ચહેરાને ચમકીલો બનાવવા માટે કરો આ આયુર્વેદિક દેશી ઉપાય

ચહેરાની ત્વચાને ચમકીલી બનાવવા માટે માખણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માખણ એ શ્વાસ અને સ્કિન બંને માટે ફાયદાકારક છે. જેની ત્વચા ડ્રાય રહેતી હોય એને ત્વચા ની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને ઠંડી ઋતુમાં ડ્રાય થઇ જાય છે એના કારણે ઘણી અન્ય તકલીફ પણ થતી હોય છે. ખાસ કરીને એમાં પણ ચહેરા ની ડ્રાય સ્કિનને કારણે ખૂબ જ સમસ્યા થાય છે. એનાથી ચહેરાની ચમક અને તેજ જાણે ગાયબ થઈ જાય  છે. જેના કારણે ચહેરા પર કરચલી, ફાઇનલાઇન્સ દેખાવા લાગે છે.

ઘણી વખત પિગ્મેન્ટેશન ના કારણે ચહેરા પર ડાઘ ધબ્બા પણ દેખાવા લાગે છે. અને ઘણા ઉપાયો કરવા છતાં પણ એનાથી છૂટકારો મળી શકતો નથી. આ સમસ્યામાં પણ માખણ કારગર નીવડે છે અને દૂર કરવા માટે જો માખણ નો ઉપયોગ કરવામાં આવે તો એનાથી છુટકારો મેળવી શકાય છે.

ત્વચા માટે ફાયદાકારક :

માખણ ત્વચાને નેચરલી ફેક્સીબલ અને ચમકીલી બનાવે છે. ત્વચાને  ડ્રાય થવાને કારણે ખંજવાળ પણ આવે છે સાથે ઇરિટેશન પણ થાય છે. આ બંને તકલીફને દૂર કરવા માટે માખણ નો ઉપયોગ કરવો જોઈએ. માખણ નો ઉપયોગ કરવાથી નુકસાન પણ થતું નથી. એટલું જ નહીં પરંતુ માખણમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી એજિંગ ગુણો રહેલા છે. સાથે માં રહેલું વિટામિન એ પણ ખૂબ જ લાભપ્રદ છે. માખણમાં રહેલ વિટામિન, એન્ટિએજિંગ ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળીને સ્કિનના કોલેજનને પ્રોટેક્ટ કરે છે.

માખણની ઉપયોગમાં લેવાની ફાયદાકારક રીત : –

એક બાઉલમાં એક ચમચા જેટલું ઘરે બનાવેલું માખણ લેવું  ત્યારબાદ તેમાં એક પાકેલું કેળું મસળીને મિક્સ કરવું. જ્યારે સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ચહેરા પર અને ગળાના ભાગમાં લગાવી લેવું. 15 મિનિટ બાદ ચહેરાને ધોઈને સાફ કરીને મોઈશ્ચરાઈઝર લગાવી લેવું.

ચહેરા પર ગ્લો લાવવા શું કરવું :

માખણ અને કેળાનું આ મિશ્રણ લગાવવાથી ત્વચા અને પ્રાકૃતિક ચમક મળે છે.

એક કટોરીમાં તાજું માખણ લેવું એમાં એક ચમચી ગુલાબજળ મિક્ષ કરવું. કે પછી એને ત્યાં સુધી મિક્સ કરતા રહેવું જ્યાં સુધી એ પેસ્ટ ન બની જાય. ત્યાર પછી એને ચહેરા પર લગાવી લેવું અને અડધા કલાક સુધી રાખો. અડધા કલાક બાદ હૂંફાળા ગરમ પાણીથી ચહેરો ધોઈ લેવો. આ ઉપાય હે ચહેરા ની ડેડ સ્કિન દૂર થાય છે સાથે જ ત્વચા સ્વસ્થ રહે છે.

એક કટોરીમાં 2 ચમચી કાકડીની પ્યુરી લેવી એમાં ઘરનું બનાવેલું બટર મિક્સ કરવું. આ બંને વસ્તુઓને બરાબર સરખી રીતે મિક્સ કરીને પછી લગાવવું. 15 મિનિટ રાખવું ત્યારબાદ ધોઈ લેવું. જો તમારી ત્વચા લાલ થઈ જતી હોય એટલે કે રેડનેસ ની તકલીફ હોય તો આનાથી દૂર થઈ જાય છે.

વધતું પ્રદૂષણ, વધારે પડતો પરસેવો થવાના કારણે, પોષક તત્વોની ઉણપના કારણે લોકોની ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એના કારણે ખીલ, દાગ-ધબ્બા, કરચલીઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, એના કારણે ચહેરો બેરંગ લાગે છે.

આ બધી સમસ્યાઓ થી છુટકારો મેળવવા અને ચહેરાને ચમકીલો બનાવવા માટે બીજા અન્ય ઉપાયો પણ તમે અજમાવી શકો છો, જે નીચે પ્રમાણે છે.

ચહેરાને ચમકીલો બનાવવા માટે :

ઘી અને નારિયેલ તેલ નો ઉપયોગ : –

ઘી અને નારિયેલ તેલ ચહેરા માટે ફાયદાકારક છે. એ ચહેરાને હાઇડ્રેટ કરે છે. આ બંનેમાં પ્રાકૃતિક ફેટ રહેલ છે. જે ત્વચા દ્વારા શોષાય જાય છે. ઘીમાં રહેલો એન્ટિએજિંગ ઉંમર વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે. આ ત્વચા ની દેખભાળ માટે એક શ્રેષ્ઠ ઉપાય છે.

એરંડીયા નુ તેલ : –

રોજના અડધા કે એક કલાક પહેલા એરંડીયા તેલ ને થોડું ગરમ કરીને એનાથી માલિશ કરવામાં આવે તો ત્વચા સ્વસ્થ રહે છે. આ એક પ્રાકૃતિક મૉઇસ્ચરાઇઝર ના રૂપે કામ કરે છે.

એલોવેરા જેલ : –

એલોવેરા જેલ માં હીલિંગ અને હાઇડ્રેટિંગ ગુણ રહેલા છે. જે રૂક્ષ ત્વચા સામે રક્ષણ આપે છે. એને માટે ન્હાયા બાદ તરીકે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એનાથી ત્વચા લચીલી બને છે.

ઓટ્સ અને મધ : –

ઓટ્સ અને મધ પણ ત્વચા માટે ફાયદાકારક છે. આ બંને વસ્તુઓનો ફેસપેક સ્કિનને ડેમેજ થતી રોકે છે. એના માટે ઓટ્સ અને મધ ના ફેસપેક ને થોડીવાર લગાવીને રહેવા દેવું. રાત્રે સૂતા પહેલા આ ફેસપેકને લગાવવો.

આ હતા ત્વચાને હેલ્ધી અને ચમકતી રાખવાના ઉપાય, અમને આશા છે કે, આજની માહિતી આપને જરુરથી પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment