છોકરીઓએ ભૂલથી પણ ન કરવો જોઈએ આ વસ્તુઓનો ઉપયોગ, નહિ તો…

શિયાળામાં સ્કિન રુસ્ક બની જાય છે, જેના કારણે સ્કિનને લગતી ઘણી સમસ્યાઓ ઉદભવે છે, ઘણા લોકોને ચહેરા તો સાવ જ ખરાબ થઈ જાય છે. યુવતીઓને એમના ચહેરા પર પડતા ડાઘ ધબ્બાની વિશેષ ચિંતા હોય છે પણ શું તમે જાણો છો કે આવું ક્યાં કારણોસર થાય છે.

આજકાલ યુટ્યુબનું ચલણ વધ્યું છે એટલે લોકો એમાં જોઈને એમના ચહેરા  જાતજાતના અખતરા કરતા રહે છે. પણ આમની દરેક વસ્તુઓ તમારા ચહેરા માટે યોગ્ય હોય એ જરૂરી નથી, આજે અમે તમને એમાંની જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેનો તમારા ચહેરા પર ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ એ વસ્તુઓ વિશે

વિનેગર:

વીનેગરને સીધે સીધું જ ચહેરા પર ક્યારેય ન લગાવો, વીનેગરમાં એક પ્રકારનું એસિડ હોય છે જે તમારા ચહેરાને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે વીનેગરને ચહેરા પર લગાવવા માંગો છો તો તેમાં પાણી મિક્સ કરીને લગાવો.

બેકિંગ સોડા:

baking soda

ઘણા બ્યુટી ચેનલ ચલાવનારા ચહેરા પર બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તે તમારો રંગ ડાર્ક કરી શકે છે અને તેમાં રહેલું લેડ તમારા ચહેરા પર રીંકલ્સ લાવી શકે છે.

ફુદીનો:

ફુદીનામાં રહેલુ મેન્થોલ તમારા ચહેરાને લાલાશ પડતો બનાવી દે છે. તેમજ એના કારણે તમારો ચહેરો કાળો પણ પડી જાય છે.

ફુદીનો

ટૂથપેસ્ટ:

ઘણીવાર ઈન્ટરનેટ પર ચહેરા પર ટૂથપેસ્ટ લગાવવાનું સૂચવવામાં આવે છે, પણ ટૂથપેસ્ટ તમારી સ્કિનને વધુ પડતી કડક બનાવી દે છે અને સમયાંતરે ચહેરા પર  કરચલીઓ પડવા લાગે છે

બોડી લોશન:ટૂથપેસ્ટ

ક્યારેય પણ બોડી લોશન ચહેરા પર ન લગાવવું, એ તમારી ચહેરાની સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે.

વેસેલિન:

ચહેરા પર વેસેલિન લગાવવાથી એની ચીકાશને કારણે ચહેરો ચીકણો લાગવા લાગે છે જેના કારણે ધૂળ માટી ચહેરા પર વધુ પ્રમાણમાં ચોંટી જાય છે અને એ તમારો રોમછિદ્રોને બંધ કરી દે છે. એટલે ભૂલથી પણ ચહેરા પર વેસેલિન ન લગાવો

ચહેરાને જેમ બને એમ ચોખ્ખો રાખવો અને ચહેરાને સાફ કરવા માટે છોકરીઓ જાત જાતના ફેસવોશનો ઉપયોગ કરતી રહે છે, પણ આ ફેશવોસથી ચહેરો ધોવાની યોગ્ય રીત વિશે કદાચ કોઈને પણ ખ્યાલ નહિ જ હોય. આજે અમે તમને ચહેરો ધોવાની સાચી રીત વિશે જણાવીશું, જેને અપનાવીને તમારી સ્કિનને નુકશાન પહોંચતું તમે બચાવી શકો છો.

વેસેલિન

વધુ પડતા ગરમ કે ઠંડા પાણીથી ચહેરો ન ધુઓ

ચહેરાને ધોવા માટે બહુ ગરમ કે ઠંડા પાણીનો ઉપયોગ ટાળો, જો તમે ઋતુ અનુસાર ગરમ કે ઠંડા પાણીથી ચહેરો ધોતા હોય તો તમે ખોટું કરી રહ્યા છો. વધુ પડતું ગરમ પાણી તમારી નસોને નુકશાન પહોંચાડે છે અને વધુ પડતું ઠંડુ પાણી તમે વાપરેલા ફેશવોસની ધારી અસર થવા દેતું નથી. બસ એટલે જ બને ત્યાં સુધી ચહેરો ધોવા માટે હુંફાળા પાણીનો જ ઉપયોગ કરો

ફેશવોસની યોગ્ય પસંદગી:

મોટાભાગની છોકરીઓ જાહેરાતોથી આકર્ષિત થઈને ફેશવોશનો ઉપયોગ કરવા લાગે છે, પણ ફેસવોશનો વધુ પડતો ઉપયોગ તમારી સ્કિનને નુકશાન કરી શકે છે. આ સિવાય હંમેશા એ વાતની ખાસ કાળજી લો કે તમે જે ફેશવોશનો ઉપયોગ કરી રહ્યા છો એ તમારી સ્કિન ટાઈપને અનુકૂળ છે કે નહીં.

સુતા પહેલા મેકઅપ દૂર કરો

મેકઅપ

આજકાલ મેકઅપનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે, મેકઅપથી ચહેરાના ઉપરના સ્તર પર એક લેયર બની જાય છે, અને આ લેયર તમારા રોમછિદ્રોને અવરોધે છે. જેના કારણે તમારી સ્કિન શ્વાસ નથી લઈ શકતી અને અંતે તમને ખીલની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. મેકઅપ કરેલા ચહેરાને સીધો જ ફેશવોસથી ન ધુઓ, આવું કરવાથી મેકઅપ અને ફેશવોશ ભેગા થાય છે અને એ તમારા રોમછિદ્રોને બંધ કરી દે છે. એટલે ગમે તેટલા થાક્યા હોય તો પણ મેકઅપ કરેલો ચહેરો બરાબર સાફ કર્યા પછી જ સુવો.

પોષણયુક્ત આહાર લો:

પોષણયુક્ત-આહાર

ચહેરાને ચમકતો રાખવા માટે પોષણયુક્ત ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. યોગ્ય આહાર નહિ લો તો તમારો ચહેરો નિસ્તેજ થઈ જશે. અને તમારો ચહેરો તમે બીમાર હોય એવું દર્શાવશે.

તો હવેથી ચહેરા પર ગમે તે વસ્તુ ટ્રાય કરતા પહેલા એકવાર એના રિએક્શન વિશે ચોક્કસ જાણી લેજો, અને ફેશવોસથી અમે જણાવ્યું એ મુજબ રોજ ચહેરો ધુઓ , પછી જોજો તમારો ચહેરો કેવો નીખરી ઉઠે છે. ઉપરોક્ત માહિતી તમને રોજિંદા જીવનમાં લાભદાયી નીવડી કે નહીં એ ચોક્કસ જણાવજો.

 

Leave a Comment