રાત્રે સુતી વખતે નાભિમા માત્ર 2 ટીપા તેલ નાખો અને મેળવો અનેક લાભો

નાભિમા તેલ નાખવાના ફાયદા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે બાળકને પોષણ નાભિ માં રહેલા નાળ દ્વારા મળતું હોય છે. આ નાળ દ્વારા જ બાળકને સમગ્ર પોષણ મળે છે. આપણા શરીરમાં રહેલા નાભિનું  મહત્વ ખુબ જ છે. જ્યારે યોગી પુરુષો ધ્યાન કરે છે ત્યારે નાભિ ચક્ર પર કરે છે. કહેવામાં આવે છે કે કુંડલિની સમગ્ર શક્તિ નાભિ ચક્ર રહેલી છે. અને એ શક્તિને જાગૃત કરવા માટે જ ધ્યાન દ્વારા એની સાધના કરવામાં આવે છે.

માતાના ગર્ભમાં રહેલા બાળકનું સમગ્ર પોષણના નાભિ દ્વારા થાય છે નાડીઓનું પોષણ પણ આ નાભિ દ્વારા થાય છે. નાભિ સાથે જોડાયેલી 72,000 નાડીઓમાં કઈ સમસ્યા ઉદ્ભવે તો આપણને દુખાવો થાય છે. આખા શરીર પર તેની અસર વર્તાય છે.

એના માટે જો નાભિને વ્યવસ્થિત રાખવામાં આવે તો એ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે, અને ખૂબ જ ફાયદો પણ મળે છે. એના માટે ઋષિમુનિઓ અને આયુર્વેદાચાર્ય દ્વારા અમુક પ્રયોગો બતાવવામાં આવ્યા છે. એમાં પણ ગાયના ઘીને અતિ ઉત્તમ માનવામાં આવે છે. જો ગાયનું ઘી ન મળી શકે તો કોઈ પણ ઘી વાપરી શકાય છે.

નાભિમા તેલ નાખવાના ફાયદા 

જો ઘી નો પ્રયોગ કરવામાં આવે તો તો એનાથી અનેક ગણો ફાયદો થાય છે. જેમકે નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા માંથી છુટકારો મળે છે. ઉપરાંત આંખોનું તેજ પણ વધે છે, મોટી ઉંમર સુધી મોતિયો આવતો નથી. ઉપરાંત શિયાળામાં હોઠ ફાટી જવાની સમસ્યામાં પણ રાહત મળે છે.

ઘણા લોકોની આંખો નીચે બ્લેક સર્કલ થઈ જતા હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓને આ સમસ્યા થતી હોય છે. તો આ પ્રયોગ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા પણ દૂર થઈ જાય છે, ચહેરા પર થતા ખીલ થી પણ છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ આ પ્રયોગ કરવાથી ચહેરાની કુદરતી ચમક પણ વધે છે. આ પ્રયોગ કરવાથી શરીરની 72,000 નાડીઓ શુદ્ધ થાય છે.

આ પ્રયોગ રોજ રાત્રે સુતા પહેલા અથવા તો સવારે સ્નાન કર્યા બાદ કરવો જોઈએ. સવારમાં આ પ્રયોગ કરતી વખતે સ્નાન કર્યા બાદ છતાં સૂઈ જવું જોઈએ. ત્યારબાદ નાભિના ખાડા ની અંદર ગાયનું ઘી નાખવું જોઈએ. ગાયનું ઘી ન હોય તો કોઈપણ ઘી વાપરી શકાય છે. પરંતુ શુદ્ધ ઘી હોવું જરૂરી છે. જો ગાયનું ઘી હોય તો એને ઉત્તમ ગણવામાં આવે છે. ગાયના ઘીમાં ઓજ નામનું તત્ત્વ રહેલું છે. આપણા શરીરમાં સાત ધાતુઓ રહેલી છે, જેમાં સાતમી ધાતુનું નામ પણ ઓજ છે. ગાય કે ભેંસ ના ઘીને નાભીમાં ભરીને 15 મિનિટ સુધી સીધા સૂઈ રહેવું જોઈએ. આ ઘી નાની-નાની કોશિકાઓ દ્વારા 72,000 નાડી સુધી પહોંચે છે.

આ પ્રયોગ દિવસમાં એક જ વાર કરી શકાય છે. અથવા એક દિવસને આંતરે પણ આ પ્રયોગ કરી શકાય છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે. આ પ્રયોગ કરવાથી આપણા શરીરને અદ્ભુત ફાયદાઓ પ્રાપ્ત થાય છે. જો નિયમિત રીતે એક મહિના સુધી આ પ્રયોગ કરવામાં આવે તો ખૂબ જ ફાયદા મળે છે અને તરત જ ફેરફાર પણ જોઈ શકાય છે.

આ સિવાય પણ નાભિ પર ઘી લગાવવાના અન્ય ફાયદાઓ પણ થાય છે. નાભિ માં રહેલી 72,000 નાડીઓ જે લોહીની નાળીઓ હોય છે. જે શરીરના વિવિધ ભાગોની ધમનીઓ સાથે જોડાયેલી હોય છે. માટે જ્યારે પણ નાભી માં ઘી લગાવવામાં આવે છે ત્યારે, ધમનીઓ સક્રિય બને છે.

શરીરમાં વ્યવસ્થિત રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. જેના કારણે વાળને ચામડીમાં પર ચમક આવે છે. આ પ્રયોગ કરવાથી પાચનક્રિયા પણ સારી બને છે. જેથી કબજિયાત જેવી સમસ્યાઓ થી છુટકારો મળે છે.

આ પ્રયોગ કરવાથી ત્વચાને હાઈડ્રેટ થાય છે. ઘી લગાવવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ઘણા લોકોને શરીરમાં કંપન અને લકવાની સમસ્યા થાય છે. ખાસ કરીને વૃદ્ધો માં કંપન ની સમસ્યા વધુ થતી હોય છે. એમાં જો નિયમિત રીતે નાભિમાં ઘી લગાવવામાં આવે તો કંપનની સમસ્યાથી છુટકારો મળે છે.

નાભિ માં ઘી લગાવવાથી શરીર ની કમજોરી પણ દૂર થાય છે. ઘી માં રહેલા બધા તત્વો નાભિ દ્વારા શરીરને પ્રાપ્ત થાય છે. જેનાથી શરીરને તાકાત અને મજબૂતી મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે સ્વાસ્થ્યને લાગતી આ મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે.

Leave a Comment