કપૂર ના ફાયદા બધા જ ઉત્સવ ની બધી પૂજાપાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓ દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આયુર્વેદમાં કપૂરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કપૂર નો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બને છે. એ સિવાય હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. કપૂરનો ઉપયોગ કરવાથી મચ્છરથી પણ છુટકારો મળે છે.
એ સિવાય ઘણી બધી બીમારીઓમાં કપૂર રામબાણ ઈલાજ છે. પરંતુ તેનો ઉપયોગ બીમારીઓ દૂર કરવા અને પૂજાપાઠમાં જ થાય એવું નથી. એના સિવાય પણ કેટલીક ઘરેલુ સમસ્યાઓ દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ કરી શકાય છે. આજે અમે તમને કપૂરના કેટલાક અન્ય ઉપાયો વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે ઘરને અને કપડાને ફ્રેશ રાખી શકો છો.
કપૂર ના ફાયદા
ઘરને સુગંધિત રાખવા માટે : કપૂરનો પૂજા-પાઠ અને ઉત્સવોમાં ઉપરાંત આયુર્વેદમાં ઉપયોગ થાય છે. એ ઉપરાંત એણે રૂમ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. એના માટે જરૂરી છે કે એનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે. જો સાચી રીત મુજબ એનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા દિવસો સુધી ઘરને ફ્રેશ રાખી શકાય છે. એના માટે સૌથી પહેલા કપૂર નો પાવડર બનાવી લેવો. ત્યાર પછી કપૂરના પાવડરમાં બે ચમચી લેવેન્ડર ઓઈલ મિક્ષ કરી લેવું. ત્યાર પછી એને એક સ્પ્રે બોટલમાં ભરી લેવું. આ મીશ્રણનો ઘરના દરેક ખુણામાં છંટકાવ કરવો. આ મીશ્રણનો છંટકાવ કરવાથી તમારું ઘર સુગંધિત થઈ જશે.
કપડાને ફ્રેશ રાખવા માટે : કપડાને ફ્રેશ રાખવા માટે પણ કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કેવી રીતે કપડાને ફ્રેશ રાખવા માટે તમે નેપ્થેલીનની ગોળીઓનો ઉપયોગ કરો છો, તે જ પ્રમાણે કપડાને ફ્રેશ રાખવા માટે કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. એના માટે કપૂર ના બે ભાગમાં ટુકડા કરી લેવા. એના ટુકડા કર્યા બાદ એને ફ્રેશ સુતરના કપડામાં અથવા પેપરમાં લપેટીને કપડા ની વચ્ચે રાખી દેવું. આ ઉપાય કરવાથી કપડા ફ્રેશ રહે છે. કપડામાં સુગંધ જળવાઈ રહે છે અને કીડી – મકોડા પણ થતા નથી.
રસોડાને સ્વચ્છ રાખવા માટે : ઉપરના બંને ઉપાય સિવાય ઘરના રસોડાને સ્વચ્છ રાખવા માટે પણ કપૂર ઉપયોગી થાય છે. નાના જીવજંતુ અને કીડા મકોડા ને ભગાડવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ઘરમાં નાના જીવજંતુઓનો ઉપદ્રવ થતો હોય છે. એ સમસ્યાને દૂર કરવા માટે, જો કપૂરનો ઉપયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ ગણાય છે.
એના માટે કપૂરના પાવડરમાં બે ચમચી તજનો પાઉડર અને પાણી મિક્સ કરવું. ત્યારબાદ આ મીશ્રણનો બધી જગ્યા ઉપર છંટકાવ કરવો. આ મિશ્રણની તેજ સુગંધ થી જીવજંતુ અને કીડા મકોડા ભાગી જાય છે.
કપૂર અને પાણીનું મિશ્રણ : કપૂરના ત્રણ ઉપયોગ સિવાય પોતાને ફ્રેશ રાખવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે, રાત્રે સુતા પહેલા એક વાસણમાં પાણી અને કપૂર જો બેડરૂમમાં રાખવામાં આવે તો મન ફ્રેશ રહે છે. એટલું જ નહીં પરંતુ આ ઉપાય કરવાથી રાત્રે ખરાબ સપના પણ આવતા નથી. હાલના સમયમાં પણ ઘણી મહિલાઓ વાસ્તુદોષને દૂર કરવા માટે આ પ્રયોગ અજમાવે છે.
આ સિવાય પણ કપૂર ના ફાયદા બીજા અન્ય ઉપાયો પણ છે. જે આ પ્રમાણે છે.
– જો ન્હાવાના પાણીમાં કપૂર નાખવામાં આવે તો લોહીનું સર્ક્યુલેશન સારું થાય છે અને બોડી રીલેક્સ થાય છે.
– ચહેરાનો ગ્લો વધારવા માટે રાત્રે સૂવાના સમયે દૂધ અને કપૂર મિક્ષ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. પાંચ મિનિટ બાદ તેને ધોઈ લેવું જોઈએ.
– ઉપરાંત કપૂરનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ પણ દૂર થાય છે. એના માટે નારિયેળ તેલમાં કપૂર મિક્ષ કરવું જોઈએ. આ મિશ્રણને જુઓ સવાર-સાંજ લગાવવામાં આવે તો ખીલની સમસ્યાથી છુટકારો મળે છે.
– કપૂરનો ઉપયોગ કરવાથી વાળના ખોડા થી પણ છુટકારો મળે છે. એના માટે હૂંફાળા નારીયલ તેલ માં કપૂર અને મસાજ કરવો જોઈએ. ત્યાર પછી એક કલાક બાદ વાળ ધોઈ લેવા. એનાથી ખોડો દૂર થાય છે પરંતુ વાળ પણ મજબૂત થાય છે.
આતા કપૂરના કેટલાક વિશેષ ઉપાય અમને આશા છે કે આજની આ મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે..
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
HARNIA NO KOI UPAY HOY TO JARUR BATAVAJO