પૈસા વાળુ બનવું હોય ઉઠીને કરો આ એક નાનકડો ઉપાય કોઈ તમને રોકી નહીં શકે ધનવાન બનતાં

આજના લોકોના શોખ ઘણા ઊંચા છે અને એટલે જ આજનો માણસ એના શોખ પુરા કરવા પૈસા કમાવા માટે ભાગદોડ કરતો રહે છે. ઘણા લોકોને નસીબ એટલી હદે જોર કરતા હોય કે એમને વધુ મહેનત વગર જ બધી સુખ સાહેબી મળી જાય છે તો ઘણા એવા ય છે જે રાત દિવસ તનતોડ મહેનત કરે છે પણ પૈસેટકે સુખી નથી હોતા. હિન્દૂ શાસ્ત્રમાં રોજ સવારે ઉઠીને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

કહેવામાં આવે છે કે જો રોજ સવારે તમે આ કામ કરો છો તો તમારા ઘરે ધનની છોળો ઉડવાની શરૂ થઈ જશે. તો ચાલો જાણી લઈએ કે એવું તે કયું કામ છે જે રોજ સવારે ઉઠીને કરવાથી તમે ધનવાન બની શકો છો

સવારે ઉઠીને કરો હથેળીઓના દર્શન :

રોજ સવારે ઉઠીને તમારી હથેળીના દર્શન કરવા ખૂબ જ સારું માનવામાં આવે છે. સવારે ઉઠીને તમારા બન્ને હાથની હથેળી જોવાથી તમારી કિસ્મત ચમકી જાય છે અને તમે માલામાલ બની શકો છો. આ સાથે જ સવારે ઉઠીને જમીન પર પગ મુકતાની સાથે જ ધરતી માતાને વંદન કરવુ જોઈએ. સવારે ઉઠીને જ્યારે તમે તમારી હથેળીના દર્શન કરો છો ત્યારે એ સાથે જ कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति ।करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥મંત્ર બોલવો જોઈએ. આ મંત્રનો અર્થ  થાય છે: હથેળીઓના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાની દેવી સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે. એટલા માટે હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું.

paisa-wala-banvana-upay

સવારે ઉઠીને ભગવાનના દર્શન કરો

વૈદિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારા આરામ કરવાના રૂમમાં કોઈને કોઈ ભગવાનનો ફોટો અચૂક લગાવવો જોઈએ. એની પાછળનું કારણ એ છે કે જ્યારે સવારે આપણી આંખ ખુલે તો આપણને સૌપ્રથમ ભગવાનનો એ ફોટો દેખાય. અને આ રીતે ઉઠીને સીધા જ આપણને ભગવાનના દર્શન થાય. આવું કરવાથી આપનો આખો દિવસ સુખમય પસાર થાય છે.

paisa-wala-banvana-upay

ઘરના મુખ્ય દ્વાર પર બનાવો આ પવિત્ર ચિન્હ

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્ ઘરના દરવાજા પર સ્વસ્તિક, ૐ વગેરે જેવા ચિન્હો લગાવવા જોઈએ, આ ચિહ્નો લગાવવા  ખૂબ જ શુભ માનવામા આવે છે અને એના કારણે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.  ઘરના મુખ્ય દ્વાર અથવા દરવાજાની દીવાલ પર આ શુભ ચિન્હો ચોક્કસપણે લગાવવા જ જોઈએ અને સવારે ઉઠો એટલે આ ચિહ્નોને પગે લાગો, આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

swastik

 માતા લક્ષ્મીનું સ્મરણ કરવું

તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારા ઘરનું મુખ્યદ્વાર ખોલતાની સાથે જ માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજામાંથી માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશે છે. એટલા માટે સવારે ઉઠીને જ્યારે તમે ઘરનો મુખ્ય દરવાજો ઉઘાડો તો માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોય, કાળા રંગનો દરવાજો હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી એટલે ભૂલે ચુકે પણ ઘરના મુખ્ય દરવાજા કાળા રંગના ન પસંદ કરવા.

 ગાય છે દેવી રૂપ

હિંદુ ધર્મમાં ગાયને માતા તુલ્ય ગણવામાં આવે છે, ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે એવું માનવામાં આવે છે. જો તમે બુધ પુષ્પ યોગમાં 500 ગ્રામ ગાયના દૂધથી શ્રી ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિની પૂજા કરો અને મંદિરમાં બુધવારે દૂધનું દાન કરશો તો તમે થોડા જ સમયમાં ધનવાન બની શકો છો

paisa-wala-banvana-upay

નાભિ પર લગાવવુ આ અત્તર

વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જો તમે તમારી નાભિ પર અત્તર લગાવો છો તો તમારી આર્થિક સ્થિતિ મજબુત બને છે. રોજ સવારે ઉઠી પછી તમારી નાભિ પર ગુલાબનો અત્તર લગાવવું ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે.. પણ યાદ રાખો કે આ અત્તરનો ઉપયોગ કરતા પહેલા આ અત્તરને માતા દુર્ગાને સમર્પિત કરવુ અને એ પછી એને પોતાની નાભિ પર લગાવવુ. આ સાથે જ યાદ રાખો કે તમારે આ ઉપાય સવારે નરણા કોઠે જ કરવાનો છે. કહેવાય છે કે આ ઉપાય કરવાથી પૈસાની તંગી થતી નથી

તો હવે તમે પણ અમે જણાવેલ ઉપરોક્ત ઉપાય કરીને ધનવાન અને સુખ સમૃદ્ધિના મલિક બની શકો છો,

અપેક્ષા રાખીએ કે અમે જણાવેલી વિગતો તમને ઉપયોગી સાબિત થઈ હશે. તમારા અભિપ્રાય અચૂક જણાવજો…

Leave a Comment