તમારી મેકઅપ કિટમાં જરૂરી છે આ 10 વસ્તુઓ પાર્લર વગર ઘરે પણ કરી શકો છો શાનદાર મેકઅપ જાણો

dior beauty જો તમે મેકઅપમાં નવા છો કે પહેલીવાર મેકઅપ કરવા જઈ રહ્યા છો તો તમને મેકઅપના બધા જરૂરી સામાન વિશે જરૂર ખબર હોવી જોઈએ. મેકઅપ કિટમાં એવા ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ હોય છે જે તમારા ચહેરાને સાઈન અને ગ્લો આપવાની સાથે તમારી આંખો, હોઠ અને નાકને પણ શાનદાર લુક આપે છે. કોઈપણ છોકરીને જે રોજ મેકઅપ કરે છે એને ખબર હોવી જોઈએ કે મેકઅપ કિટમાં ક્યાં ક્યાં મેકઅપ પ્રોડક્ટ્સ હોવા જરૂરી હોય છે.

સુંદર દેખાવા માટે આજકાલ દરેક છોકરી મેકઅપ કરે છે. પણ ઘણીવાર કિટમાં બધો જરૂરી મેકઅપનો સામાન ન હોવાને કારણે મેકઅપથી ઘણીવાર એવો લુક નથી મળતો જેવો મળવો જોઈએ. એવું એટલા માટે કારણ કે એમને મેકઅપ માટે ઉપયોગમાં લેવાતા સામાનની જાણકારી નથી હોતી.

મેકઅપ કિટમાં લિપસ્ટિક, લાઈનર, મસકરા, પાઉડર એવો ઘણો સામાન છે જેના વગર મેકઅપ અધુરો છે. પણ જો આ મેકઅપ આઈટમ તમારી મેકઅપ કિટમાં હશે તો તમારી મેકઅપ કીટ કમ્પ્લીટ થઈ જશે તો ચાલો આજે અમે તમને મેકઅપના સમાનનું લિસ્ટ જણાવી દઈએ.

makeup at home

કાજલ :

કાજલ મેકઅપનો જરૂરી ભાગ છે. એને લગાવવાથી તમારી આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

મોઇશ્ચરાઇઝર :

કોઈપણ પ્રકારના મેકઅપ કરતા પહેલા તમારા ચહેરાને પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરાઇઝ કરવો ખૂબ જ જરૂરી છે. એ તમારા મેકઅપનો યોગ્ય બેઝ છે. એ ન ફક્ત તમારી સ્કિનને હાઇડ્રેટ કરે છે પણ એ એના નમી અવરોધને પણ દૂર કરે છે. એક યોગ્ય મોઇશ્ચરાઇઝિંગ પ્રોડકટનો ઉપયોગ કરો જે તમારી સ્કિન માટે યોગ્ય હોય.

પ્રાઇમર :

જો તમે ઇચ્છો છો કે તમારો મેકઅપ આખો દિવસ એવો ને એવો રહે તો એમાં પ્રાઇમર જાદુની જેમ કામ કરે છે. પ્રાઇમર મેકઅપ કિટની સૌથી જરૂરી આઈટમ છે. એના વગર તમારી કીટ અને મેકઅપ બન્ને અધૂરા છે. એ તમારા મેકઅપને લોન્ગ લાસ્ટિંગ બનાવે છે સાથે જ મેકઅપને સ્કિનની અંદર જતા રોકે છે.

કન્સિલર :

makeup kit

મેકઅપના સામાનના લિસ્ટમાં સૌથી જરૂરી મેકઅપ આઈટમ છે કન્સિલર. જો તમે તમારા ચહેરા પરના ડાઘ, ધબ્બા કે ડાર્ક સર્કલ્સને છુપાવવા માંગતા હોય તો તમે કન્સિલરનો ઉપયોગ કરો. આવું કરવાથી તમારો લુક કમ્પ્લીટ થઈ જશે

ફાઉન્ડેશન 

કોમ્પેક્ટ :

કોમ્પેક્ટ મેકઅપને સેટ કરવા માટે મેકઅપ કિટમાં હોવું ખૂબ જ જરૂરી છે. જો તમારા કોન્પેક્ટમ સનસ્ક્રીન છે તો ખૂબ જ સારું છે. કારણ કે એનાથી ફેસ ટેનિંગથી બચી જાય છે.

ફેસ પાઉડર :

ફેસ પાઉડરને સેટિંગ પાઉડર પણ કહેવામાં આવે છે કારણ કે એનાથી મેકઅપ સેટ થાય છે. જો કે છોકરીઓ આજકાલ ફેસ પાઉડરનો ઉપયોગ ઓછો જ કરે છે. પણ જો તમે એ યુઝ કરો છો તો એને ખરીદતા પહેલા તમારા સ્કિન ટોનનું ધ્યાન રાખો.

હાઈ લાઈટર :

હાઇ લાઇટરની મદદથી તમે તમારા ફેસને હાઈ પોઇન્ટ એક્સપોઝ કરી શકો છો. જો તમને મેકઅપમાં ચીકબોન્સને હાઇ લાઇટ કરવું પસંદ છે તો હાઇલાઇટ એ માટે એકદમ ઉત્તમ મેકઅપનો સામાન છે.

આઈબ્રો જેલ્સ :

મેકઅપની વાત થાય અને આઈ મેકઅપની વાત ન થાય એ કેવી રીતે બની શકે. આઈ મેકઅપમાં જે સૌથી વધારે જરૂરી છે એ છે તમારી આંખોનો મેકઅપ. આઈબ્રો માટે આઈબ્રો પેન્સિલ, બ્રશ કે જેલ્સ ખૂબ જ સારા હોય છે.

આઈલાઈનર.ઇન્ડિયન મેકઅપ કિટમાં આઈલાઈનર્સનો ખુબ જ મહત્વનો રોલ હોય છે. ભલે એ જેલ લાઈનર્સ હોય, લિકવિડ લાઈનર્સ હોય કે પછી પેન્સિલ લાઈનર્સ. તમે એનાથી અલગ અલગ શેપ, કેટ, વિંગ આઈ બનાવી શકો છો અને ખૂબ જ સુંદર લાગી શકો છો.

આઈશેડો પેલેટ :

જો તમે તમારી આઈ મેકઅપની સાથે એક્સપરિમેન્ટ કરવા માંગો છો અને અલગ અલગ આઈ લુકસ મેળવવા માંગો છો તો એ માટે આઈશેડો પેલેટ ખૂબ જ જરૂરી છે.

મસકરા :

જો તમને મેકઅપ કરવો ગમે છે અને તમે મેકઅપ કીટ તૈયાર કરવા જઈ રહ્યા છો તો એમાં મસકરાનો સામેલ કરવાનું ન ભૂલો. જો તમને આંખોમાં લાઈનર લગાવવામ તકલીફ પડે છે કે પછી જેમની લાઈનર થોડીવાર પછી ડાર્ક સર્કલ ક્રિએટ કરે ચર તો એવામાં મસ્કરા ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

બ્લશ :

જો બ્લશ તમારા મેકઅપ કિટમાં ન હોય તો તમારા ગાલ ખૂબ જ ફૂલેલા લાગે છે. જો બ્લશને યોગ્ય રીતે લગાવવામાં આવે તો એ તમારા ચહેરાને યુવા બનાવી શકે છે.

લિપસ્ટિક :

તમારા મેકઅપ કિટમાં અલગ અલગ ટેક્સચર, શેડ્સની લિપસ્ટિક રાખો. એક સારો લિપસ્ટિક શેડ ન ફકત તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે પણ એને મુર્જાયેલો દેખાવામાં પણ રોકી શકે છે.

makeup kit

સેટિંગ સ્પ્રે :

મેકઅપને લોન્ગ લાસ્ટિંગ બનાવવા માટે તમારી મેકઅપ કિટમાં મેકઅપ સેટિંગ સ્પ્રે હોવું ખૂબ જ જરૂરી છે. એ તમારા મેકઅપને એક જ જગ્યાએ લાંબા સમય સુધી ટકાવી રાખે છે.

બ્યુટી બ્લેન્ડર :

તમારા માટે બ્યુટી બ્લેન્ડર કન્સિલર, ફાઉન્ડેશન, હાઈલાઈટર, બ્લશને બ્લેન્ડ કરવામાં કામ આવે છે. એની મદદથી તમે આઈશેડો પણ સારી રીતે એપ્લાય કરી શકો છો.

આ હતું મેકઅપના સામાનનું આખું લિસ્ટ, આશા છે કે આ લિસ્ટને વાંચ્યા પછી તમને ખબર પડી ગઈ હશે કે સારો મેકઅપ કરવા માટે માટે ક્યાં ક્યાં સામાનની જરૂર હોય છે.

આશા છે કે અમે આપેલી માહીતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment