એવી વસ્તુ લઈને આવ્યા છીએ જે પહેલાના સમયમાં આપણા વડીલો અને ગામડાના લોકો તો હજી પણ તેનું સેવન કરે છે. તમે પણ એ વાત તો નહિ જ નકારી શકો કે શહેરમાં રહેતા લોકો કરતા ગામડામાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું હોય છે. તેઓ મહેનત તો કરતા જ હોય છે સાથે સાથે તેમનો ખોરાક પણ સંપૂર્ણ હેલ્થી હોય છે.
જુવારનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ ફક્ત એક અનાજ જ નથી તેને બીજ તરીકે પણ વાપરવામાં આવે છે. આપણો દેશ ખેતીપ્રધાન છે તેમાં ઘણા ખેડૂતમિત્ર આ જુવારની પણ ખેતી કરે છે. તમને જણાવી દઈએ કે ઘઉં અને બાજરીના રોટલા અને રોટલી સિવાય જુવારના પણ રોટલા અને રોટલી બનાવીને ખાઈ શકો છો. જુવાર એ ખાવાથી તમને તમારા સ્વસ્થ્યમાં ઘણો ફાયદો જોવા મળશે. આજે અમે તમને જણાવીશું જુવાર ખાવાના ઘણા બધા ફાયદા અને સાથે તેમાં રહેલ પોષકતત્વો વિષે.
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જુવારમાં ક્યા ક્યા પોષકતત્વો રહેલા છે. – જુવારમાં મિનરલ્સ, પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા ઘાણ પોષકતત્વો મળતા હોય છે. જુવારમાં બહુ ઓછા પ્રમાણમાં કેલરી હોય છે અને તે ઘણું પોષણ આપે છે. જો તમે ઘઉં ખાવાનું ઇગ્નોર કરી રહ્યા છો તો તમને જુવાર ખાવું ફાયદાકારક રહેશે.
જુવાર ખાવાના ફાયદાઓ
ડાયાબિટીસ માટે છે રામબાણ ઈલાજ – જુવાર એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. જુવારમાં ટેનિન નામનો પોષકતત્ત્વ હોય છે જે ઈજાઈમ્સને બનવા પર રોક લગાવે છે. જે બોડીમાં રહેલ સ્ટાર્ચને ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય શરીરમાં નિયમિત જરૂરિયાત મુજબ ઈન્સુલિન અને ગ્લુકોઝનું લેવલ મેન્ટેન રાખે છે
હાડકા કરે છે મજબૂત – હાડકા નબળા થવાથી શરીરમાં ઘણીબધી તકલીફ થતી હોય છે. જુવાર ખાવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ એ શરીરને કેલ્શિયમ મેળવવામાં મદદ કરે છે. મજબૂત હાડકા મેળવવા માટે કેલ્શિયમ ખુબ જરૂરી છે.
ગ્લુટન ફ્રી હોય છે જુવાર – હમણાં ઘણાબધા લોકો માં ગ્લુટન ફ્રી ભોજન લેવાનું પસંદ કરતા હોય છે અને ગ્લુટન ફ્રી જમવાનું ખાવાના ચક્કરમાં લોકો ઘઉં ખાવાનું ઇગ્નોર કરે છે. તો તેવા લોકોએ જુવારની રોટલીઓ ખાવી જોઈએ અથવા તો જુવારને ફણગાવીને પણ ખાઈ શકો છો. જુવાર ગ્લુટન ફ્રી હોય છે.
મેદસ્વીતા ઓછી કરવામાં કારગર નીવડે છે જુવાર – જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમણે જમવામાં જુવારનો ઉપયોગ કરવો જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે પણ તમારા શરીરમાં લોહી બરાબર વહેતુ રહે તેની માટે પણ જુવાર ખુબ મદદરૂપ રહે છે. જો તમારું વજન ઘટી ગયું છે અને હવે તમે વજન જેટલું છે એટલું જ રાખવા માંગો છો તો પણ જુવાર ખાવી જોઈએ.
અનેક ગુણોથી ભરપૂર હોય છે જુવાર – જુવારમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફેટ યોગ્ય પ્રમાણમાં હોય છે, આ બધા ગુણધર્મો એક હેલ્થી શરીર માટે ખુબ જરૂરી છે. તેમાં એંટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે. એટલે જયારે પણ તમને ચાન્સ મળે જુવાર ખાવાનો તો તમારે જુવાર ખાવી જ જોઈએ. તમારા રોજિંદા ખોરાકમાં જરૂર સામેલ કરજો.
સ્કિન અને કેન્સરથી બચાવશે જુવાર – ચહેરાને સુંદર અને કરચલીઓથી મુક્ત રાખવા માટે જુવાર એ સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન છે. આમાં રહેલ પોષકતત્વોની મદદથી સ્કિન કેન્સરના સેલ્સ બનતા નથી જેથી તમને સ્કિન કેન્સર થશે નહિ.
નોંધ – જુવાર ગ્લુટેન ફ્રી હોય છે પણ તેનાથી ઘણા લોકોને એલર્જી પણ થતી હોય છે એટલે તેનો વધારે પડતો ઉપયોગ કરવો નહિ. તમે તેના માટે ડાયટિશિયનની સલાહ લઇ શકો છો.
નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન અવશ્ય લો.