બદલાતી ઋતુની અસર આપણા શરીર પર પણ થતી હોય છે શરીરની ત્વચા પર પણ જોવા મળે છે. જેના કારણે ઘણી વાર આપણી ત્વચા એકદમ ડલ અને ડેમેજ થઈ જાય છે. શિયાળો આવતાની સાથે જ આપણી ત્વચા એકદમ ડ્રાઇ થઈ જાય છે અને ખંજવાળ પણ ખૂબ જ આવતી હોય છે. ક્યારેક તો સ્કીન પણ જોવા મળે છે.
લોકો પોતાની ત્વચાની જાળવણી રાખવા માટે રાત્રે સૂતા પહેલા ક્રીમ અથવા તો સીરમ નો ઉપયોગ કરતા હોય છે. જેનાથી ત્વચા હેલ્થી એને ચમકેલી બને છે. રાત્રે ત્વચાના સેલ રિપેર થાય છે. માટે રાત્રે સૂતા પહેલાં નેચરલ પ્રોડક્ટ સ્ક્રીન પર લગાવી જોઈએ તમારી ત્વચાને એનાથી ખૂબ જ ફાયદો મળે છે. આજે અમે તમને શિયાળાની ઋતુમાં રાત્રે સુતા પહેલા કઈ નેચરલ પ્રોડક્ટ નો ઉપયોગ કરવો જોઈએ. એના વિશે અને એના ફાયદા વિશે જણાવીશું.
નારિયેળ તેલ :-
આયુર્વેદમાં વર્ષોથી નાળિયેર તેલને ત્વચા માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. નારીયેળ તેમના ઉપયોગથી ફાટી ગયેલી ત્વચામાં ખૂબ જ રાહત મળે છે ત્વચાને મોસ્ચ્યુરાઇઝ અને પોષણયુક્ત રાખે છે. જો તમારી ત્વચા પણ ખૂબ જ ફાટી ગઈ હોય તો રાત્રે સુતા પહેલા ત્વચાની સ્વચ્છ પાણીથી ધોઈને નારિયેળ થયેલ થી માલિશ કરવી જોઈએ. જેનાથી ત્વચા સોફ્ટ બને છે અને કાળાશ પણ દૂર થાય છે.
ગ્લિસરીન :-
ગ્લિસરીન ચીકણું હોય છે. તે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો શિયાળામાં તમારી ત્વચા વધારે ફાટી ગઈ હોય અને રેસીસ થઈ ગયા હોય તો તમારે ગ્લાસરીન ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચાને પોષણ મળે છે અને ગ્લો પણ આવે છે.
કેળુ :-
શિયાળા દરમિયાન ત્વચાને હેલ્ધી રાખવામાં કેળું મદદ કરે છે. તમે તેમાં કોપરેલ ઉમેરીને ફેસ પેક બનાવી શકો છો. 20 મિનિટ સુધી આ પેક ચહેરા પર લગાવી રાખો અને ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. અઠવાડિયે એક વાર આ માસ્ક લગાવવો.
એલોવેરા જેલ :- એલોવેરા જેલમાં એન્ટ્રી એક્સિડન્ટ નામનું તત્વ રહેલું હોય છે. જે આપણી ત્વચા ને બેક્ટેરિયા તેમને રોગોથી રક્ષણ પૂરું પાડે છે. ઉપરાંત એલોવેરા જેલ લગાવવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને ત્વચા પર ચમકેલી બને છે જો તમે પણ રાત્રે સુતા પહેલા ત્વચા પર એલોવેરા જેલ લગાવશો તો તમારી ત્વચા પણ એકદમ સોફ્ટ અને ચમકેલી બનશે. તે ચહેરા પરના પિમ્પલ અને ડાઘ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
મધ :-
મધમા પણ એન્ટિઓક્સિડન્ટ નામનું તત્વ રહેલું હોય છે જે ત્વચાને મોસ્ટરાઈઝ રાખે છે. જો ઠંડી ને કારણે તમારી ત્વચા ફાટી ગઇ હોય એને શુષ્ક થઈ ગઈ હોય તો તમારે રાત્રે સુતા પહેલા થોડું મધ લઈને ચહેરા પર અને ત્વચા પર મસાજ કરવો જોઈએ. ત્યારબાદ પાંચ મિનિટ બાદ ત્વચાને સાફ પાણીથી ધોઈ લેવી. જેનાથી તમારી ત્વચામાં ગ્લો આવશે અને ત્વચા સોફ્ટ બનશે.
એપલ સાઈડર વિનેગર :-
ACVમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જેને કારણે ત્વચા હેલ્ધી રહે છે. તે ત્વચના કુદરતી ઓઈલને બેલેન્સ કરે છે. અડધી ચમચી ACVમાં અડધી ચમચી પાણી નાંખી ડાઈલ્યુટ કરો. હવે તેમાં અડધી ચમચી મધ ઉમેરો. શક્ય હોય તો તેમાં ગુલાબ જળ અને ઓલિવ ઓઈલ લગાવો. તેને ત્વચા સૂકાઈ ગયેલા ભાગ પર લગાવી 10 મિનિટ રહેવા દો. સરસ રિઝલ્ટ મળશે.
એલોવેરા જેલ :
એલોવેરા જેલમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે તમારી સ્કિનને બેક્ટેરિયા અને અન્ય બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. સાથે જ એલોવેરા જેલ તમારી સ્કિનને હાઇડ્રેટ પણ રાખે છે અને સ્કિન ચમકદાર પણ બને છે. જો તમે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો છો તો તમારી સ્કિન પણ એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ થઈ જાય છે. એ તમારા ચહેરા પરના પીમ્પલના ડાઘને પણ દૂર કરવાનું કામ કરે છે.
ઘી દેશી :-
ઘી ના લગાવવાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. દેશી ઘી લગાવવાથી ત્વચાને મોસ્ચરાઇઝર મળી રહે છે ઉપરાંત ફાટેલી ત્વચા રીપેર થાય છે, પોષણ પણ મળે છે. જો કોઈ કારણસર ચહેરા ઉપર સોજો આવી ગયો હોય તો તમારી થોડું દેશી ઘી લઈને ચહેરા ઉપર મસાજ કરવો જોઈએ. તેનાથી ચહેરા પરનો સોજો દૂર થઈ જાય છે રાત્રે સૂતા પહેલા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાર બાદ હથેળીમાં થોડું દેશી ઘી લઈને ચહેરા ઉપર મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
આમ ઉપર જણાવ્યા મુજબની વસ્તુઓનો ઉપયોગ કરીને તમે શિયાળાની ઋતુમાં તમારી ત્વચાની વિશેષ કાળજી રાખી શકો છો. તેનાથી ત્વચાને નરીશમેન્ટ પણ મળી રહેશે. ઉપરાંત ફાટી ગયેલી ત્વચામાં પણ રાહત મળશે. ઘણી વખત બજારમાં મોંઘાટ સ્કીન પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી આપણી ત્વચા ખરાબ થઈ જાય છે અને જ તે દિવસે કાળાશ પણ આવી જાય છે, પરંતુ નેચરલ પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી તમારી સ્કીન સોફ્ટ અને હેલ્ધી બને છે.
આ રીતે જો તમે શિયાળામાં તમારી સ્કિન પર ઉપર જણાવેલ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન એકદમ સોફ્ટ અને કોમળ બની જશે અને તમારી સ્કિનને જરૂર પૂરતું પોષણ પણ મળશે. સાથે જ ચહેરાની ડ્રાયનેસ અને ફાટેલી સ્કિનથી પણ રાહત મળશે. ઘણીવાર બજારમાં મળતા મોંઘાદાટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી આપણી સ્કિન ખરાબ થઈ જાય છે અને એ એક જ દિવસમાં કાળી થઈ જાય છે પણ આ કુદરતી વસ્તુઓના ઉપયોગથી તમારી સ્કિન સોફ્ટ અને હેલ્ધી રહે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે આજના લેખની માહિતી તમને ઝડપી પસંદ આવશે અને ઉપયોગી થશે.