જો ઘરના કોઈ સદસ્યના ને માવા- મસાલા ખાવાની આદત હોય તો અપનાવો આ ઉપાય

આજના સમયમાં મોટાભાગે દરેક યુવાનોને માવા, મસાલા ખાવાની આદત હોય છે. જેને લોકો ફેશન સમજીને ખાય છે. દરેક યુવાનો આજે એના બંધાણી થઈ ગયા છે. એમાં પણ યુવકો ખાસ કરીને નિકોટીન અને તમાકુ વાળા માવા ખાતા હોય છે. જેનું એમને એક પ્રકારનું વ્યસન થઇ ગયું હોય છે.

ત્યારબાદ જો એમને દિવસભર માવા ન મળે તો એ બેચેન થઈ જતા હોય છે. જેનાથી એમને ખૂબ જ બેચેની અનુભવાય છે. ઉપરાંત ઘણી વખત એમને માથાનો દુખાવો પણ થતો હોય છે. એ સિવાય સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે. એ જ કારણથી આજે દરેક વ્યક્તિ જે વડીલો જેને માવા ખાવાનું વ્યસન થઇ ગયું હોય, એના પર ગુસ્સો કરતા હોય છે  અને માવો ખાવાની ના પાડતા હોય છે.

તેનું માનસિક કારણે મુજબ છે કે તે વ્યક્તિ દરરોજ નિકોટિનનું સેવન કરતો હોય છે. જેનાથી તેને નશો ચડતો હોય છે. એના કારણે તેને વ્યસન થઇ જતું હોય છે. જે શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ શકે છે.

તેના ઉપાય માટે આજે અમે તમને આયુર્વેદિક ઔષધિઓ ઉપાયો વિશે જાણકારી આપીશું. જેમાં સોપારી સાથે અન્ય આઠ પ્રકારના ઔષધીય દ્રવ્ય રહેલા છે. એમાં શેકેલી વરિયાળી, સોપારી, જેઠીમધ, લવિંગ, હરડે ના ટુકડા નાગરવેલના પાન ના ટુકડામાં નાખવામાં આવે છે.

આ બધું મિક્સ કરીને આયુર્વેદિક માવો બનાવવામાં આવે છે. એ સિવાય બધી વસ્તુઓ જે રીતે મસાલો બનાવવાની રીત ઘરે પણ બનાવી શકાય છે. આ મસાલો ઘરે બનાવવાની રીત સરળ છે. બજારમાં સરળતાથી દરેક વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, જે મળી જાય છે.

એ સિવાય ઘરના સભ્યોને મીઠો સ્વાદ પસંદ હોય તો એમાં ગુલકંદ પણ મિક્સ કરી શકાય છે. શેકેલી વરિયાળી નો પાઉડર અને સોપારી, લવિંગ અને હરડે ના ટુકડા હોવાથી તમાકુની જે મોઢા માં દ્રવ્ય સ્વાદ પણ કરે છે. જેનાથી મોઢામાં તમ – તમ થાય છે. જેનાથી તમાકુ જેવો અનુભવ થાય છે.

ઉપરાંત આનાથી અનેક પ્રકારના ફાયદા પણ મળે છે. તમે જાણો છો કે સોપારી, હરડે લવિંગ કે દરેક વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણા વડીલો જૂના જમાનામાં ભોજન બાદ સોપારી નું સેવન કરતા હતા. જો યોગ્ય પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો શરીરને ખૂબ જ ફાયદો મળે છે. પાચન ક્રિયા પણ સારી બને છે. મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે.

નાગરવેલના પાન

ઉપરાંત પેટની અને સમસ્યાઓ દૂર કરવા અને વાયુના રોગના ઉપચારમાં પણ અજમો અને સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત મધનું સેવન કરે તો કફનો નાશ થાય છે. વરિયાળીનું સેવન કરવાથી ખોરાક સારી રીતે પચે છે. એ માઉથ ફ્રેશનર છે.

એ સિવાય પેટ સાફ રહે છે, ઉપરાંત લવિંગ એ વાત, પિત્ત,  અને કફનો નાશ કરે છે. કબજિયાત અને ગેસની સમસ્યાથી પણ છુટકારો મળે છે. આવા પૌષ્ટિક તત્ત્વોથી એ માવો બનેલો હોય છે. જે ખૂબ જ વધારે રૂચિ પણ ઉત્પન્ન કરે છે.

ઉપરાંત નાગરવેલના પાન એ પાચન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોઢામાં આવતી દુર્ગંધને પણ નાગરવેલના પાન દૂર કરે છે. આ હર્બલ માવા ખાવાના ખૂબ જ ફાયદા છે. જેનાથી પેટની અને પાચન સંબંધી દરેક સમસ્યાઓ દૂર થાય છે. સાથે મોઢાની દુર્ગંધ પણ છુટકારો મળે છે.

મોટા પર આવેલા તમામ પ્રકારના બેક્ટેરિયા દૂર થાય છે. જો તમાકુ વાળા માવા નું સેવન કરવામાં આવે તો કેન્સર થવાનો ભય પણ રહે છે. જો એકવાર કોઈપણ વ્યક્તિને કેન્સર થઈ જાય તો એનો ઇલાજ ખૂબ જ ખર્ચાળ હોય છે. એ સિવાય આયુર્વેદિક માવો ખાવાથી શરીરને તો ફાયદા થાય છે પરંતુ, આ ભયંકર બીમારી થી પણ દૂર રહી શકાય છે. માટે તમાકુ વાળા માવા ને છોડીને હર્બલ માવાને અપનાવવો જોઈએ. જો હર્બલ માવો ખાવાની ટેવ પાડશો તો વ્યસનથી તો દૂર રહી શકશો. પરંતુ અનેક બીમારીઓથી પણ બચી શકશો. હર્બલ માવો ખાવાથી આપણું શરીર નિરોગી રહે છે.

તો હર્બલ માવા ખાવાના ફાયદા જાણ્યા બાદ, ગંભીર બીમારીઓ આપતા તમાકુ, નિકોટીન વાળા માવાને છોડીને હર્બલ માવાને ખાવો જોઈએ. જે હાનિકારક માવાથી મુક્તિ પણ અપાવશે.

અમને આશા છે કે, આજે હર્બલ માવાના ફાયદા અને એની માહિતી તમને જરૂરથી ગમશે.

Leave a Comment