શરદી કારણે વારંવાર છીંક આવવી તો અપનાવો આ ઘરેલુ ઉપાય

છીંક ના ઘરેલુ ઉપચાર છીંક દરેક વ્યક્તિને આવે છે. જો એક કે બે છીંક આવે તો એ સામાન્ય ગણાય છે. પરંતુ છીંક વારંવાર આવતી હોય. કે પછી સતત છીંક આવવા લાગે તો સમસ્યા બની જાય છે. વારંવાર છીંક આવવાને કારણે વ્યક્તિ હેરાન અને ચીડિયું થઈ જાય છે. છીંક કારણે ઘણા લોકોને માથામાં દુખાવો પણ થવા લાગે છે. જો તમે પણ વારંવાર છીંક આવવાની સમસ્યાથી પરેશાન છો તો, આજે અમે તમને એના વિશે ના ઉપચાર જણાવીશું.

આયુર્વેદ પ્રમાણે છીંક આવવી એ ઘણી બધી બીમારીઓના લક્ષણ હોઈ શકે છે. છીંક દ્વારા નાક અને ગળા માંથી દૂષિત પદાર્થ બહાર નીકળે છે. જે શરીરને એલર્જી બચાવવાની સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ખૂબ જલ્દી – જલ્દી સતત છીંક આવે તે વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતાની કમજોરી દર્શાવે છે. એના માટે તમે છીંક જોડાયેલી દરેક બાબત આજે જાણી લો.

છીંક નો ઈલાજ

છીંક આવવાના કારણો

– ધૂળ અને ધુમાડો વધુ પડતી ગંધના સંપર્કમાં આવવાથી નાકમાં મ્યુક્સ ઉત્તેજિત થઈ જાય છે. જેના કારણે છીંક આવે છે.

– પ્રદૂષણવાળા વાતાવરણને કારણે છીંક આવે છે.

– એલર્જી ગ્રસ્ત વ્યક્તિઓ જો પરાગકણો ના સંપર્ક માં આવે તો છીંક આવે છે.

– કોઈ દવા ના રિએક્શન કારણે પણ થઈ શકે છે.

છીંક ના લક્ષણો 

– આંખો લાલ થઇ જવી, નાકમાંથી સતત પાણી વહેવું નાકમાં ખંજવાળ આવવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, માથું ભારે લાગવું, સૂંઘવાની શક્તિ ઓછી થઈ જવી.

છીંકની સમસ્યા માટે ના ઘરેલુ ઉપચાર આ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરીને તમે છીંક ની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

છીંક નો ઈલાજ | છીંક ના ઘરેલુ ઉપચાર – chhink na gharelu upay

આદુનો પ્રયોગ 

એક ચમચી આદુનો રસ લેવો. એમાં અડધી ચમચી ગોળ મિક્સ કરવો. એને દિવસમાં બે વાર ખાવું જોઈએ. આ ઉપચાર છીંકની સમસ્યામાં રાહત અપાવે છે.

ઈલાયચી ના પ્રયોગ દ્વારા ઉપચાર

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી ઈલાયચી પાવડર મિક્સ કરીને પીવું જોઈએ. એનાથી છીંકની સમસ્યામાં રાહત મળે છે.

હિંગનો ઉપચાર 

સતત છીંક આવતી હોય તો હિંગને સુંઘવી જોઈએ. આ ઉપાય વારંવાર છીંક આવવાની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

ફુદીના નો પ્રયોગ

ઉકળતા પાણીમાં ફુદીનાના રસમાં થોડા ટીપા નાખવા. એનો નાસ લેવો જોઈએ. આ ઉપાય કરવાથી સતત આવતી છીંકમાંથી છુટકારો મળે છે.

અજમા

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને ઉકાળવુ. ઉકળી જાય એટલે એને ગાળી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને પીવું જોઈએ.
10 ગ્રામ અજમો અને 40 ગ્રામ જૂનો ગોળ, 450 મિલીગ્રામ પાણીમાં ઉકાળવું. જ્યારે બરાબર ઉકળીને પાણી અડધું રહે ત્યારે ઠંડુ થયા બાદ અને પીવું જોઈએ.

હળદર

એલર્જી માંથી છુટકારો આપવાની ક્ષમતા હળદરમાં રહેલી છે. ભોજનમાં હળદરનો પ્રયોગ નિયમિત કરવો જોઈએ. એના સિવાય દૂધમાં હળદર મિક્ષ કરીને પણ પી શકાય છે.

મુલેઠી પણ છે ફાયદાકારક 

મુલેઠીના  ચુર્ણને પાણીમાં ભેળવીને તેનો ઉકાળો બનાવી લેવો. એનો નાસ લેવાથી સતત આવતી છીંકમાંથી છુટકારો મળે છે.

લીંબુ

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એનું સેવન કરવાથી પણ સતાવતી છીંકમાંથી છુટકારો મળે છે.

લસણનો પ્રયોગ

લસણની ત્રણ-ચાર કળી ને પીસીને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉકાળવી. આ પાણીને ગાળીને દિવસમાં બેથી ત્રણ વાર પીવું જોઈએ.

મેથી નો પ્રયોગ પણ અજમાવવો જોઈએ

બે ચમચી મેથીના દાણા ને પીસીને પાણીમાં ઉકળવા જોઈએ. થોડું ઠંડું થઈ જાય એટલે એને પી લેવું જોઈએ. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવો જોઇએ.

વરિયાળી નો ઉપચાર

વરિયાળીની ચાનું સેવન કરવું. એના માટે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકાળવું. એને ગરમ ગરમ જ પીવું જોઈએ.

સરસવના તેલનો પ્રયોગ

સતત આવતી છીંક માંથી છુટકારો મેળવવા માટે સરસવના તેલના બે-ત્રણ ટીપાં નાકમાં નાંખવા જોઈએ. ત્યારબાદ એને ઉપરની તરફ ખેંચવું જોઈએ. એનાથી છીંક આવતી બંધ થઈ જાય છે. આ ખુબજ અસરકારક ઉપાય છે.

સંતરા પણ છે ખૂબ જ ફાયદાકારક 

રોજ ભોજન કર્યા બાદ દિવસમાં એક ગ્લાસ સંતરાનું જ્યૂસ પીવું જોઈએ. એનાથી છીંક અને શરદીમાં રાહત મળે છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે અનેક રોગો સામે રક્ષણ આપે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની માહિતી અને ઘરગથ્થુ ઉપચાર તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment