પરણિત સ્ત્રીઓએ ભૂલથી પણ ન પહેરવી આ વસ્તુઓ નહિ તો થશે બરબાદી.

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે એનું પોતાનું ઘર હોય, એ એના ઘરમાં સુખ શાંતિથી રહી શકે, એના ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે. અને આ બધી જ બાબતોમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે..વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી એવી વાતોનો ઉલ્લેખ છે જેના વિશે કદાચ આપણે નથી જાણતા. પણ જો એ વાતોને અવગણવામાં આવે તો એના માઠી અસર પણ થાય છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી વાતોનું ધ્યાન રાખવું જ જોઈએ.

વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેને ન પહેરવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ વસ્તુઓ પહેરવાથી તમારી જિંદગી બરબાદીના કિનારે પહોંચી શકે છે. અમુક કામો એવા છે જે કરવાથી જીવન પર નકારાત્મક અસર પડે છે. એમાંય ખાસ કરીને સ્ત્રીઓ માટે વાસ્તુશાસ્ત્રમાં અમુક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે એમને ક્યારેય ન પહેરવી જોઈએ તો ચાલો જાણી લઈએ એ વસ્તુઓ વિશે

સફેદ સાડી:

સફેદ સાડીને હિન્દૂ ધર્મમાં અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રી જ્યારે વિધવા થાય છે, ત્યારે તે સફેદ સાડી પહેરે છે. એનો અર્થ છે કે સુહાગન સ્ત્રીઓએ સફેદ સાડી ન પહેરવી જોઈએ. પણ આજકાલ ફેશનની તો વાત જ શુ કરવી, ઘણી સ્ત્રીઓ ફેશન માટે સફેદ સાડી પહેરે છે જે ખરેખર ન પહેરવી જોઈએ, જે સ્ત્રીઓ સફેદ સાડી પહેરે છે તેમનું લગ્નજીવન તણાવમય બને છે. એમના દામ્પત્ય જીવનમાં કડવાશ આવવા લાગે છે

સફેદ સાડી

કાળી બંગડી:

કાળો રંગ નેગેટિવિટીનો સિમ્બોલ માનવામાં આવે છે. અને એટલે જ તમને ખ્યાલ હશે કે આપણે પૂજા પાઠ દરમિયાન કાળા રંગના વસ્ત્રો નથી પહેરતા. કાળા રંગની બંગડી પહેરવી પણ અશુભ માનવામાં આવે છે. બંગડી સ્ત્રીઓના શણગારનો એક ભાગ ગણાય છે એટલે કાળી બંગડી ન પહેરવી જોઈએ. કાળી બંગડી પહેરનાર સ્ત્રીઓના પતિ અને બાળકો તકલીફમાં મુકાઈ શકે છે.

સોનાના છડા:

ઘણી સ્ત્રીઓ પગમાં છડા પહેરે છે એ હંમેશા ચાંદીના જ હોય છે, સોનાના છડા ક્યારેય પગમાં પહેરવા ન જોઈએ. કારણ કે સોનું પગમાં પહેરવાથી સંપત્તિના દેવતા કુબેર નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓએ ફક્ત કમરના ઉપરના ભાગમાં જ સોનું પહેરવું જોઈએ. પગમાં સોનાના છડા પહેરવાથી ઘરમાં ગરીબી આવે છે.

સોનાના છડા

આ તો થઈ એવી વસ્તુઓની વાત જેને સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ, પણ હિન્દૂ ધર્મમાં સ્ત્રીઓ માટે અમુક વસ્તુઓ એવી જણાવવામાં આવી છે કે જે તેમને હંમેશા પહેરવી જ જોઈએ, તો ચાલો જાણી લઈએ એ વસ્તુઓ વિશે.

પરણિત સ્ત્રીઓએ હિન્દૂ ધર્મમાં  પહેરવી જોઈએ તેવી વસ્તુઓ:

મંગલસૂત્ર અને સિંદૂર:

હિન્દૂ ધર્મમાં પરણિત સ્ત્રીઓ માટે મંગળસૂત્ર અને સિંદૂર ખૂબ જ મહત્વનું ગણવામાં આવ્યા છે.  સિંદૂરની વાત કરીએ તો સ્ત્રીઓએ પોતાનું સિંદૂર કોઈની સાથે વહેંચવું ન જોઈએ. આમ કરવાથી લગ્નજીવનમાં ખલેલ પહોંચે છે. એવું માનવામાં આવે છે કે વિવાહિત સ્ત્રીઓએ ગળામાંથી ક્યારેય મંગળસૂત્ર  કાઢવું જોઈએ નહિ,  જો કોઈ કારણસર મંગળસૂત્ર કાઢવું પડે તો તેવા સમયે ગળામાં કાળો દોરો પહેરવો જોઈએ. અન્ય કોઈ સ્ત્રીને ન પોતાનું મંગળસૂત્ર આપવું કે ન ક્યારેય અન્ય સ્ત્રીનું મંગળસૂત્ર પહેરવું જોઈએ. અમુક સ્ત્રીઓ રૂટિનમાં મંગળસૂત્ર પહેરતી હોય છે, જેથી એમનું મંગળસૂત્ર ઘસાય છે, એવામાં જો મંગળસૂત્ર ક્યાંકથી તૂટી ગયું હોય તો એવું તૂટેલું મંગળસૂત્ર પહેરી રાખવું ન જોઈએ તેને અશુભ ગણવામાં આવે છે.

મંગલસૂત્ર અને સિંદૂર

બીછીયા:

બીછીયા હંમેશા સ્ત્રીઓ પગમાં અંગુઠાની બાજુવાળી આંગળીમાં પહેરતી જોવા મળે છે. બીછીયા પહેરવાથી તમારા ગર્ભાશય પર નિયંત્રણ રહે છે કારણ કે બીછીયા ચાંદીની હોય છે અને ચાંદી એક સારું વાહક છે જે પૃથ્વીની ધ્રુવીય ઉર્જાને તમકર શરીરમાં પ્રસારિત કરે છે અને શરીર સ્વસ્થ રહે છે.

મંગલસૂત્ર અને સિંદૂર

પણ ધ્યાન રાખો કે  બીછીયા હંમેશાં ચાંદીની જ પહેરવી જોઈએ.. ક્યારેય સોનાની બીછીયા ન પહેરવી જોઈએ. આ ઉપરાંત તમે પહેરેલી બીછીયા પગ માંથી નીકળી જાય એવી ઢીલી ન હોવી જોઈએ. તમારી પહેરેલી બીછીયા કોઈને ન આપવી, આવું કરવાથી પતિના સ્વાસ્થ્ય પર અસર પડે છે.

તો હવેથી દરેક પરિણીત સ્ત્રી ભૂલથી પણ આ વસ્તુઓ ન પહેરાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો નહિ તો એના માઠા પરિણામ શુ આવી શકે એ હવે તમને ખ્યાલ આવી જ ગયો છે. અપેક્ષા રાખીએ કે અમે જણાવેલી માહિતી તમારા રોજિંદા જીવનમાં તમને ઉપયોગી સાબિત થાય..

Leave a Comment