Weight Loss વજન અને ચરબી ઝડપથી ઘટાડવું હોય તો પીવો આ ડ્રિન્ક

Weight Loss  મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો ખોરાક પચ્યા વગર જ રહી જાય છે. માટે ખોરાક ન પચાવવાના કારણે પેટ ભારે  ભારે રહે છે.

એક લાંબા સમય સુધી પડ્યા રહેવાને કારણે સડવા લાગે છે. એવો વધુ ખોરાક પેટમાં જમા થવાથી ચરબી જમા થાય છે અને પેટ મોટું થવા લાગે છે. ઉપરાંત ખોરાકનું પાચન ન થવાને કારણે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ પણ રહે છે.

મોટા ભાગે જે વ્યક્તિનું વજન વધુ હોય છે તેને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. હાલના સમયમાં મોટાભાગના લોકો પોતાના વજનને કારણે ચિંતામાં રહેતા હોય છે. બહારની વાનગીઓ વધુ ખાવાને કારણે અને અનિયમિત ભોજનના કારણે વજનમાં વધારો થતો હોય છે.

ફુદીનાનું ડ્રિન્ક

હેલ્થ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વજન નિયંત્રણમાં રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જેના કારણે આપણું શરીર detox થાય છે. ઉપરાંત વજન ઓછું થવામાં પણ મદદરૂપ બને છે અને ખોરાક સરળતાથી પચે છે.

વજન નિયંત્રણમાં રાખવા માટે અને સારા સ્વાસ્થ્ય માટે આજે અમે તમને કેટલાક જાદુઈ drink વિશે જણાવીશું. જેના નિયમિત સેવનથી વજન નિયંત્રણમાં રહે છે, ચરબી ઘટે છે. સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

વજન ઘટાડવા ના ઉપાય | વજન ઘટાડો | Weight Loss tips | vajan ghatadva na upay

કાકડી અને ફુદીનાનું ડ્રિન્ક :

કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું છે. જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે. કાકડી અને ફુદીનાનો ડ્રીંક બનાવવા માટે કાકડીના નાના ટુકડા કરી લેવા. એમાં થોડા ફુદીનાના પાન મિક્સ કરવા. તેને પીસીને ડ્રિન્ક તૈયાર કરવું. એક ગ્લાસ જેટલું ડ્રિન્ક પીવું જોઈએ. આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી સરળતાથી પેટની ચરબીમાં ઘટાડો થાય છે. ઉપરાંત આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે.

ફુદીનાનું ડ્રિન્ક

આદુ અને લીંબુનું ડ્રિન્ક :

આદું અને લીંબુ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ડ્રીંક બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અડધી ચમચી આદુનો રસ અથવા સુંઠનો પાવડર મિક્સ કરવું. આ ડ્રિન્કનું નિયમિત રાત્રે સુવાના 40 મિનિટ પહેલા સેવન કરવું જોઈએ.

આ મિશ્રણને રોજ પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળે છે. આ ઉપરાંત ભોજન પણ સરળતાથી પચી જાય છે. પેટમાં જામેલી ચરબી ઓગળે છે, વજન નિયંત્રણમાં રહે છે. આ ડ્રિન્ક રોજ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમે પણ વજન નિયંત્રણમાં રાખવા માંગતા હોવ અને ચરબી ઘટાડવા માંગતા હોવ તો આ drink નું નિયમિત સેવન કરવું જોઈએ. શરીરના હાનિકારક તત્વો દૂર કરવામાં પણ આ ડ્રિન્ક ખૂબ જ ફાયદાકારક છે.

મધ અને તજનું ડ્રિન્ક :

તજ અને મધનું મિશ્રણ વાળું ડ્રિન્ક આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ મિશ્રણમાં એન્ટી બેક્ટેરિયલ,  એન્ટી ફંગલ, એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ જેવા મહત્વપૂર્ણ ગુણ રહેલા છે. આ ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. ત્યાર પછી એમાં એક ચમચી મધ અને અડધી ચમચી તજનો પાવડર મિક્સ કરવો. આ drink રાત્રે સૂવાના 30 મિનિટ પહેલા લેવું જોઈએ. આ ઉપાય નિયમિત 15 થી 20 દિવસ સુધી કરવામાં આવે તો ચરબી દૂર થાય છે. 15 થી 20 દિવસ સુધી નિયમિત આ ઉપાય કરવાથી આશરે ત્રણ કિલો જેટલું વજન ઘટે છે. આ મિશ્રણના સેવનથી ખોરાક પણ સરળતાથી પચે છે.

 લીંબુ પાણી સાથે ગ્રીન ટી :

લીંબુનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે. સ્વાસ્થ્ય સારું રાખે છે. ઉપરાંત શરીરના પીએચ લેવલને જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

આ ડ્રીંક બનાવવા માટે સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને ગ્રીન ટી મિક્ષ કરીને પીવું જોઈએ. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. જે મેટાબોલિઝમ પણ ઠીક રાખવામાં મદદ કરે છે. જો રોજ સવારમાં આ મિશ્રણ પીવામાં આવે તો પેટની ચરબી ઘટે છે. ઉપરાંત શરીરમાં ઉર્જા બની રહે છે. Weight Loss કરવા માટે મદતરૂપ થાય છે.

વજન ઘટાડવા ના ઉપાય

 મેથી નું પાણી :

મેથીના પાણીમાં વજન ઘટાડવાનો ગુણ રહેલો છે. જે વજન ઘટાડવામાં સહાયરૂપ થાય છે. સાથે જ પાચન ક્રિયા પણ મજબૂત બનાવે છે.

એના માટે દરરોજ રાત્રે સુતા પહેલા મેથીનું પાણી પીવું જોઈએ. એનાથી ભોજન પણ સરળતાથી પચે છે. એના માટે મેથી દાણાને પાણીમાં પલાળી રાખવા. રાત્રે સુવાના અડધા કલાક પહેલા આ ડ્રિન્ક પીવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ હતા ઝડપથી વજન ઘટાડવા માટેના જાદુઈ ડ્રિન્ક, અમને આશા છે આજની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment