ચિકનગુનિયા શું છે કેવી રીતે થાય? કેવી રીતે તમે બચી શકો જાણો

આજે તમે સમાચાર જોશો તો તમને ખ્યાલ આવશે કે દિવસે અને રાત્રે ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે. તમારા આજુબાજુમાં પણ ઘણા લોકો એવા જોવા મળતા હશે કે જે એક દિવસ પહેલા જ તો બધું બરાબર કામ કરી શકતા હતા અને બીજે દિવસે અચાનક જ તેઓમાં ખુબ જ અશક્તિ અને કોઈપણ કામ કરવા માટે અસમર્થ એવા લક્ષણો દેખાય હશે તો તમને જણાવી દઉં કે હમણાં લોકોમાં કોરોના કરતા પણ ચિકનગુનિયા રોગની મહામારી ફેલાવાનો ડર વધુ છે. છેલ્લા અમુક સમાચારમાં સાંભળ્યું હતું કે એક શહેરમાં એક સાથે 400 વ્યક્તિઓને ચિકનગુનિયા થઇ ગયો.

અમુક દિવસ પછી તેમનો ચિકનગુનિયાનો રિપોર્ટ તો નોર્મલ આવી ગયો પણ તેમની તબિયતમાં કોઈ ફરક પડ્યો નહિ. તો તમને ખબર છે કે ચિકનગુનિયા થાય તો કેવા લક્ષણો જોવા મળે છે અને તેને વહેલી તકે શરીરમાંથી રજા આપવા માટે કેવા ઉપચાર કરવા જોઈએ?

આજે અમે તમારી માટે લાવ્યા છે ચિકનગુનિયા સંબંધિત અમુક ખાસ જાણવા જેવી વાતો.

ચિકનગુનિયા એ એક મચ્છરના કરડવાથી થાય છે અને આ એક ચેપી બીમારી પણ કહેવાય છે. જયારે ચિકનગુનિયા થાય છે ત્યારે એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે તમને થયેલ બીમારી એ ચિકનગુનિયા છે કે ડેન્ગ્યુ કે પછી કોઈ વાઇરલ તાવ. તેના માટે તો લેબમાં રિપોર્ટ કરાવવા પડતા હોય છે. અને જાણ થાય કે ચિકનગુનિયા જ થયો છે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પણ જો તમને વધારે કોઈ તકલીફ થતી નથી તો તમે ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકો છો. 

ચિકનગુનિયા

પહેલા તમને જણાવી દઈએ કે ચિકનગુનિયા થાય તો કેવા લક્ષણો જોવા મળે છે. ચિકનગુનિયા થાય ત્યારે જે તે વ્યક્તિમાં ખુબ જ અશક્તિ આવી જતી હોય છે. તે કોઈપણ કામ જાતે કે ઉત્સાહથી કરી શકતો નથી. વ્યક્તિના શરીરમાં ઘણી જગ્યાએ દુખાવો થાય છે. અમુક લોકોને માથું દુખે છે તો સાથે સાથે આંખોમાં પણ દુખાવો થતો હોય છે. આ વ્યક્તિમાં આળસ પણ ખુબ આવી જાય છે. કોઈને મળવાનું મન થતું નથી. આ બીમારીમાં વ્યક્તિને બે દિવસ સુધી તાવ અને દુખવા જેવું રહેતું હોય છે પછી તે મટી જતો હોય છે પણ જો તમને બે દિવસમાં ફરક ના દેખાય તો તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

હવે જાણી લઈએ ચિકનગુનિયામાં કેવું ભોજન લેવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જે વ્યકિતને ચિકનગુનિયાની અસર હોય કે પછી બીમારી હોય તેમણે લીલા શાકભાજીના સૂપ, ઢીલી ખીચડી, કેળા અને વિટામિન સી અને વિટામિન ઈ જેમાંથી મળે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ. તમને ખાસ જણાવી દઈએ કે જો તમે નોનવેજ ખાવાનું પસંદ કરો છો તો તમારે ચિકનગુનિયા બીમારી દરમિયાન એ ખાવું જોઈએ નહિ.

ચિકનગુનિયા બીમારીમાં ભરપૂર પાણી પીવું જોઈએ. તમે બને એટલું વધારે લીંબુ શરબત પીવું જોઈએ અને જો તમને પસંદ હોય તો નારિયળ પાણી પણ પી શકો છો. આ સાથે જે દૂધની બનાવેલ વસ્તુઓ હોય તેનું પણ સેવન કરવું જોઈએ આમ કરવાથી ચિકનગુનિયાનો તાવ જલ્દી મટી જાય છે. તેમાં તમે પનીર, દૂધ અને દહીં વગેરેનું સેવન કરી શકો.

હવે તમને ચિકનગુનિયા માટેનો એક અકસીર ઉપાય જણાવી દઉં. આની માટે તમારે મધ અને લીંબુની જરૂરત પડશે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને અડધું લીંબુ નીચોવીને તેનો રસ લઇ લો. આ બંને પાણીમાં બરાબર મિક્સ કરી લો અને તેનું નિયમિત દિવસમાં બે થી ત્રણ દિવસ સેવન કરો. આમ કરવાથી તમારા શરીરમાં એનર્જી વધશે અને ચિકનગુનિયાના કીટાણુ નાશ પામશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment